________________
૬૮
ઉપદેશપદ : ભાગ-૨ हः स्फुटं, सौख्यं वर्तते ।कस्येत्याह-'मिथ्यात्वमोहितमतेः 'दृढविपर्यासपिशाचाभिभूतचेतसो जीवस्य । दृष्टान्तमाह-यथा रौद्रव्याधिगृहीतस्य'दुःसाधव्याधिबाधाविधुरशरीरस्य कस्यचिद् औषधादपि तद्भावे' सौख्यभावे न तत्त्वतः सुखम् । तथा हि स्वभावतस्तावत् तस्य न सौख्यमस्ति, यदि परमौषधात् । परं तत्राप्यत्यन्तदारुणरोगेणानवरतं तुद्यमानमर्मणो बाह्य एव सुखलाभः । यथा हि शरत्काले कठोरतरतरणिकिरणनिकरण तापितेष्वपि महादेषु बहिरेवोष्णानि जलानि, मध्ये पुनरत्यन्तशीतलभावभाञ्जि भवन्ति, एवं सक्रियायोगाद् बाह्यसौख्ययोगेऽप्यत्यन्तमिथ्यात्वोपप्लुतत्वाद् दुःखमेव ॥४४०॥
ગાથાર્થ–જેવી રીતે રૌદ્રવ્યાધિથી ગ્રહણ કરાયેલા જીવને ઔષધથી પણ સુખ થવા છતાં પરમાર્થથી સુખ નથી, તેમ મિથ્યાત્વથી મોહિતમતિવાળા જીવનું રૈવેયકાદિનું સુખ પણ પરમાર્થથી સુખ નથી.
ટીકાર્થ–મિથ્યાત્વથી મોહિતમતિ એટલે દઢ વિપર્યાસરૂપ પિશાચથી જેનું ચિત્ત પરાભવ પામેલું છે તેવો જીવ.
કષ્ટ સાધ્ય વ્યાધિની પીડાથી જેનું શરીર વિઠ્ઠલ બની રહ્યું છે તે જીવને કોઈક ઔષધથી પણ સુખ થાય એવું બને. પણ તેવું સુખ તત્ત્વથી સુખ નથી. એ સુખ સ્વભાવથી (=સ્વાભાવિક રીતે) થયેલું નથી, કિંતુ ઔષધથી થયેલું છે. (રોગ દૂર થાય અને જે સુખ થાય તે સ્વાભાવિક સુખ છે.) આવા સુખમાં પણ તેનું અંતર અત્યંત ભયંકર રોગના કારણે સદા પીડાઈ રહ્યું હોય છે. આથી તેને થયેલો સુખલાભ બાહ્ય જ છે. જેવી રીતે શરદઋતુના કાળમાં સૂર્યના અતિશય પ્રચંડ કિરણો મોટા સરોવરોને તપાવી દે છે. આમ છતાં તે સરોવરોમાં પાણી બહારથી જ ઉષ્ણ હોય છે, પણ અંદરમાં તો અત્યંત શીતલ હોય છે. તેવી રીતે પ્રસ્તુતમાં સક્રિયાના યોગથી સુખનો બાહ્ય સંબંધ થવા છતાં તે જીવ ગાઢ મિથ્યાત્વ રૂપ ઉપદ્રવથી યુક્ત હોવાથી તેને દુઃખ જ હોય છે. (૪૪૦)
पुनरपि दृष्टान्तोपन्यासेनामुमेवार्थ भावयतिजह चेवोवहयणयणो, सम्म एवं ण पासई पुरिसो । तह चेव मिच्छदिट्ठी, विउलं सोक्खं न पावेइ ॥४४१॥
यथाचैवेति दृष्टान्तार्थः । उपहतनयनः'काचकामलादिदोषोपप्लुतलोचनः सम्यग्' यथावद् रूपं स्त्रीपुरुषादिलक्षणं न पश्यति' न वीक्षते 'पुरुषः' प्रमत्तो जीवः । तथा चैवेति दाष्टान्तिकोऽर्थः। मिथ्यादृष्टिरुपहतसम्यग्बोधो "विपुलं' बहु समुपस्थितमपि सौख्यं न प्राप्नोति ॥४४१॥