________________
ઉપદેશપદ : ભાગ-૨
ननु जीर्णश्रेष्ठिनः पारणकविषयो मनोरथ एवासीन्न कश्चिदभिग्रह इति कथमसौ दृष्टान्ततयोपन्यस्त इत्याशङ्क्याह
एत्थ हु मणोरहो च्चिय, अभिग्गहो होति नवर विन्नेओ । जदि पविसति तो भिक्खं, देमि अहं अस्स चिंतणओ ॥ ४५६ ॥
૮૩
'अत्र' पारणकविषये 'हुः' यस्माद् मनोरथ एवाभिग्रहः पात्रदानविषयो नवरं केवलं न पुनरन्यत् किञ्चिद् भवति विज्ञेयः । कथमित्याह - यदि प्रविशति कथञ्चिद् मम गृहे भगवानेषः, ततो भिक्षां ददाम्यहमस्मै चिन्तनादेवंरूपात् । अयमत्राभिप्रायःसर्वोऽप्यभिग्रह इच्छा-प्रवृत्ति- स्थैर्य-सिद्धिभेदाच्चतुर्धा परिगीतः । तत्रास्येच्छारूप एव परिशुद्धोऽभिग्रहो भवन् स एव पारणकभेरीशब्दश्रवणकालं यावत् प्रवृद्धः सन् पारम्पर्येण मोक्षफलतया संवृत्तः । इतरस्य च माहात्म्यौचित्येन दत्तदानस्याप्यभ्युत्थानादेर्भक्तेश्च गुणवद्बहुमानरूपाया अभावाद् यादृच्छिकवसुधारादिफल एव संवृत्तः परिणामो, न पुनर्निर्वाणफल इति ॥४५६ ॥
જીર્ણ શ્રેષ્ઠીને પારણાનો માત્ર મનોરથ જ હતો, કોઇ અભિગ્રહ ન હતો, તેથી પ્રસ્તુતમાં તેનો દૃષ્ટાંત તરીકે ઉલ્લેખ કેમ કર્યો એવી આશંકા કરીને કહે છે—
ગાથાર્થ— –પારણાના વિષયમાં મનોરથ જ અભિગ્રહ સ્વરૂપ જાણવો. કારણ કે જીર્ણ શ્રેષ્ઠીએ ‘કોઇ પણ રીતે પ્રભુ જો મારા ઘરે પધા૨ે તો હું તેમને ભિક્ષા વહોરાવું.’” એવું ચિંતન કર્યું હતું.
ટીકાર્થ—અહીં અભિપ્રાય આ છે—સઘળા ય અભિગ્રહો ઇચ્છા, પ્રવૃત્તિ, સ્વૈર્ય અને સિદ્ધિ એમ ચાર પ્રકારના કહ્યા છે. (અભિગ્રહ લેવાની ઇચ્છા થવી તે ઇચ્છા અભિગ્રહ. અભિગ્રહનું સારી રીતે પાલન કરવું તે પ્રવૃત્તિ અભિગ્રહ. અભિગ્રહનો ઘણો અભ્યાસ થઇ જવાથી અભિગ્રહના પાલનમાં અતિચારો લાગવાનો ભય ન રહે તેવી સ્થિતિ તે સ્વૈર્ય અભિગ્રહ. અભિગ્રહ સંપૂર્ણ સિદ્ધ થઈ જાય અને એથી અભિગ્રહની સિદ્ધિથી બીજાઓને પણ લાભ થાય તેવી અવસ્થા એ 'સિદ્ધિ અભિગ્રહ છે.) તેમાં જીર્ણશ્રેષ્ઠીને પારણું કરાવવાની ઇચ્છા રૂપ જ પરિશુદ્ધ અભિગ્રહ હતો. તે જ અભિગ્રહ પારણું થયાની ઉદ્ઘોષણા કરતી ભેરીના શબ્દો સાંભળ્યા ત્યાં સુધી વધતો રહ્યો અને પરંપરાએ મોક્ષ ફલવાળો થયો. અભિનવ શ્રેષ્ઠીએ મોટાઇને ઉચિત હોય તે પ્રમાણે દાન આપ્યું હોવા છતાં તેનામાં અભ્યુત્થાન વગેરેનો અને ગુણવાન પ્રત્યે બહુમાન રૂપ ભક્તિનો અભાવ હતો. આથી તેનું તે દાન પરિણામે ભાગ્યયોગથી પ્રાપ્ત થયેલ વસુધારા વગેરે ફળવાળું જ થયું, મોક્ષ ફળવાળું ન થયું. (૪૫૬)
૧. યોગ. દ. સ. ગ્રંથ ગાથા-૨૧, ૨૧૪ વગેરે.