________________
૭૧
ઉપદેશપદ : ભાગ-૨ सर्वथाऽस्त्येवेति निर्विशेषणं वदति । एवं नास्तीत्यपि वाच्यम् । न चैवं वस्तुस्वरूपमस्ति, सर्वभावानां स्वरूपेण सत्त्वात् । असत्त्वमपि विवक्षितपर्यायापेक्षयैव, न पुनः सर्वानपि पर्यायानपेक्ष्य, पर्यायविशेषापेक्षयाऽसत्त्वविवक्षाकालेऽपिघटादेःसत्त्वाभ्युपगमात्।तथा, 'भवहेउ'त्ति भावप्रधानत्वेन निर्देशस्य, भवहेतुत्वात् संसारकारणत्वात् , मिथ्यात्वादीनां कर्मबन्धहेतूनां विपरीतज्ञानरूपत्वेन प्रवृत्तेः । तथा, यदृच्छया स्वेच्छारूपयोपलम्भात् सर्वभावानामवबोधात्, न पुनः सम्यग्दृष्टेरिव सर्वविद्वचनपारतन्त्र्यात् । तथा, ज्ञानफलाभावात् । ज्ञानस्य हि फलं विरतिः।सा च ज्ञानाऽभ्युपगमयतनासु सतीषु सम्पद्यते । मिथ्यादृष्टेस्तु विपर्यस्तबोधोपहतत्वेन ज्ञानस्यैव तावदसम्भवात् कुतोऽभ्युपगमयतना सम्भवः?न चस्वकार्यमकुर्वत् कारणं कारणतया विपश्चितो निश्चिन्वन्ति । पठन्ति चात्र"यदेवार्थक्रियाकारि तदेव परमार्थसत्" इति। ततस्तादृशस्य ज्ञानफलस्याभावाद् मिथ्यादृष्टेरुदीर्णमिथ्यात्वमोहस्य ज्ञानमपि शास्त्राभ्यासादिजन्यमज्ञानं बर्त्तते ॥४४४॥
પૂજ્ય જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે જે કહ્યું છે તેને જ જણાવે છે
ગાથાર્થ-સત્પદાર્થ અને અસત્પદાર્થની વિશેષતા ન સમજી શકવાથી, ભવનો હેતુ હોવાથી, પોતાની મતિ પ્રમાણે અર્થ કરવાથી, જ્ઞાનના ફલનો અભાવ હોવાથી મિથ્યાદષ્ટિનું જ્ઞાન પણ અજ્ઞાન છે.
ટીકાર્થ–સત્પદાર્થ-અસત્પદાર્થની વિશેષતા ન સમજી શકવાથી–મિથ્યાદષ્ટિજીવ જે વસ્તુ છે તેને કોઈ વિશેષતા(=કોઈ અપેક્ષા) વિના સર્વથા “સતું જ છે” એમ કહે છે. એ પ્રમાણે જે વસ્તુ નથી તેને પણ કોઈ વિશેષતા વિના સર્વથા “અસત્ જ છે એમ કહે છે. પણ વસ્તુનું સ્વરૂપ એ પ્રમાણે નથી. કારણ કે સર્વપદાર્થો સ્વરૂપથી સત્ છે. વસ્તુનું અસત્પણું (=અભાવ) પણ વિવક્ષિત પર્યાયની અપેક્ષાએ જ છે, નહિ કે બધા પર્યાયોની અપેક્ષાએ. કારણકે પર્યાયવિશેષની અપેક્ષાએ જ્યારે ઘટાદિના અસત્ત્વની વિવક્ષા કરવામાં આવે ત્યારે પણ ઘટાદિનું સત્ત્વ સ્વીકારવામાં આવે છે. | (જેમ ગાંડો માણસ ભાઈને ભાભી કહે, ભાભીને ભાઈ કહે, ભાઇને બહેન કહે, બહેનને ભાઈ કહે, તેમ મિથ્યાદષ્ટિ સને અસત્ કહે અને અસત્ સત્ કહે. કોણ સત્ છે? કોણ અસત્ છે? વગેરે વિશેષતાઓ સમજી શકતો નથી.
સર્વજ્ઞ ભગવંતો કહે છે કે દરેક વસ્તુ સત્ પણ છે અને અસત્ પણ છે. પ્રત્યેક વસ્તુ સ્વરૂપે સત્ છે, પરરૂપે અસત્ છે. ઘટ એ ઘટ છે, પટ નથી. આથી ઘટ ઘટરૂપે=સ્વરૂપે સત્ છે, પટ રૂપે=પરરૂપે અસત્ છે. અર્થાત્ ઘટ ઘટની અપેક્ષાએ સત્ છે અને પટ આદિ પર વસ્તુની અપેક્ષાએ અસત્ છે.