________________
ઉપદેશપદ : ભાગ-૨
૧૦૫
અમારે શા માટે એના બંધનમાં રહેવું જોઇએ? તેણે પોતાની પરિમિત રાજસભામાં પોતાનો અભિપ્રાય પ્રગટ કર્યો. તે આ પ્રમાણે–આપણી પાસે એવો કોઈ જીવ નથી કે જે ઉગ્રશાસનવાળા ઉદાયી રાજાને મારી નાખે. (૪૯૨)
પૂર્વે ઉદાયી રાજાએ કોઈક અપરાધથી એક રાજાનું રાજ્ય ઝુંટવી લીધું હતું. તે રાજાનો કુમાર આ રાજાની સેવામાં રહ્યો હતો. તે કુમારે કહ્યું: હું જ તેનો વિનાશ કરું. મને આદેશ આપો. રાજાએ તેની વાતનો સ્વીકાર કર્યો. પછી તે પાટલીપુત્ર નગરમાં ગયો. ઘણા ઉપાયો કરવા છતાં તેનો રાજકુળમાં પ્રવેશ થતો નથી. તેણે સાધુઓને કોઈ જાતના પ્રતિબંધ વિના રાજકુળમાં પ્રવેશ કરતા જોયા. તેથી તેણે વિચાર્યું કે રાજકુળમાં પ્રવેશ કરવાનો આ જ ઉપાય છે. આથી તેણે દીક્ષા લીધી. (૪૯૩)
ચક્રવાલ સામાચારીનું પાલન કરવા લાગ્યો. સર્વ સાધુઓનો વિનય કરવામાં તે ઘણો પ્રયત્ન કરતો હતો. આથી સર્વ સાધુઓએ તેનું વિનયરત (કવિનયમાં તત્પર તે વિનયરત) એવું નામ પાડ્યું. આ રીતે તેના બાર વર્ષો પસાર થયા. ગુરુ તેના ઉપર વિશ્વાસવાળા થયા. એકવાર આઠમ-ચૌદશ એ બે પર્વ દિવસોમાંથી કોઈ એક પર્વ દિવસે રાજાએ પૌષધ લીધો. આથી ગુરુની સાથે વિનયરતનો રાજકુલમાં પ્રવેશ થયો. પછી રાતે ઉદાયી રાજા અને આચાર્ય એ બંને સૂઈ ગયા ત્યારે રાજાનું ગળું કાપવા માટે વિનયરતે રાજાના ગળામાં કંકલોહ છરી ( નાની છરી) ફેરવી દીધી. પછી તે ત્યાંથી નીકળી ગયો. (રાજાના ગળામાંથી વહેતું લોહી આચાર્યના સંથારા પાસે આવ્યું. આથી આચાર્ય જાગી ગયા. આચાર્ય તુરત સમજી ગયા કે આ કાર્ય વિનયરતનું છે.)
આચાર્ય ભગવંતે પણ આ વૃત્તાન્ત જાણીને વિચાર્યું કે જૈનશાસનની અપભ્રાજનાથી ચોક્કસ મારો સંસાર ઘણો દીર્ઘ થશે. આમ વિચારીને તે કાળે ઉચિત (ચાર શરણ સ્વીકાર વગેરે) કર્તવ્યો કરીને તે જ કંકલહ છરી પોતાના ગળામાં ફેરવી દીધી. બંનેય દેવલોકને પામ્યા. જેણે બાર વર્ષ સુધી વ્રત પાળ્યું છે તે વિનયરત અતિશય સંક્લેશના કારણે અનંતભવોને પામ્યો. (૪૯૪)
| વિનયરતનું દૃષ્ટાંત પૂર્ણ થયું. હવે કુંતલદેવીનું ઉદાહરણ કહેવામાં આવે છે–
કુંતલરાણીનું દૃષ્ટાંત સમ્યગ્દર્શનના આચારમાં જિનભવન, જિનબિંબ, જિનયાત્રા વગેરે કર્તવ્યોનો પ્રારંભ થયો ત્યારે કુંતલ રાણીએ વિચાર્યું. બધી રાણીઓનો રાજા એક જ પતિ છે, છતાં રાજા બીજી રાણીઓને વધારે ધન આપે છે, હું પટ્ટરાણી હોવા છતાં મને ઓછું ધન આપે