________________
१००
उपहेशप : भाग-२ अथ प्रकृतयोजनामाहएत्थवि मणोरहोच्चिय, अभिग्गहो सुद्धणिक्खमणगम्मि । बहुमाणओ वि अविराहणाए एत्थं फलमुदारं ॥४८३॥
'अत्रापि' न केवलं प्राच्ये जीर्णश्रेष्ठिदृष्टान्ते मनोरथ एवाभिग्रहः शुद्धनिष्क्रमणके शुद्धायामेव प्रव्रज्यायामित्यर्थः । ततो बहुमानतोऽपि पुरस्कारपरिणामादप्यविराधनायां प्रतिपन्नस्य कस्यचिद् अभिग्रहस्याभञ्जनलक्षणायां सत्यामत्र शुद्धनिष्क्रमणबहुमाने च सति फलमुदारमविराधितदेवभवलक्षणं सम्पन्नमिति ॥४८३॥
હવે પ્રસ્તુતમાં યોજનાને કહે છે
ગાથાર્થ—અહીં પણ શુદ્ધ જ દીક્ષામાં મનોરથ એ જ અભિગ્રહ હતો. બહુમાનથી પણ વિરાધના ન થતાં અહીં ઉદાર ફલ મળ્યું.
ટીકાર્થ-કેવળ પૂર્વે કહેલા જીર્ણ શ્રેષ્ઠીના દૃષ્ટાંતમાં જ (મનોરથ જ અભિગ્રહ હતો એમ) નહિ, કિંતુ આ દૃષ્ટાંતમાં પણ શુદ્ધ જ દીક્ષા સંબંધી જે મનોરથ થયો તે જ અભિગ્રહ હતો. શુદ્ધ જ દીક્ષામાં બહુમાન થવાથી અને સ્વીકારેલા કોઈક અભિગ્રહનો ભંગ ન થવા રૂપ વિરાધનાના અભાવથી અવિરાધિદેવભવની પ્રાપ્તિરૂપ ઉત્તમ ફળ મળ્યું, એટલે કે દીક્ષાની વિરાધના ન કરવાથી જે દેવભવની પ્રાપ્તિ થાય તે દેવભવની પ્રાપ્તિ ३५ उत्तम. ३ मण्यु. (४८3)
एवं स्थिते सति यत्कर्त्तव्यं तदुपदिशन्नाहअविराहणाए सुद्धे, धम्मट्ठाणम्मि बुहजणेण तओ ।। जत्तो खलु कायव्वो, ण अण्णहा संकिलिट्ठम्मि ॥४८४॥
'अविराधनया' तिलतुषत्रिभागमात्रमपि भावतः प्रतिपन्नाभ्रंशरूपयोपलक्षिते 'शुद्ध' निर्मलीमसे धर्मस्थाने' चैत्यवन्दनादौ तत्तद्गुणस्थानोचिते 'बुधजनेन' मतिमता लोकेन ततः सुमनोरथस्याप्युदग्रफलत्वाद्धेतोर्यत्न आदरः, खलु शब्दः पूर्ववत्, 'कर्तव्यो' विधेयः, 'न' नैवान्यथा शुद्धमनोरथोल्लङ्घनेन ‘सङ्क्लिष्टे' क्रोधादिसङ्क्लेशबहुले धर्मानुष्ठाने ॥४८४॥
આ પ્રમાણે નિશ્ચિત થયે છતે જે કરવું જોઈએ તેનો ઉપદેશ આપતા ગ્રંથકાર કહે છે
ગાથાર્થતેથી મતિમાન લોકે વિરાધના રહિત શુદ્ધ ધર્મસ્થાનમાં આદર કરવો જોઈએ, શુદ્ધ મનોરથનું ઉલ્લંઘન કરીને સંક્લિષ્ટ ધર્માનુષ્ઠાનમાં આદર ન જ કરવો જોઇએ.