________________
ઉપદેશપદ : ભાગ-૨
સમ્યગ્દષ્ટિની માન્યતા સમ્યગ્દષ્ટિ જીવ આ પ્રમાણે માને છે–
(૧) જે કાર્ય હોય તે કાર્ય અનુરૂપ કારણથી ઉત્પન્ન થાય. જેમકે તંદુલ, ઘઉં વગેરે ધાન્યવિશેષ. પ્રસ્તુતમાં આ લોકમાં થનારાં હર્ષ-વિષાદ વગેરે કાર્યો છે. એ કાર્યોને અનુરૂપ જે કારણ છે તે પૂર્વભવનું ચૈતન્ય છે. આ પ્રમાણે પરલોકની સિદ્ધિ થાય છે.
(૨) તથા જિનો છે. કારણ કે જિનોને સિદ્ધ કરનાર પ્રમાણ છે, અને એ પ્રમાણ બાધદોષથી રહિત છે. તે આ પ્રમાણે–જે પદાર્થો જે કારણથી દેશથી (=અલ્પાંશથી) ક્ષય પામતા જોવામાં આવે છે, તે પદાર્થો પ્રકર્ષને પામેલાં (=પ્રબળ બનેલાં) તે કારણોથી સંપૂર્ણ ક્ષય પામેલા પણ જોવામાં આવે છે. જેમ કે ચિકિત્સાથી દેશથી રોગનો ક્ષય થાય છે તો દીર્ઘકાળ સુધી કરેલી ચિકિત્સાથી સંપૂર્ણ રોગનો ક્ષય થાય છે. પવનથી વાદળાં થોડા હટે છે તો પ્રબળ પવનથી વાદળાં સર્વથા હટી જાય છે. પ્રસ્તુતમાં કોઇક જીવમાં પ્રતિપક્ષ ભાવનાથી રાગાદિદોષો દેશથી ક્ષય પામતા જોવામાં આવે છે. આથી પ્રકૃષ્ટ પ્રતિપક્ષભાવનાથી તે દોષોનો કયારેક સંપૂર્ણ ક્ષય સંભવે જ છે. જેમના સર્વદોષો સંપૂર્ણપણે ક્ષીણ થઈ ગયા છે તે જ જિનો છે. કેવળ વર્તમાન કાળનું જ જોવાની શક્તિવાળા પુરુષોએ જિનો દેખાતા નથી એટલા માત્રથી તેમના અભાવની કલ્પના ન કરવી જોઈએ. કેમકે ન દેખાવા છતાં પાતાળમાં (=પૃથ્વીના પેટાળમાં રહેલા મૂળિયું અને ખીલો વગેરે ઘણા પદાર્થોનો સદ્ભાવ છે.
(૩) ધર્મ પણ છે. ગાથામાં રહેલો ધર્મશબ્દ ઉપલક્ષણ હોવાથી પાપનું પણ ગ્રહણ કરવું. એથી પુણ્ય-પાપ છે એવો અર્થ થાય. જો પુણ્ય-પાપ ન હોય તો સમાન પ્રયત્ન કરનારા બે પુરુષોની ફલસિદ્ધિમાં સર્વલોક પ્રસિદ્ધ ભેદ કેવી રીતે દેખાય? અર્થાત્ ન દેખાય. કહ્યું છે કે–તુલ્ય પ્રતાપ-ઉદ્યમ-સાહસવાળા મનુષ્યોમાં કેટલાક પોતાના કાર્યની સિદ્ધિને પામે છે અને બીજાઓ પોતાના કાર્યની સિદ્ધિને પામતા નથી. અહીં કર્મને છોડીને બીજો કોઈપણ હેતુ હોય તો મને કહો.”
(૧) જીવોના શરીરનો આકાર-વર્ણ-ગંધ અને તેજ ભિન્ન ભિન્ન હોય છે. જીવો ભિન્ન-ભિન્ન જાતિમાં ઉત્પન્ન થાય છે. આમ વિશ્વમાં જીવો વિવિધ પ્રકારના હોય છે. પૂર્વના કર્મને છોડીને બીજો કોણ જીવોને વિવિધ પ્રકારના કરે છે?
ગર્ભમાં કલલ ભાવ વગેરે ઘણા પ્રકારે વિકાસ કરીને અને નવ મહિના સુધી મોટો કરીને જીવને પૂર્વના કર્મ છોડીને બીજો કોણ માતાના ગર્ભમાંથી બહાર કાઢે છે?
(૪) શીલ વણપીડાને સહન કરવા સમાન છે એમ જે કહ્યું તે પણ બરોબર નથી. કારણ કે જીવ વ્રણપીડાનો પ્રતિકાર કરવામાં તેવા પ્રકારના રાગ-દ્વેષ વિના પ્રવર્તે છે અને