________________
ઉપદેશપદ : ભાગ-૨ દરેક વસ્તુ સ્વ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની અપેક્ષાએ સત્—વિદ્યમાન છે. પર દ્રવ્ય-ક્ષેત્રકાળ-ભાવની અપેક્ષાએ અસ=અવિદ્યમાન છે. ઘડાના દષ્ટાંતથી આ વિષયને વિચારીએ. દ્રવ્ય-કૃતિકારૂપ સ્વદ્રવ્યની અપેક્ષાએ સત, સૂતરરૂપ પરદ્રવ્યની અપેક્ષાએ અસત્. ક્ષેત્ર-અમદાવાદ રૂપ સ્વક્ષેત્રની અપેક્ષાએ સત્. (અમદાવાદમાં બન્યો છે અથવા વિદ્યમાન છે એ દૃષ્ટિએ) ક્ષેત્ર-મુંબઈ રૂપ પરક્ષેત્રની અપેક્ષાએ અસત્ . કાળ-શિયાળારૂપ સ્વકાલની અપેક્ષાએ સત્. (શિયાળામાં બન્યો છે અથવા વિદ્યમાન છે એ દૃષ્ટિએ) ઉનાળા રૂપ પરકાલની અપેક્ષાએ અસત્ .. ભાવ-લાલરંગ રૂપ સ્વભાવની-સ્વપર્યાયની અપેક્ષાએ સત્. (લાલ ઘડો છે માટે) કૃષ્ણરંગ રૂપ પરભાવની-પરપર્યાયની અપેક્ષાએ અસત્,
એ પ્રમાણે દરેક વસ્તુમાં સત્વ-અસત્ત્વ, નિત્યત્વ-અનિત્યત્વ, સામાન્ય-વિશેષ વગેરે ધર્મો હોવા છતાં મિથ્યાષ્ટિ અમુક વસ્તુ સત્ જ છે, અમુક વસ્તુ અસત્ જ છે, અમુક વસ્તુ નિત્ય જ છે, અમુક વસ્તુ અનિત્ય જ છે, અમુક વસ્તુ સામાન્ય જ છે, અમુક વસ્તુ વિશેષ જ છે, એમ એકાંત રૂપે એક ધર્મનો સ્વીકાર કરી અન્ય ધર્મોનો અસ્વીકાર કરે છે. આથી તેનું જ્ઞાન અજ્ઞાનસ્વરૂપ છે.)
ભવનો હેતુ હોવાથી–મિથ્યાષ્ટિનું જ્ઞાન સંસારનું કારણ બને છે. કારણ કે તેનામાં મિથ્યાત્વ વગેરે કર્મબંધ હેતુઓ વિપરીતજ્ઞાન રૂપે પ્રવર્તે છે. (અહીં તાત્પર્યાર્થ આ પ્રમાણે છે- વિપરીત જ્ઞાન એટલે મિથ્યાજ્ઞાન. કર્મબંધ થાય તેવી પ્રવૃત્તિ થાય ત્યારે જો વિપરીત જ્ઞાન હોય તો એ પ્રવૃત્તિ સંસારનું કારણ બને, અને જો સમ્યજ્ઞાન હોય તો એ પ્રવૃત્તિ સંસારનું કારણ ન બને. આ ભેદ બતાવવા અહીં કહ્યું કે તેનામાં મિથ્યાજ્ઞાન વગેરે કર્મબંધ હેતુઓ વિપરીત જ્ઞાનરૂપે પ્રવર્તે છે.)
પોતાની મતિ પ્રમાણે અર્થ કરવાથી–મિથ્યાષ્ટિ સર્વપદાર્થોનો અર્થ પોતાની મતિ પ્રમાણે કરે છે. તે સમ્યગ્દષ્ટિની જેમ સર્વજ્ઞવચનને આધીન બનતો નથી, અર્થાત્ સર્વજ્ઞ વચન પ્રમાણે પદાર્થોનો અર્થ કરતો નથી.
જ્ઞાનસલનો અભાવ હોવાથી–જ્ઞાનનું ફલ વિરતિ છે. વિરતિ જ્ઞાન-સ્વીકાર-ચતના હોય તો પ્રાપ્ત થાય છે. મિથ્યાદૃષ્ટિનું જ્ઞાન વિપરીત બોધથી દૂષિત થયેલું હોવાથી પહેલાં તો મિથ્યાષ્ટિને જ્ઞાન જ હોતુ નથી. જો જ્ઞાન જ ન હોય તો સ્વીકાર અને યતના કેવી રીતે હોય? જે કારણ પોતાનું કાર્ય ન કરે તે કારણ પરમાર્થથી કારણ જ નથી એમ વિદ્વાનોનો નિશ્ચય છે.