________________
૭૦
ઉપદેશપદ : ભાગ-૨ ટીકાર્થ-મિથ્યાદૃષ્ટિ જીવ અવશ્ય અસત્ આગ્રહવાળો હોય છે. તેથી તેનો વિષયોનું સાધન એવી સ્ત્રી વગેરે વસ્તુનો ભોગ પરમાર્થથી ભોગ નથી. હેય અને ઉપાદેય સર્વ વસ્તુમાં અસદ્ આગ્રહરૂપ ઉપદ્રવના કારણે તેનો ભોગ વિષવિકારથી વિહ્વલ બનેલા પુરુષના જેવો છે. વિષવિકારથી જેનું ચિત્ત વિદ્વલ બનેલું છે એવો પુરુષ માળા, ચંદન અને સ્ત્રી આદિનો ભોગ કરે તો તેનો એ ભોગ પરમાર્થથી અભોગ જ છે. એ પ્રમાણે મિથ્યાદષ્ટિ જીવને ચક્રવર્તી આદિનું પદ પ્રાપ્ત થવા છતાં વિપર્યાસના કારણે કોઈ ભોગ ન હોય, અર્થાત્ સુખ સુખરૂપે વેદાતું નથી. (૪૪૨)=
एतदेव भावयतिकत्थइ ण णाणमेयस्स भावओ तम्मि असइ भोगोवि । अंधलयतुल्लभोगो, पुव्वायरिया तहा चाहु ॥४४३॥ ‘ચિત્નીવાતી વસ્તુનિ “ર” નૈવ જ્ઞાનનેવવોથ ‘ત' મિથ્યાદશો ‘માવત' सम्यग्रूपतया वर्त्तते । ततस्तस्मिन् ज्ञानेऽसति भोगोऽपि स्त्र्यादिवस्तुविषयोऽन्धलकभोगतुल्यो यादृशोऽन्धपुरुषस्य प्रासादशय्यासनवनितादिभोगोऽनुपलब्धरूपतत्त्वस्य न परमार्थतो भोगतां बिभर्ति, मिथ्यादृशोऽपि तथा प्रस्तुतभोग इति । एतदेव दृढयन्नाह-पूर्वाचार्या जिनभद्रगणिक्षमाश्रमणपादास्तथा च तथैव यथैतद्वस्तु सिध्यति તથrsgવન્તઃ ૪જરૂા
આ જ વિષયને વિચારે છે–
ગાથાર્થ-મિથ્યાષ્ટિને જીવાદિ કોઈપણ વસ્તુનો સમ્યગ્બોધ હોતો જ નથી. તે ન હોવાના કારણે તેના ભોગો પણ અંધ પુરુષના ભોગતુલ્ય છે. પૂર્વાચાયોએ પણ તે પ્રમાણે કહ્યું છે.
ટીકાર્થ–જેણે મહેલ, શવ્યા, આસન અને સ્ત્રી વગેરેનું રૂપ જોયું નથી તેવો અંધ પુરુષ મહેલ આદિનો ભોગ કરે તો પણ પરમાર્થથી તેના એ ભોગો ભોગપણાને ધારણ કરતા નથી. તે પ્રમાણે મિથ્યાદૃષ્ટિના પણ પ્રસ્તુત મહેલ આદિના ભોગો પરમાર્થથી ભોગપણાને ધારણ કરતા નથી. પૂર્વાચાર્ય પૂજ્ય શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે પણ આ વિષય જે રીતે સિદ્ધ થાય તે રીતે જ કહ્યું છે. (૪૪૩)
उक्तमेव दर्शयतिसदसदविसेसणाओ, भवहेउजहिच्छिओवलंभाओ । णाणफलाभावाओ, मिच्छद्दिट्ठिस्स अन्नाणं ॥४४४॥ सदसतोरविशेषणाद् मिथ्यादृष्टेरज्ञानमित्युत्तरेण योगः । मिथ्यादृष्टिर्हि यदस्ति तत्