________________
८८
ઉપદેશપદ : ભાગ-૨
इमामेव गाथां गाथाद्वयेन प्रपञ्चयति- (ग्रन्थान. ८०००) तगराए वसुसुया सेण-सिद्ध धम्मगुरुबोहि एगस्स । णिक्खमणमकिरिय मणोरहो उ अण्णस्स सुद्धम्मि ॥४८१॥ कालेण मिलणमसणीघाओ उववाय वंतरविमाणे । केवलिआगम पुच्छा कहणं भावम्मि बहुमाणो ॥४८२॥
तगरायां पुरि 'वसुसतौ' वसुनामकश्रेष्ठिसुतौ पुत्रौ सेनसिद्धनामानावभूताम् । तयोश्च कदाचिद् 'धम्मगुरुबोहि 'त्ति धर्माभिधानगुरुपार्श्वगतयोर्बोधिः धर्मप्राप्तिरजायत । ततश्चैकस्य निष्क्रमणं प्रव्रज्याप्रतिपत्तिरूपं संवृत्तं, परमक्रिया कुतोऽपि प्रमादात् प्रत्युपेक्षणा-प्रमार्जनादिक्रियाहानिरूपा संवृत्ता । 'मनोरथस्तु' मनोरथ एवान्यस्य द्वितीयस्य 'शुद्धे' निष्क्रमणे प्रवृत्तः, न पुनः कथञ्चित् तज्जातमिति ॥४८१॥
कालेन कियतापि गतेन मिलनमेकत्रावस्थानलक्षणं तयोर्जातम् । सुखासीनयोश्च समुचितस्ववृत्तान्तकथनश्रवणप्रवृत्तयोरशनिघातोऽकस्मादेव नभस्तलाद् विद्युन्निपाताद् विनाशो जातः। तदनूपपातस्तयोरजनि । क्वेत्याह-'व्यन्तरविमाने' प्रथमस्य व्यन्तरे, द्वितीयस्य तु विमाने सौधर्माद्यमरावासलक्षणे इति । अन्यदा केवलिनः कस्यचिदागमे पृच्छा लोकेन कृता, यथा-तयोः कः कुत्रोत्पन्नः? कथनं यथावृत्तान्तस्य तेन कृतम्। ततो लोकस्य भावे' शुद्धधर्ममनोरथलक्षणे बहुमानोऽजनि, न त्वशुद्धानुष्ठाने इति ॥४८२॥
આ જ ગાથાને બે ગાથાઓથી વિસ્તારે છે
ગાથાર્થ–ટીકાર્ય–તગરા નગરીમાં વસુનામના શેઠના સેના અને સિદ્ધ નામના બે પુત્રો હતા. કયારેક ધર્મ નામના ગુરુની પાસે ગયેલા તે બેને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઈ. પછી એકે દીક્ષા લીધી. પણ કોઈ પણ પ્રમાદથી પ્રત્યુપેક્ષણા-પ્રમાર્જના વગેરે ક્રિયામાં શિથિલતા આવી ગઈ. બીજાને શુદ્ધ દીક્ષાનો મનોરથ થયો હતો, અર્થાત્ હું દીક્ષા લઇને નિરતિચારપણે પાળીશ એવી ઉત્કટભાવના થઈ હતી. પણ કોઈપણ રીતે તેની દીક્ષા ન થઇ. (૪૮૧)
કેટલોક કાળ ગયા પછી બંને એક સ્થળે મળ્યા. તે બંને સુખપૂર્વક બેસીને પરસ્પર ઉચિત સ્વવૃત્તાંત કહેવામાં અને સાંભળવામાં પ્રવૃત્ત થયા હતા ત્યારે અકસ્માત્ જ તે બંને ઉપર આકાશમાંથી વિજળી પડી. આથી તે બંને મૃત્યુ પામ્યા. મૃત્યુ પામીને પહેલો બંધુ વ્યંતરદેવોમાં અને બીજો બંધુ વૈમાનિક દેવલોકમાં ઉત્પન્ન થયો. એકવાર કોઈ કેવળી ભગવંતનું આગમન થયું ત્યારે લોકોએ તેમને પૂછ્યું કે તે બેમાંથી કોણ કયાં ઉત્પન્ન થયો? કેવળી ભગવંતે જે બન્યું હતું તે કહ્યું. તેથી લોકોને શુદ્ધ ધર્મના મનોરથ ઉપર बमान. मा. थयो, अशुद्ध अनुष्ठान: ५२ बहुमान. मा. न. यो. (४८२) १. २. 'वणिसुया' ।