________________
ઉપદેશપદ : ભાગ-૨
૬૯
ફરી પણ દૃષ્ટાંત મૂકવા દ્વારા આ જ અર્થને વિચારે છે–
ગાથાર્થ–જેવી રીતે વ્યાધિથી જેની આંખો દૂષિત થયેલી છે તેવો પુરુષ બરોબર જોઈ શક્તો નથી, તે જ પ્રમાણે મિથ્યાદષ્ટિ જીવ ઘણા સુખને પામતો નથી.
ટીકાર્થ–મોતીયો અને કમળો વગેરેથી જેની આંખો દૂષિત થયેલી છે તેવો પુરુષ સ્ત્રી-પુરુષ આદિના રૂપને બરોબર જોઈ શકતો નથી. તેવી જ રીતે સમ્યગ્બોધથી રહિત મિથ્યાદષ્ટિ જીવ ઉપસ્થિત થયેલા પણ ઘણા સુખને પામતો નથી.
[આંધળો માણસ સર્વશ્રેષ્ઠ રાજમહેલમાં રહેતો હોય, મખમલની પથારી, ગાલીચા, રેશમી વસ્ત્રો અને સ્ત્રી વગેરેનો ઉપભોગ કરે તો પણ નેત્રના અભાવમાં તે બધાના રૂપના દર્શનના અભાવમાં સંપૂર્ણ ઈચ્છાપૂર્તિ ન થતી હોવાથી (એટલે કે રૂપ જોવાની તીવ્ર ઈચ્છા પૂર્ણ ન થવાના કારણે મનમાં આકુળતા રહેતી હોવાથી) ઉપભોગજનિતસુખનો યથાર્થ અનુભવ કરી શકતો નથી. ઉપભોગ પણ એના માટે અનુપભોગ તુલ્ય થઈ જાય છે. એ જ રીતે રાજ્ય વગેરેના સુખનો ઉપભોગ થવા છતાં પણ મિથ્યાષ્ટિજીવને મિથ્યાત્વદોષ રૂપ અંધાપાના કારણે ઇચ્છાપૂર્તિ ન થતી હોવાથી તે બધું જ ભોગવવા છતાં પણ ન ભોગવ્યા જેવું થઈ જાય છે.] (પંન્યાસ શ્રી જયસુંદરગણિકૃત ઉપદેશ રહસ્યના ભાષાંતરમાંથી સાભાર ઉદ્દત). (૪૪૧)
कुत इति चेदुत्यतेअसदभिणिवेसवं सो, णिओगओ ता ण तत्तओ भोगो । सव्वत्थ तदुवघाया, विसघारियभोगतुल्लो त्ति ।।४४२॥
'असदभिनिवेशवान् वितथाभिनिविष्टः 'स'मिथ्यादृष्टिर्नियोगतो नियमेन, तत्तस्माद् न तत्त्वतो 'भोगः' स्त्र्यादिविषयवस्तुगोचरः, 'सर्वत्र' हेये उपादेये च वस्तुनि तदुपघातादसदभिनिवेशोपद्रवात् ।'विषघारितभोगतुल्यः' याशो हि विषविकारविह्वलीभूतचेतसः स्रक्चन्दनाङ्गनादिभोगस्तत्त्वतोऽभोग एव, एवं मिथ्यादृष्टेश्चक्रवर्त्यादिपदवीप्राप्तावपि विपर्यासवशाद् न कश्चिद् भोगः । इतिर्वाक्यपरिसमाप्तौ ॥४४२॥
મિથ્યાષ્ટિ શા કારણથી સુખને પામતો નથી એવું કોઈ પૂછે તો અમે કહીએ છીએ
ગાથાર્થ–તે નિયમ અસદ્ આગ્રહવાળો હોય છે. તેથી તેને પરમાર્થથી ભોગ ન હોય. સર્વત્ર અસ આગ્રહના ઉપદ્રવના કારણે તેનો ભોગ વિષવિકારથી વિદ્વલ બનેલા પુરુષના જેવો છે.