________________
ઉપદેશપદ : ભાગ-૨
૫૭ હેતુ અશુદ્ધ હોવાથી ભૌતિક સુખ હેતુથી અશુદ્ધ થાય છે. ઉપશમસુખ મોહનીયકર્મના ક્ષયોપશમાદિથી પ્રાપ્ત થાય છે. ક્ષાયોપથમિક વગેરે ભાવો શુદ્ધ છે. માટે હેતુ શુદ્ધ હોવાથી ઉપશમસુખ હેતુથી શુદ્ધ છે. (૨) ભૌતિકસુખ ચિંતા-સંતાપ વગેરેથી યુક્ત હોય છે. માટે ભૌતિક સુખ સ્વરૂપથી અશુદ્ધ છે. ઉપશમસુખ ચિંતા-સંતાપ આદિથી રહિત હોવાથી સ્વરૂપથી શુદ્ધ છે. ભૌતિક સુખનું ફળ દુઃખ હોવાથી ભૌતિકસુખ ફળથી અશુદ્ધ છે. ઉપશમસુખનું ફળ મુક્તિ હોવાથી ઉપશમસુખ ફળથી શુદ્ધ છે. માટે અહીં કહ્યું કે “હેતુ, સ્વરૂપ અને ફળથી શુદ્ધ એવું સુખ છે.”).
આવા માર્ગમાં આવેલો ભવ્યવિશેષ માર્ગપતિત કહેવાય છે. જે આવા માર્ગની દિશામાં આવેલો હોય કે માર્ગની સન્મુખ થયેલો હોય તે માર્ગાભિમુખ કહેવાય છે. આ બંને અંતિમ યથાપ્રવૃત્તિકરણ ભાવમાં રહેલા જ જાણવા.
અપુનબંધક વગેરે અવસ્થાના સમયને વચનરૂપ ઔષધના પ્રયોગ માટે યોગ્યકાળ કહ્યો છે એ કથન વ્યવહારનયથી છે. (૪૩૨)
निच्छयओ पुण एसो, विन्नेओ गंठिभेयकालो उ । एयम्मी विहिसतिवालणाइ आरोग्गमेयाओ ॥४३३॥
"निश्चयतो' निश्चयनयमतेन 'पुनरेष' वचनौषधप्रयोगकालो विज्ञेयः । क इत्याहग्रन्थिभेदकालस्तु ग्रन्थिभेदकाल एव, यस्मिन् कालेऽपूर्वकरणानिवृत्तिकरणाभ्यां ग्रन्थिभिन्नो भवति तस्मिन्नेवेत्यर्थः । कुतो यत एतस्मिन् 'ग्रन्थिभेदे' सति विधिनावस्थोचितकृत्यकरणलक्षणेन 'सदा' सर्वकालं या पालना वचनौषधस्य तया कृत्वा 'आरोग्यं' संसारव्याधिनिरोधलक्षणमेतस्माद् वचनौषधप्रयोगाद् भवति । अपुनर्बन्धकप्रभृतिषु वचनप्रयोगः क्रियमाणोऽपि न तथा सूक्ष्मबोधविधायकः, अनाभोगबहुलत्वात्तत्कालस्य । भिन्नग्रन्थ्यादयस्तु व्यावृत्तमोहत्वेनातिनिपुणबुद्धितया तेषु तेषु कृत्येषु प्रवर्त्तमानास्तत्तत्कर्मव्याधिसमुच्छेदका जायन्त इति ॥४३३॥
ગાથાર્થ–નિશ્ચયનયના મતે ગ્રંથિભેદ કાળને જ વચન રૂપ ઔષધના પ્રયોગનો કાળ જાણવો. ગ્રંથિભેદ થયે છતે સદા વિધિથી વચન રૂ૫ ઔષધનું પાલન થવાના કારણે વચનરૂપ ઔષધથી આરોગ્ય થાય.
ટીકાર્ય-ગ્રંથિભેદકાળ- જે કાળે અપૂર્વકરણ–અનિવૃત્તિકરણથી ગ્રંથિ ભેદાણી હોય તે ગ્રંથિભેદ કાળ છે, અર્થાત્ જે કાળે સમ્યગ્દર્શન વિદ્યમાન હોય તે ગ્રંથિભેદકાળ છે. ગ્રંથિભેદકાળ જિનવચન રૂપ ઔષધને આપવાનો યોગ્ય કાળ છે. કારણ કે સમ્યગ્દર્શન હોય ત્યારે જીવ સર્વકાળે અવસ્થાને ઉચિત કાર્ય કરવા રૂપ વિધિથી વચનરૂપ ઔષધનું પાલન કરે છે. એના કારણે વચનરૂપ ઔષધના પ્રયોગથી સંસારવ્યાધિના નાશ રૂપ આરોગ્યની પ્રાપ્તિ થાય છે.