________________
ઉપદેશપદ : ભાગ-૨
૯૩ ગાથાર્થ–દોષ તો કર્મથી જ થયેલો હોવાથી જિનાજ્ઞાની અપેક્ષાએ તુચ્છ છે. અગ્નિનો કણ પણ તૃણના સમૂહને પણ બાળે છે.
ટીકાર્થ–મુનિઘાત વગેરે દોષ તો જીવના સ્વરૂપથી વિલક્ષણ એવા કષાયાદિ કર્મથી જ થયેલો છે, અને એથી તે દોષ જિનાજ્ઞાની અપેક્ષાએ તુચ્છ છે–અસાર છે. અહીં સમાન વસ્તુની ઉપમા રૂપ દૃષ્ટાંતને કહે છે–અગ્નિનો કણ પણ તૃણના સમૂહને પણ બાળે છે.
અગ્નિનો કણ પણ” એ સ્થળે “પણ” શબ્દનો અર્થ આ પ્રમાણે છે–જો અગ્નિનો કણ પણ તૃણના સમૂહને બાળે છે તો ઘણો અગ્નિ તૃણના સમૂહને પણ બાળે એમાં શી નવાઇ?
“સમૂહને પણ” બાળે છે એ સ્થળે “પણ” શબ્દનો અર્થ આ પ્રમાણે છે–જો સમૂહને પણ બાળે છે તો થોડા તૃણને બાળે એમાં તો શું કહેવું? (૪૭૩)
कथमित्याहअणुकूलपवणजोगा, ण तु तव्विरहम्मि सिद्धमेयं तु । भावो उ इहं अग्गी, आणा पवणो जहा भणिओ ॥४७४॥
'अनुकूलपवनयोगाद्' दाह्यतृणाभिमुखप्रवृत्तपवनसम्बन्धात्, न पुनस्तविरहे, सिद्धं प्रतीतमेतत् त्विदं पुनः । अथ दृष्टान्तयोजनामाह-भावः प्रायश्चित्तप्रतिपत्त्यादिपरिणामरूपः, तुः पादपूरणार्थः, इह दोषतृणदहनेऽग्निरनलः, आज्ञा पवनो यथा भणितो भावाग्निसाहाय्यकारी ॥४७४॥
કેવી રીતે બાળે છે? તે કહે છે
ગાથાર્થ–અગ્નિ અનુકૂળ પવનના યોગથી તૃણને બાળે છે, તેના અભાવમાં ન બાળે. આ વિગત પ્રસિદ્ધ જ છે. દોષ રૂપ તૃણને બાળવામાં પ્રાયશ્ચિત્ત સ્વીકારનો પરિણામ રૂપ ભાવ અગ્નિ છે. આજ્ઞા પવન છે. આ આજ્ઞારૂપ પવન ભાવ રૂપ અગ્નિને સહાય કરનારો છે એમ પૂર્વે (૪૭રમી ગાથામાં) કહ્યું છે.
ટીકાર્ય–અનુકૂળ પવનના યોગથી=બાળવા યોગ્ય તૃણની સન્મુખ પ્રવર્તેલા પવનના સંબંધથી. (૪૭૪).
नन्वाज्ञापवनयोबृंहदन्तरत्वात् कथं दृष्टान्तदाान्तिकभाव इत्याशङ्क्याहसा पुण महाणुभावा, तहवि य पवणाइरूप मो भणिया । . विवरीएसा समओदिया य तह बंधवुड्किरा ॥४७५॥