________________
ઉપદેશપદ : ભાગ-૨
૫૯
ટીકાર્થ—ગ્રંથિભેદ થયે છતે વચનરૂપ ઔષધનું વિધિપૂર્વક સદા પાલન ન થાય તો પણ તે વચનરૂપ ઔષધનો પ્રયોગ અવશ્ય ભાવ આરોગ્યને સાધનારો થાય છે. કહેવાય પણ છે કે—જે જીવો નિર્દોષ પદ (=મોક્ષપદ) આપનાર સભ્યરત્નને અંતર્મુહૂર્ત કાળ સુધી પણ મેળવીને ગુમાવી દે છે તે જીવો પણ સંસારસમુદ્રમાં દીર્ઘકાળ સુધી ભટકતા નથી, તો પછી જે જીવો દીર્ઘકાળ સુધી સમ્યક્ત્વરત્નને ધારણ કરે છે તેઓની તો વાત જ શી કરવી?”
જે જીવોએ તીર્થંકર વગેરેની આશાતના ઘણી કરી હોય તે જીવોનો પણ ગ્રંથિભેદ થયા પછી સંસારકાળ કંઇક ન્યૂન અર્ધપુદ્ગલપરાવર્ત જેટલો જ થાય છે. એનાથી વધારે થતો નથી. આ વિષે સ્કૂલવાલક મુનિ અને ગોશાળો વગેરે દૃષ્ટાંતો કહેવાં.
અહીં ભાવાર્થ આ પ્રમાણે છે—સમ્યક્ત્વ પામ્યા પછી કોઇ જીવને ભૂતકાળમાં બંધાયેલ અશુભકર્મનો ઉદય થાય, અને એથી તે જીવ વચન રૂપ ઔષધને મૂકી દે, તો પણ એકવાર કરેલું વચનરૂપ ઔષધ ભવિષ્યમાં સઅભ્યાસનું કારણ બને છે, અર્થાત્ ભવિષ્યમાં તેને મોક્ષ માર્ગની પ્રાપ્તિ થાય છે. કારણ કે શાસ્ત્રમાં પ્રતિબંધને પણ પરમાર્થથી મોક્ષરૂપ ફળ આપનારા કાળની નજીક લઇ જનારો કહ્યો છે. [ઉપ. રહ. ગા. ૬૫ની ટીકા]
પુદ્ગલપરાવર્તશબ્દનો અર્થ—એક જીવ જગતમાં રહેલા સર્વ પુદ્ગલોને જેટલા કાળમાં ઔદારિક, વૈક્રિય, તૈજસ, ભાષા, શ્વાસોચ્છ્વાસ, મન અને કાર્પણ એ સાત વર્ગણારૂપે ગ્રહણ કરીને મૂકે તેટલા કાળને પુદ્ગલપરાવર્ત કહેવામાં આવે છે. જેમાં પુદ્ગલો લેવા-મૂકવા વડે પરાવર્તન પામે છે (=બીજા બીજા પરિણામને પામે છે) તે ‘પુદ્ગલપરાવર્ત’ એવી પુદ્ગલપરાવર્ત શબ્દની વ્યુત્પત્તિ છે. (૪૩૪)
एयम्मि एयजोगे, ण विवज्जयमेति पायसो जीवो । समुवत्थियकल्लाणो, णहु तव्विवरीयगो होति ॥ ४३५ ॥
'एतस्मिन् ' ग्रन्थिभेदे सति 'एतद्योगे' वचनौषधप्रयोगे सम्पन्ने सति 'न' नैव 'विपर्ययं' देवगुरुधर्मतत्त्वगोचरं विपर्यासमेति प्रतिपद्यते 'प्रायशो' बाहुल्येन जीवः । प्रायोग्रहणमवश्यवेद्यमिथ्यात्वादिक्लिष्टकर्म्मणां केषाञ्चिद् विपर्ययसम्भवेन व्यभिचारपरिहारार्थमिति । एतदेव भावयति-'समुपस्थितकल्याणः 'समासन्नीभूताद्भुतप्रभूतकुशलो 'न' नैव हुर्यस्मात् 'तद्विपरीतकः' समुपस्थितकल्याणविरुद्धाचारपरायणो भवति । यथा हि समुपस्थितकल्याणो न तद्विपरीतको भवति, तथा ग्रन्थिभेदे उपयुक्तजिनवचनौषधः सन् न विपर्यस्तमतिर्जन्तुर्जायते ॥ ४३५ ॥
૧. પુદ્ગલપરાવર્ત શબ્દના વિસ્તૃત અર્થને સમજવા માટે આ પુસ્તકમાં પાછળના ભાગમાં આપેલા પરિશિષ્ટને વાંચો.