________________
ઉપદેશપદ : ભાગ-૨ दयाद्' मिथ्यात्वमोहनीयकर्मविपाकात् । तथा हि-पीतमद्यो मदावेशात् किङ्करमपि राजीयति, राजानमपि किङ्करीयति, तथोदीर्णमिथ्यात्वो जीवः सद्भूतमपि वस्तु अतत्त्वरूपतया व्यवहरति, असद्भूतमपि तत्त्वतयेति । अत एव यदृच्छोपलम्भाद् भणितमिदं मिथ्यात्वं भावग्रहरूपं पारमार्थिकग्रहस्वभावम्, इतरग्रहेभ्यः पिशाचादिरूपेभ्योऽस्य महानर्थप्रसाधकत्वात् ।।४४७॥
ગાથાર્થ–મિથ્યાત્વમોહનીય કર્મના વિપાકથી મિથ્યાદૃષ્ટિનું જ્ઞાન ઉન્મત્તની જેમ માત્ર સ્વવિકલ્પોથી યુક્ત જાણવું. આથી જ મિથ્યાત્વને પારમાર્થિક પ્રહરૂપ કહ્યું છે.
ટીકાર્ય–ઉન્મત્ત=દારૂ પીવાના કારણે જેનું મન પરાધીન છે તેવો મનુષ્ય. જેવી રીતે જેણે દારૂ પીધું છે તેવો મનુષ્ય નશાના આવેશથી નોકરને પણ રાજા જેવો માને છે અને રાજાને પણ નોકર જેવો માને છે, તેમ મિથ્યાત્વના ઉદયવાળો જીવ સદ્ભૂત પણ વસ્તુ પ્રત્યે અતત્ત્વના જેવો વ્યવહાર કરે છે અને અસદ્ભૂત પણ વસ્તુ પ્રત્યે તત્ત્વના જેવો વ્યવહાર કરે છે. - મિથ્યાદૃષ્ટિનું જ્ઞાન માત્ર સ્વવિકલ્પોથી યુક્ત હોવાથી જ મિથ્યાત્વને પારમાર્થિક પ્રહરૂપ કહ્યું છે. કારણ કે પિશાચ વગેરે અન્ય ગ્રહથી આ મિથ્યાત્વરૂપ ગ્રહ મહાન અનર્થને કરે છે. (૪૪૭)
णाणस्स फलं विरती' पावे पुन्नम्मि तह पवित्तीओ । जोगत्तादिअणुगया' भावेण ण सा अओऽण्णाणं ॥४४८॥
'ज्ञानस्य' वस्तुबोधस्य 'फलं' कार्य विरतिरुपरमः । क्वेत्याह-'पापे' प्राणातिपातादिरूपे कुकृत्ये, 'पुण्ये' पवित्रे स्वाध्यायध्यानतपश्चरणादौ कृत्यविशेषे, तथेति समुच्चये, प्रवृत्तिस्तु प्रवर्त्तनमेव या सम्पद्यते सापि ज्ञानफलम्। कीदृशीत्याह-योग्यत्वाद्यनुगता' योग्यत्वेन योग्यतारूपेण, आदिशब्दाद् द्रव्यक्षेत्रकालभावत्वानुकूल्येन चानुगता सम्बद्धा। ततो 'भावेन' भावार्थरूपेण 'न' नैव 'सा' मिथ्यादृष्टेः पापे विरतिः, पुण्ये च प्रवृत्तिर्योग्यताद्यनुगता सम्पद्यते यतः करणात्, अतो ज्ञानमप्यज्ञानं तस्याशुद्धालाबुपात्रनिक्षिप्तदुग्धशर्करादिमधुरद्रव्याणामिव ज्ञानस्यापि तत्र मिथ्यात्वोदयाद् विपरीतभावापन्नत्वात्॥४४८॥
ગાથાર્થ-જ્ઞાનનું ફળ પાપથી વિરતિ અને પુણ્યમાં યોગ્યતાદિથી યુક્ત પ્રવૃત્તિ છે. મિથ્યાદષ્ટિને પરમાર્થથી તે પ્રાપ્ત થતી નથી. આથી તેનું જ્ઞાન અજ્ઞાન છે.
ટીકાર્થ-જ્ઞાનનું ફળ પાપથી=પ્રાણાતિપાત વગેરે કુકૃત્યથી વિરતિ અને પુણ્યમાં= સ્વાધ્યાય-ધ્યાન-તપશ્ચર્યા વગેરે વિશિષ્ટ કૃત્યમાં યોગ્યતાદિથી યુક્ત પ્રવૃત્તિ કરવી એ જ છે. પુણ્યમાં પ્રવૃત્તિ પણ જ્ઞાનનું ફળ છે.