________________
૧૦૪
ઉપદેશપદ : ભાગ-૨ અંધકારમાં હાથીના દાંત દેખાય છે, હાથી દેખાતો નથી.” આવી સ્થિતિમાં શિષ્ય પ્રત્યે અતિશય મત્સરરૂપ ક્ષારથી લેપાયેલા ગુરુને (=આચાર્યને) શિષ્ય પ્રત્યે ઘણો કલુષિત ભાવ થયો. શિષ્ય પ્રત્યે દ્વેષનો અનુબંધ થયો. મરીને જેમાં સાધુ રહેલા છે તે જ ઉદ્યાનમાં અંજનસમૂહ જેવી કાળી કાયાવાળો સર્પ થયો. તેના કોપનો વેગ જણાતો ન હતો, અર્થાત્ બહારથી તેનો ગુસ્સો જણાતો જ ન હતો. (૪૮૯).
કોઇવાર વાચના-પૃચ્છના આદિ કૃતધર્મને યોગ્ય એવી સ્વાધ્યાય ભૂમિમાં ક્ષુલ્લક મુનિ જઈ રહ્યા હતા ત્યારે અકસ્માત્ જ અપશકુન થયા. તેથી વિદ્યાગુરુ એવા નૂતન આચાર્ય ક્ષુલ્લક મુનિને ત્યાં જવાનો નિષેધ કર્યો, અને કહ્યું કે કૃત્રિમ નિમિત્તમાં (અકસ્માત્ થયેલા અપશુકનમાં) કંઈક કારણ છે. તે સર્પ શુલ્લક તરફ વેગથી જતો જોવામાં આવ્યો. સર્પ જોયા પછી નૂતન આચાર્યે આ કોઈ તેનો શત્રુ હોવો જોઈએ એમ સામાન્યથી જાણું, પણ આ કોણ છે એમ વિશેષથી જાણ્યું નહિ. (૪૯૦)
અવસરે કેવલી ભગવંતનું આગમન થતાં સાધુઓએ પૂછ્યું: હે ભગવન્! ઉદ્યાનમાં રહેલો સર્પ કોણ છે? કેવળી ભગવંતે વિશેષથી કહ્યુંઃ આ સર્પ જ તમારો પૂર્વનો આચાર્ય છે. આ જ ક્ષુલ્લક પ્રત્યે તેનો ગુસ્સો વધી ગયો. આવી સ્થિતિમાં મરીને તે સર્પરૂપે ઉત્પન્ન થયો છે. કેવળી ભગવંતે આ રીતે વિશેષથી કહ્યું એટલે સાધુઓને સંવેગ થયો. તે આ પ્રમાણે-અહો! કષાયો કેવા દુરન્ત (=અશુભ પરિણામવાળા) છે કે જેથી સર્વ વિદ્વાન સમૂહના ચિત્તને આશ્ચર્ય કરે તેવી અને વર્તમાન યુગમાં અદ્વિતીય એવી આગમ સંબંધી કુશળતાને પામીને અમારા આ ગુરુ ધાર્મિક લોકને ઉગ પમાડનાર સર્પ ભવને પામ્યા. કેવળીના વચનથી બધાય સાધુઓએ સાથે જ અંજલિ જોડીને અમારા અપરાધની ક્ષમા આપો એ પ્રમાણે તેની પાસે ક્ષમાપના કરી. તેથી સર્પને જાતિસ્મરણ જ્ઞાન થયું. પછી તેણે અનશન કર્યું. અંત સમયે પંડિત મરણ થાય તેવી આરાધના કરી. મૃત્યુ થતાં દેવલોકની પ્રાપ્તિ થઈ. (૪૯૧)
આગમિકનું દષ્ટાંત પૂર્ણ થયું.
વિનયરતનું દૃષ્ટાંત વિનયરત જે પ્રમાણે ઉદાહરણ રૂપ થયો તે પ્રમાણે કહેવાય છે–
અહીં પાટલિપુત્રમાં ઉદાયી નામનો રાજા હતો. તેનો વૃત્તાંત પૂર્વે જ કલ્પકમંત્રીના દૃષ્ટાંતમાં કહ્યો છે. તે તે નિમિત્તોમાં સદાય સામંતોને આજ્ઞા કરતા તેણે ઘણો કાળ પસાર કર્યો. એકવાર તેની આજ્ઞાથી એક સામંતને ચિંતા થઈ કે અંકુશથી હાથીની જેમ મસ્તકથી કયારેક નહિ ઉતરેલી આ આજ્ઞાથી અમે કષ્ટથી કેમ જીવીએ છીએ! અર્થાત્