________________
૮૧
ઉપદેશપદઃ ભાગ-૨
ટીકાર્ય-કર્મની નિર્જરા અભિગ્રહને સિદ્ધ (પૂર્ણ) કરવાના પરિણામથી થાય છે. આથી અભિગ્રહનો વિષય પ્રાપ્ત ન થાય તો પણ અભિગ્રહને સિદ્ધ (=પૂર્ણ કરવાના પરિણામથી નિર્જરા થાય છે. એ રીતે અભિગ્રહનો વિષય સિદ્ધ (=પ્રાપ્ત) થાય ત્યારે પણ અભિગ્રહને સિદ્ધ (=પૂર્ણ) કરવાના જે પરિણામ રહેલા છે, તેનાથી કર્મની નિર્જરા થાય છે.
તાત્પર્યાર્થ–અભિગ્રહનો વિષય પ્રાપ્ત થાય કે ન થાય તો પણ નિર્જરા તો અભિગ્રહને સિદ્ધ (પૂર્ણ) કરવાના પરિણામથી થાય છે. કારણ કે ભાવશૂન્ય માત્ર ક્રિયાથી જરા પણ ફલ પ્રાપ્ત થતું નથી, કિંતુ ભાવથી ફલ પ્રાપ્ત થાય છે. કહ્યું છે કે–“ક્રિયાથી રહિત ભાવ અને ભાવરહિત ક્રિયા એ બંનેમાં સૂર્ય અને ખજૂઆ જેટલું મોટું અંતર જાણવું. ખજૂઆનું જે તેજ છે તે અલ્પ અને વિનાશી છે. સૂર્યનું તેજ આનાથી વિપરીત છે, એટલે કે ઘણું છે અને અવિનાશી છે. એ પ્રમાણે પ્રસ્તુતમાં પણ વિચારવું.” (યો. દ. સ. ગા. ૨૨૩-૨૨૪) (૪૫૨).
अमुमेवार्थं दृष्टान्ततः साधयन्नाहआहरणं सेट्ठिदुर्ग, जिणिंदपारणगदाणदाणेसु । विहिभत्तिभावभावा, मोक्खंगं तत्थ विहिभत्ती ॥४५३॥
'आहरणं' दृष्टान्तः 'श्रेष्ठिद्विकं' जीर्णाभिनवलक्षणं जिनेन्द्रपारणकदानादानयोजिनेन्द्रस्य भगवतो महावीरस्य च्छद्मस्थकाले विहरतः पारणके प्रवृत्ते दानेऽदाने च 'विधिभक्तिभावाभावाद' विधिभक्त्योर्भावमभावं चापेक्ष्याहरणं मोक्षाकं मोक्षकारणं तत्र पारणकदानेऽपि विधिभक्ती संवृत्ते ॥४५३॥
આ જ વિષયને દઝંતથી સિદ્ધ કરતા કહે છે
ગાથાર્થ–ટીકાર્ય–આ વિષયમાં જીર્ણ શેઠ અને અભિનવ શેઠ એ બેનું દાંત છે. છદ્મસ્થ કાળે વિચરતા ભગવાન મહાવીર સ્વામીના પારણામાં જીર્ણ શેઠે દાન ન કર્યું અને અભિનવ શેઠે દાન કર્યું. પણ જીર્ણશેઠમાં વિધિ અને ભક્તિ હતી. અભિનવ શેઠમાં તે બંનેનો અભાવ હતો. પારણાના દાનમાં પણ વિધિ અને ભક્તિ મોક્ષનું કારણ થયા. (૪૫૩)
एनामेव गाथां गाथात्रयेण व्याचष्टेवेसालि वासठामं, समरे जिणपडिमसेट्ठिपासणया । अतिभत्ति पारणदिणे, मणोरहो अन्नेहिं पविसे ॥४५४॥ जातिच्छिदाणधारा, लोए कयपुन्नगोत्ति य पसंसा । केवलिआगम पुच्छण, को पुन्ने जुन्नसेट्ठित्ति ॥४५५॥