________________
ઉપદેશપદ : ભાગ-૨
બસ્તિનિરોધના પ્રતીકારનું મુખ્ય કારણ સંસારનું મૂલ એવો તીવ્ર કામરાગ છે. આથી બસ્તિનિરોધનો પ્રતિકાર અત્યંત દુરાચાર હોવાથી તે બેના પ્રતિકારમાં જરા પણ સમાનતા નથી. ઋષિઓએ કહ્યું છે કે-“અબ્રહ્મચર્ય પાપનું મૂળ છે, (એથી પરલોકમાં વિવિધ કષ્ટોનું કારણ છે, અને આ લોકમાં હિંસા અસત્ય ચોરી વગેરે) મોટા દોષોનો ભંડાર છે. આથી નિન્ય મુનિઓ મૈથુનના સંસર્ગનો (સ્ત્રીઓનો પરિચય કરવો વગેરે સંબંધનો પણ) ત્યાગ કરે છે.” [દશ. વૈ.૬-૧૭]
(૫) વળી આઠમી નરકપૃથ્વી નથી એમ જે કહ્યું તે પણ શઠતા ભરેલું વચન જ છે. સંસારને અસાર ન માનનાર જ આ પ્રમાણે કહે. સંસારભીરુ જીવો કોઇપણ એક નરકપૃથ્વીના દુઃખની પણ અનુમતિ આપતા નથી, તો પછી સર્વ પૃથ્વીઓમાં થનારા દુઃખની અનુમતિ કેમ આપે?
(૬) વળી–મીમાંસકો જે વચનાપૌરુષેયત્વની ઉદ્ઘોષણા કરે છે તે પણ બુદ્ધિશાળીઓને ઈષ્ટ નથી જ. તે આ પ્રમાણે–જે કહેવાય તે વચન. આથી વચન પુરુષના વ્યાપારને અનુસરનારું છે, અર્થાત્ કહેનાર કોઈ પુરુષ હોય તો જ વચન હોય. આથી કહેનાર પુરુષની ક્રિયાના અભાવમાં વચનની ઉત્પત્તિ કેવી રીતે થાય? અર્થાત્ ન થાય. એકલું ( કહેનાર પુરુષની ક્રિયા વિના) વચન ક્યાંય સાંભળવામાં આવતું નથી. કદાચ કયાંક એકલું વચન સાંભળવામાં આવે તો પણ અદષ્ટ વક્તાની શંકા દૂર થતી નથી, અર્થાત્ અહીં કોઈ વક્તા હોવો જોઈએ એવી શંકા રહે છે.
(૭) જગતનું કારણ ઈશ્વર છે એમ માનનારાઓ જગતના કર્તા ઇશ્વર છે એમ જે કહે છે તે પણ અનુચિત જ છે. બીજાઓ ઈશ્વરને જન્મથી રહિત કહ્યું છે. જન્મરહિત પુરુષથી કોઈ કાર્ય ઉત્પન્ન ન થાય. કહ્યું છે કે-“ઇશ્વર જન્મથી રહિત હોવાથી જીવોની ઉત્પત્તિનું કારણ નથી. જો જન્મથી રહિત પણ ઈશ્વર ઉત્પત્તિનું કારણ હોય તો આકાશકમળની જેમ બધુંય એકી સાથે ઉત્પન્ન થાય.” (૪૩૬)
इत्थमकालं कालं च वचनौषधप्रयोगस्य प्रतिपाद्य दृष्टान्ततयोपन्यस्तं सदौषधमधिकृत्य कालमुपदिशन्नाह
दोसावेक्खा चेवं, सम्म कालो सदोसहगओवि ।
कुसलेहिं मुणेयव्यो, सइ वेजगसत्थनीईए ॥४३७॥ ૧. વચનો (=વેદ રૂપ વચનો) કોઈ પુરુષ રચ્ય નથી, નિત્ય છે, એમ મીમાંસકો માને છે. તેમનું કહેવું
છે કે-“અરક્રિયામાં સાક્ષાત્ કષ્ટા વિદ્યતે | નિત્યેગો વેવાણો યથાર્થવિનિયઃ || “અતીન્દ્રિય પદાર્થોનો કોઈ સાક્ષાત્ દણ નથી. આથી જ નિત્ય વેદવાક્યોથી જ અતીન્દ્રિય પદાર્થોની યથાર્થતાનો નિશ્ચય થાય છે.”