________________
૧૦૬
ઉપદેશપદ : ભાગ-૨ છે. બીજી રાણીઓથી વધારે ધન મેળવવાની ઇચ્છામાંથી કુંતલ રાણીને બીજી રાણીઓ પ્રત્યે ઈર્ષા થઈ. ઈર્ષ્યા દોષરૂપ વિષના વિકારવાળી કુંતલ રાણી દરરોજ પુષ્પ-ધૂપ આદિથી જિનપૂજા બીજી રાણીઓથી કરાતી જિનપૂજાથી વિશેષ કરે છે. આ પ્રમાણે તેનો કાળ પસાર થઈ રહ્યો છે. (૪૯૫)
એકવાર તે તેવા પ્રકારના રોગના કારણે બિમાર પડી. મરણાવસ્થા થઈ. પૂર્વે કુંતલ રાણી કંબલરત્ન વગેરે ઉત્તમ વસ્ત્રોનો ઉપયોગ કરતી હતી. તેવા પ્રકારના કોઈ કારણથી રાજાએ અત્યારે તેની પાસેથી તે ઉત્તમવસ્ત્રોને લઈ લીધા. આથી તેને આર્તધ્યાન થયું. ત્યાર પછી તે મૃત્યુ પામીને કૂતરી તરીકે ઉત્પન્ન થઈ. સમય જતાં કોઈ કેવળી ભગવંત ત્યાં પધાર્યા. લોકોએ તેમને કુતરાણી ક્યાં જન્મી છે? એમ પૂછ્યું. (૪૯૬).
કેવળી ભગવંતે કહ્યું. તે કૂતરી થઈ છે. આ સાંભળીને બીજી રાણીઓના અંતરમાં સંવેગ પ્રગટ્યો. તે આ પ્રમાણે–અહો! ઈર્ષ્યા દુરંત(=પરિણામે અશુભ ફળવાળી) છે. જેથી આવા પ્રકારના ધર્મ કાર્યો કરવામાં તત્પર પણ કુંતલરાણી કૂતરી તરીકે ઉત્પન્ન થઈ. પછી બીજી રાણીઓએ ધૂપ-પુષ્પ આદિથી તેની પૂજા કરી. કૂતરીને (આ જોઇને) જાતિસ્મરણ જ્ઞાન થયું, અને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઈ. બીજી રાણીઓએ તેની પાસે ક્ષમાપના કરી. કૂતરીના અંતરમાં પ્રશમભાવ પ્રગટ્યો. તેણે આરાધના કરી. (૪૯૭)
કુંતલરાણીનું દૃષ્ટાંત પૂર્ણ થયું. (અહીં આ દાંત બહુ જ સંક્ષિપ્ત છે. આથી વિશેષ સ્પષ્ટતા થાય એ માટે શ્રાદ્ધવિધિ ગ્રંથના ગુજરાતી ભાષાંતરમાંથી તે દૃષ્ટાંત અક્ષરશઃ અહીં આપવામાં આવે છે–
અવનિપુરમાં જિતશત્રુ રાજાને ઘણી ધર્મનિષ્ઠ એવી કુંતલા નામે પટરાણી હતી. તે બીજાને ધર્મને વિષે પ્રવર્તાવનારી હતી, માટે તેના વચનથી તેની સર્વ શોક્યો ધર્મનિષ્ઠ થઈ, અને કુંતલા રાણીને ઘણું માનવા લાગી. એક વખત સર્વ રાણીઓએ નવાં જિનમંદિર તૈયાર કરાવ્યાં. આથી કુંતલારાણીના મનમાં ઘણી અદેખાઈ આવી. તે પોતાના મંદિરમાં જ સારી પૂજા, ગીત, નાટક વગેરે કરાવે અને બીજી રાણીઓની પૂજા આદિનો દ્વેષ કરવા લાગી. ખરેખર ખેદની વાત એ છે કે, મત્સર કેવો દુસ્તર છે! કહ્યું છે કે—મત્સર રૂપ સાગરમાં સમજુ પુરુષ રૂપ વહાણ પણ ડૂબી જાય છે. તો પછી પત્થર સરખા બીજા જીવ ડૂબી જાય એમાં શી નવાઈ? વિદ્યા, વ્યાપાર, કળાકૌશલ્ય, વૃદ્ધિ, ઋદ્ધિ, ગુણ, જાતિ, ખ્યાતિ, ઉન્નતિ વગેરેમાં માણસ અદેખાઈ કરે તે વાત જુદી, પણ ધર્મમાં એ મત્સર કરે છે! તેઓને ધિક્કાર થાઓ! ધિક્કાર થાઓ!' શોકયો સરળ સ્વભાવની હોવાથી તેઓ હંમેશાં કુંતલારાણીના પૂજા આદિ શુભકૃત્યને અનુમોદન આપતી હતી. અદેખાઇથી ભરેલી કુંતલારાણી