________________
ઉપદેશપદ : ભાગ-૨
તેથી–
૭૯
ગાથાર્થ—આત્મદોષને, વીર્યયોગને, ક્ષેત્ર-કાળને જાણીને દોષના વિરોધી હોય તેવા વિશેષપ્રકારના અભિગ્રહોને સ્વીકારવા.
ટીકાર્થ—આત્મદોષને=પોતાના તીવ્રક્રોધ અને તીવ્રવેદોદય વગેરે દોષોને.
વીર્યયોગને=દોષનો નિગ્રહ કરવા માટે સમર્થ સામર્થ્યને.
ક્ષેત્ર-કાળનેસ્વીકારવા માટે ઇચ્છેલા અભિગ્રહોનું પરિપાલન કરવામાં અનુકૂળ હોય તેવા ક્ષેત્રને અને કાળને.
દોષના વિરોધી હોય તેવા=પોતાને જે દોષોનું સંવેદન થતું હોય તે દોષોના વિરોધી હોય તેવા. જેમકે—ક્ષમા રાખવી (=બીજાઓ ગમે તેટલી પ્રતિકૂળતા ઉત્પન્ન કરે તો પણ ક્રોધ ન કરવો.) શરીરનું પ્રતિકર્મ ન કરવું (=હાથ-પગ ધોવા વગેરેથી શરીરને સંસ્કારિત ન કરવું.)
ભાવાર્થ–પોતાના તીવ્ર ક્રોધ, તીવ્ર વેદોદય વગેરે દોષોને તથા અભિગ્રહને પાળવાનું સામર્થ્ય વગેરે જાણીને જેનાથી પોતાના દોષો દૂર થાય તેવા “મારે ક્ષમા રાખવી, શરીરનું પ્રતિકર્મ ન કરવું” વગેરે પ્રકારના અભિગ્રહોને અરિહંત અને સિદ્ધ આદિની સાક્ષીએ જ સ્વીકારવા કારણ કે મુમુક્ષુઓને એક ક્ષણવાર પણ અભિગ્રહથી રહિત રહેવું એ યોગ્ય નથી. (૪૫૦)
न चाभिग्रहा ग्रहणमात्रत एव फलदायिनो भवन्ति, किन्तु परिपालनादिति तद्गतोपदेशमाहपालयेच्च य परिसुद्धे, आणाए चेव सति पयत्तेण । बज्झासंपत्तीय वि, एत्थ तहा निज्जरा विउला ॥४५१ ॥
‘પાલયે—' રક્ષેત્ પુન: ‘પરિશુદ્ધાન્' સર્વાતિાપરિહારાત્, ‘ઞજ્ઞયા ચૈવ' प्रवचनोक्तै-स्तैस्तैरुपायैरित्यर्थः । 'सदा' सर्वकालं प्रयत्नेनादरेण महता । कुतः । यतो 'बाह्यासम्प्राप्तावपि' बाह्यस्याभिग्रहविषयस्य क्षमणीयादेरर्थस्याप्राप्तावपि, अत्राभिग्रहे गृहीते सति तथा तत्प्रकारस्य निग्रहीतुमिष्टस्य क्रोधादेः कर्म्मणो 'निर्जरा' क्षपणा ‘વિપુલા’ પ્રવ્રુત્તા સમ્પથત કૃતિ॥૪૨॥
અભિગ્રહો લેવા માત્રથી ફલ આપનારા થતા નથી, કિંતુ સારી રીતે પાળવાથી જ ફલ આપનારા બને છે. માટે અભિગ્રહોને સારી રીતે પાળવાનો ઉપદેશ કહે છે—
ગાથાર્થ—સર્વકાળે આજ્ઞાથી જ અભિગ્રહોને પ્રયત્નપૂર્વક પરિશુદ્ધ પાળવા. અભિગ્રહ લીધા પછી અભિગ્રહનો વિષય પ્રાપ્ત ન થાય તો પણ તેવા પ્રકારના કર્મની ઘણી નિર્જરા થાય.
ટીકાર્થ—આજ્ઞાથી=શાસ્ત્રમાં કહેલા તે તે ઉપાયોથી જ.