________________
ઉપદેશપદ : ભાગ-૨
વિષય–ઉપસર્ગ–અપવાદ.
૯૭
સમ્યગ્દષ્ટિજીવ આજ્ઞાને અને (આજ્ઞાના વિષય એવા) ઉત્સર્ગ-અપવાદને જાણે છે.
સમ્યગ્દષ્ટિ ઉત્સર્ગ–અપવાદને યથાવસ્થિત જાણે છે, એટલે કે દ્રવ્યાદિથી શુદ્ધ જાણે છે, અહીં તાત્પર્ય એ છે કે કેવા દ્રવ્યાદિમાં ઉત્સર્ગ માર્ગે ચાલવું જોઇએ અને કેવા દ્રવ્યાદિમાં અપવાદ માર્ગે ચાલવું જોઇએ એમ સમ્યગ્દષ્ટિ બરોબર જાણે છે.
પ્રતિબંધક હોવાના કારણે—પ્રતિબંધક એટલે અટકાવનાર. પ્રસ્તુતમાં પ્રતિબંધક એટલે આજ્ઞાનું પાલન ન કરવા દેનાર. દૃઢ ચારિત્રમોહનો ઉદય અને તીવ્ર વીર્યંતરાય પ્રતિબંધક છે. જેણે આજ્ઞાનું સ્વરૂપ નિશ્ચિત કર્યું છે, અર્થાત્ જે જીવ જિનાજ્ઞાને બરોબર જાણે છે, તેવા જીવને પણ પ્રતિબંધક હોય તો આજ્ઞાના પાલનમાં ભજના છે, એટલે કે આજ્ઞાનું પાલન ન પણ થાય. તે આ પ્રમાણે હાથની હથેળીમાં ગ્રહણ કરેલા મોતીના દૃષ્ટાંતથી જેમણે આજ્ઞાનું સ્વરૂપ નિશ્ચિત કર્યું છે, એથી જ સંસારમાંથી નીકળી જવા તરફ જેમનું મન છે તેવા લોકોને જેમણે અદ્ભુત સહાય કરી છે, અને જેમના અધિક મનોરથો વધી રહ્યા હતા, તેવા કૃષ્ણ અને શ્રેણિક વગેરેને પૂર્વભવમાં બાંધેલા નિકાચિત ક્લિષ્ટ કર્મના ઉદયથી ચારિત્રની પ્રાપ્તિ ન થઇ.
પ્રશ્ન—કૃષ્ણ અને શ્રેણિક વગેરેના અધિક મનોરથો કેવી રીતે વધી રહ્યા હતા?
ઉત્તર– ‘ક્યારે હું ભોગોમાં નિઃસ્પૃહ બનીને (સર્વ) સંગનો ત્યાગ કરીને સર્વભવોમાં ઉપાર્જિત કરેલાં કર્મોની પરંપરાને ઘટાડનારી જૈન દીક્ષા સ્વયં લઇને સંયમમાં અધિક શ્રેષ્ઠ એવો તપ કરું' આ રીતે તેમના અધિક મનોરથો વધી રહ્યા હતા.
આવા પણ કૃષ્ણ અને શ્રેણિક વગેરેને પૂર્વભવમાં બાંધેલા નિકાચિત ક્લિષ્ટ કર્મના ઉદયથી ચારિત્રની પ્રાપ્તિ ન થઇ. આથી જ કહેવાય છે. કે—“અતિશય ચિકણાં, કઠોર અને વજ્ર જેવા અત્યંત દૃઢ કર્મો જ્ઞાનથી પરિપૂર્ણ પણ પુરુષને માર્ગમાંથી ઉન્માર્ગમાં લઇ જાય છે.” (૪૭૮)
उपसंहरन्नाह
कयमेत्थ पसंगेणं, समासओ जेण एस आरंभो ।
दिसिमत्तदंसणफलो, पगयं चिय संपयं वोच्छं ॥४७९ ॥
‘कृतं' पर्याप्तमत्राज्ञामाहात्म्यख्यापने प्रसङ्गेन विस्तरेण' । 'समासतः' संक्षेपेन ‘ચેન' વાળેનેષ ઉપવેશપતપ્રન્યરૂપ ‘આમ:' પ્રયત્નઃ । જીદશ ત્યાહ-વિમાત્રदर्शनफलः कस्यचिद् उपदेशस्य परिपूर्णतया भणितुमनुपक्रान्तत्वात् । ततः प्रकृतमेवाभिग्रहमाहात्म्यख्यापनरूपं वस्तु साम्प्रतं वक्ष्ये ॥ ४७९॥