________________
ઉપદેશપદ : ભાગ-૨ પ્રયત્નપૂર્વક–ઘણા આદરથી. પરિશુદ્ધ=સર્વ અતિચારોનો ત્યાગ કરીને પરિશુદ્ધ પાળે.
અભિગ્રહનો વિષય પ્રાપ્ત ન થાય તો પણ ક્ષમા કરવા યોગ્ય મનુષ્ય વગેરે પ્રાપ્ત ન થાય તો પણ. અહીં ભાવાર્થ આ છે-કોઈ ગમે તેટલું પ્રતિકૂળ વર્તન કરે તો પણ ક્ષમા રાખવી-ગુસ્સો ન કરવો આવો અભિગ્રહ લીધા પછી કોઈપણ માણસ પ્રતિકૂળ વર્તન ન કરે તો ક્ષમા કરવા યોગ્ય મનુષ્ય વગેરેની પ્રાપ્તિ ન થઈ. જેના ઉપર ક્ષમા રાખવાની હોય તે અભિગ્રહનો વિષય છે. પ્રતિકૂળ વર્તન કરનાર ઉપર ક્ષમા રાખવાની હોય છે. આથી પ્રતિકૂળ વર્તન કરનાર અભિગ્રહનો વિષય છે.
તેવા પ્રકારના કર્મની=નિગ્રહ કરવાને માટે ઈષ્ટ ક્રોધ વગેરે કર્મની. અભિગ્રહનો વિષય પ્રાપ્ત ન થાય તો પણ નિગ્રહ કરવાને માટે ઈષ્ટ ક્રોધ વગેરે કર્મની ઘણી નિર્જરા થાય.
(આ શ્લોકમાં બે મુદા કહ્યા છે. શ્લોકના પૂર્વાર્ધમાં અભિગ્રહનું સારી રીતે પાલન કરવું એ મુદો કહ્યો છે. ઉત્તરાર્ધમાં અભિગ્રહનો વિષય પ્રાપ્ત ન થાય તો પણ ઘણી નિર્જરા થાય એ મુદો કહ્યો છે.) (૪૫૧).
एतदपि कुत इत्याहतस्संपायणभावो, अव्वोछिन्नो जओ हवति एवं । तत्तो य निजरा इह, किरियाइवि हंदि विन्नेया ॥४५२॥ 'तत्सम्पादनंभावो'ऽभिग्रहविषयस्यार्थस्य निष्पादनपिरणामो' ऽव्यवच्छिन्नो'ऽत्रुटितो यतो भवति एवमभिग्रहप्रतिपत्तौ एवमपि किमित्याह-तस्मादेवाव्यवच्छिन्नात् तत्सम्पादनपरिणामाद् । निर्जरेह प्रवचने जैने क्रियायामप्यभिग्रहगोचरार्थनिष्पादनेऽपि भवति, हंदीति पूर्ववत्, विज्ञेयाऽवबोद्धव्या। न हि क्रियामात्राद् भावशून्यात् किञ्चित् फलमस्ति, किंतु भावात् । यथोक्तम्-"क्रियाशून्यश्च यो भावो, भावशून्या च या क्रिया । तयोरन्तरमुन्नेयं, भानुखद्योतयोरिव ॥१॥ खद्योतकस्य यत्तेजस्तदल्पं च વિનાશિ ૪ . વિપત્તિનિર્વ માનવમગ્ર વિભાવ્યતા સારા" ૪૫ર /
અભિગ્રહનો વિષય પ્રાપ્ત ન થવા છતાં ઘણી નિર્જરા શા કારણથી થાય તે કહે છે
ગાથાર્થ-કારણ કે અભિગ્રહના સ્વીકારમાં અભિગ્રહને સિદ્ધ ( પૂર્ણ) કરવાનો પરિણામ તૂટ્યો નથી. અભિગ્રહનો વિષય સિદ્ધ (=પ્રાપ્ત) થાય તો પણ જૈન શાસનમાં અભિગ્રહને સિદ્ધ (=પૂર્ણ) કરવાના પરિણામથી નિર્જરા થાય..