________________
૫O
ઉપદેશપદ : ભાગ-૨ કરનારો લોક તે તે આશાતના પદોને આચરે છે. આથી શિથિલ આચારવાળા સાધુને નક્કી જ ભગવાનની આશાતનાનું પાપ લાગે છે. કારણ કે તેણે જાતે જ આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું છે. ભગવાનની આશાતનાના કારણે ઘણા ફ્લેશવાળો અનંત (=અપરિમાણ) સંસાર થાય છે. કારણ કે આગમમાં નીચે પ્રમાણે કહ્યું છે. (૪૨૨)
આગમમાં જે કહ્યું છે તેને જ જણાવે છે–
તીર્થંકર, પ્રવચન, શ્રુત, આચાર્ય, ગણધર અને મહર્વિકની અનેકવાર આશાતના કરતો જીવ અનંતસંસારી થાય છે.
ટીકાર્થ- તીર્થંકર-શ્રમણ પ્રધાન ચતુર્વિધ સંઘની ઉત્પત્તિનું કારણ એવા પુરુષવિશેષ ઋષભ દેવ વગેરે તીર્થકર છે.
પ્રવચન–વસ્તુતત્ત્વને (=વસ્તુના સ્વરૂપને) પ્રકૃષ્ટપણે કહે તે પ્રવચન. પ્રવચન એટલે સંઘ. શ્રત દ્વાદશાંગી(=બાર અંગો). આચાર્ય યુગપ્રધાન આચાર્ય. ગણધર=તીર્થંકરના શિષ્યોમાં જે પ્રધાન શિષ્યો હોય તે ગણધર કહેવાય છે. મહર્ધિક વૈક્રિયલબ્ધિ અને વાદલબ્ધિ વગેરે લબ્ધિને પામેલા સાધુઓ.
આશાતના કરતો તેમના કલ્પિત દોષોની ઉદ્ઘોષણા દ્વારા કે અનુચિત આચરણ દ્વારા અવજ્ઞાસ્થાનને પમાડતો.
તીર્થકર વગેરેની આશાતના કરનારો અનંતસંસારી થાય છે તેનું કારણ એ છે કે તે સમ્યકત્વાદિ ગુણોનો ઘાત કરનાર મિથ્યાત્વાદિકર્મનું ઉપાર્જન કરે છે. આના કારણે સન્માર્ગથી પરા મુખ બનેલા તેને ઘણા કાળ સુધી સન્માર્ગની પ્રાપ્તિ થતી નથી. (૪૨૩).
હવે સંબંધને જોડતા ગ્રંથકાર પ્રસ્તુત વિષયને કહે છે
તે સાધુ શિથિલ આચારના કારણે ઉપાર્જિત કર્મોના ઉદયથી સંસારમાં જાતિ-કુલ આદિથી હીન થયો, શારીરિક દુઃખો આવવાથી દુઃખી થયો, અને પરઘરના કામ કરનારો થયો. તે શરીરથી જે કોઈ પ્રવૃત્તિ કરે છે, જે કંઈ બોલે છે, જે કંઈ વિચારે છે એ બધું નિષ્ફળ થાય છે. તથા તે હિતાહિતના વિવેકથી રહિત મતિવાળો થયો. (૪૨૪).
૧. અહીં મુદ્રિતપ્રતમાં તત્રયો સ્થાપનાવરણાત્ એ પાઠ અશુદ્ધ જણાય છે. આથી સંબંધને અનુસરીને
અટકળથી અર્થ લખ્યો છે.