________________
ઉપદેશપદ : ભાગ-૨
૧૦૭ એકદા દુર્દેવથી અસાધ્ય રોગે પીડાણી. રાજાએ આભરણ આદિ કિંમતી વસ્તુઓ તેની પાસે જે હતી તે સર્વ લઈ લીધી. પછી તે કુંતલા ઘણી અશાતા વેદનાથી મરણ પામી શોક્યની પૂજાનો દ્વેષ કરવાથી મરીને કૂતરી થઈ. તે પૂર્વભવના અભ્યાસથી પોતાના ચૈત્યના બારણામાં બેસતી હતી. એક વખત ત્યાં કેવળી ભગવંત સમવસર્યા. રાણીઓએ કેવળીને પૂછ્યું કે,
કુંતલારાણી મરણ પામીને કઈ ગતિએ ગઈ? કેવળીએ યથાર્થ વાત હતી તે સર્વ કહી. તેથી રાણીઓના મનમાં ઘણો વૈરાગ્ય ઉત્પન્ન થયો. તેઓ હંમેશા તે કૂતરીને ખાવા પીવા આપતી, અને સ્નેહથી કહેતી કે “હા! હા! ધર્મિષ્ઠા એવી તે કેમ ફોગટ આવો દ્વેષ કર્યો કે, જેથી તારી આવી અવસ્થા થઈ? આ વચન સાંભળી તથા પોતાનું ચૈત્ય વગેરે જોઈ તેને (કૂતરીને) જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. ત્યાર પછી સંવેગ પામી તેણે સિદ્ધાદિકની સાક્ષીએ પોતે કરેલા ઠેષ વગેરે અશુભ કર્મ આલોચ્યાં, અને અનશન કરી મરણ પામી વૈમાનિક દેવતા થઈ. દ્વેષ-અદેખાઈનાં આવા કડવાં ફળ છે માટે વૈષ કરવો જોઇએ નહી.”)
अथोपसंहरन्नाहएयमिह दुक्खरूवो, दुक्खफलो चेव संकिलेसो त्ति । आणासम्मपओगेण वज्जियव्वो सयावेस ॥४९८॥ "एवं' क्षपकाद्युदाहरणानुसारेणेह प्राणिवर्गे दुःखरूपोऽमर्षस्वभावो 'दुःखफलश्चैव' शारीरमानसादिव्यसनपरम्परारूपोत्तरोत्तरकार्यः 'सङ्क्लेशः' कषायकालुष्यलक्षणः इत्यस्मात् कारणादाज्ञासम्यक्प्रयोगेणावितथजिनादेशव्यापारणेन वर्जयितव्यः सदाप्येष સર્વજોશ રૂતિ ૪૨૮
હવે ઉપસંહાર કરતા ગ્રંથકાર કહે છે
ગાથાર્થ-આ પ્રમાણે સંક્લેશ અહીં દુઃખરૂપ અને દુઃખફલક છે. આથી આજ્ઞાના સમ્યક્ પ્રયોગથી સંક્લેશનો સદાય ત્યાગ કરવો જોઇએ.
ટીકાર્ય–આ પ્રમાણે=ક્ષપક આદિના દૃષ્ટાંતો પ્રમાણે,
અહીં=જીવોમાં, અર્થાત્ જીવોને આશ્રયીને. (સંક્લેશનું ફળ જીવોને મળે છે એથી જીવોમાં એમ જણાવ્યું છે.)
દુઃખરૂપ ક્રોધ સ્વરૂપ, સંક્લેશ થાય એટલે ક્રોધ થાય. ક્રોધ દુઃખરૂપ છે. આનો અર્થ એ થયો કે સંક્લેશથી ક્રોધ રૂપ દુઃખ થાય છે.
દુઃખફલક શારીરિક-માનસિક દુઃખોની પરંપરા રૂપ જે ઉત્તરોત્તર કાર્ય તે કાર્યસ્વરૂપ છે.
દુઃખરૂપ અને દુઃખફલક એ બેનો તાત્પર્ય એ છે કે–સંક્લેશ જ્યારે થાય ત્યારે ક્રોધરૂપ દુઃખ થાય છે અને પછી શારીરિક-માનસિક દુઃખોની પરંપરા ચાલે છે.