________________
ઉપદેશપદ : ભાગ-૨
૫૫
અચરમપુદ્ગલપરાવર્તોનો (=ચરમપુદ્ગલપરાવર્ત સિવાયના બધા જ પુદ્ગલપરાવર્તોનો) કાળ વચનરૂપ ઔષધના ઉપયોગમાં અકાળ છે.
ભાવાર્થ—અચરમાવર્તકાળમાં જીવને જિનવચનની કોઇ અસર ન થાય. અચરમાવર્તકાળમાં રહેલો જીવ ગમે તેટલી વાર જિનવચન સાંભળે તો પણ તેના હૈયામાં તેની અસર ન થાય—જિનવચનને ન માને. આથી અચરમાવર્ત કાળ આજ્ઞાયોગ માટે અયોગ્ય કાળ છે.
ચરમાવર્ત(=ચરમપુદ્ગલપરાવર્ત) કાળ જિનવચન રૂપ ઔષધના ઉપયોગ માટે કાળ (=યોગ્ય કાળ) થાય જ એવો નિયમ નહિ, થાય પણ ખરો. ચ૨માવર્તમાં જ્યારે તથાભવ્યત્વના પરિપાકથી બીજાધાન, અંકુરનો ઉદ્ભવ, અંકુરાદિનું પોષણ વગેરે થઇ રહ્યું હોય ત્યારે કાળ થાય, અર્થાત્ ત્યારે યોગ્ય કાળ છે.
(જેવી રીતે વૃષ્ટિ સારી થવા છતાં બીજ વાવ્યા વિના ધાન્યની ઉત્પત્તિ થતી નથી, તેવી રીતે આત્મામાં ધર્મબીજ વાવ્યા વિના સારા કાળમાં પણ ધર્મરૂપ ધાન્યની ઉત્પત્તિ થતી નથી, એમ આ જ ગ્રંથમાં ૨૪૪મી ગાથામાં જણાવ્યું છે. ધર્મબીજ વાવ્યા પછી તેમાંથી અંકુરનો ઉદ્ભવ વગેરે થાય છે. ધર્મબીજોનું વર્ણન યોગદૃષ્ટિ સમુચ્ચય ગાથા-૨૩ વગેરેમાં કર્યું છે. અંકુર વગેરેનું વર્ણન અધ્યાત્મસાર (ગાથા-૨૧ વગેરે) અને વિંશતિ વિંશિકા વગેરે ગ્રંથોમાં જણાવ્યું છે. બીજાધાન વગે૨ે તથાભવ્યત્વના પરિપાક વિના થતું નથી. માટે અહીં તથાભવ્યત્વના પરિપાકથી એમ કહ્યું છે. ભવ્યત્વ એટલે મોક્ષ પામવાની લાયંકાત. દરેક જીવની ભિન્ન-ભિન્ન રીતે મોક્ષ પામવાની લાયકાત તે તથાભવ્યત્વ. તથાભવ્યત્વ લોન્મુખ બને એટલે કે કાર્યસિદ્ધિમાં તત્પર બને એ અવસ્થાને તથાભવ્યત્વનો પરિપાક કહેવામાં આવે છે. તથાભવ્યત્વનો પરિપાક ચરમાવર્તમાં જ થાય. તથાભવ્યત્વનો પરિપાક કરવાનાં સાધનો ચાર શરણ સ્વીકાર વગેરે છે. આ સાધનો પંચસૂત્રમાં પહેલા સૂત્રમાં જણાવ્યાં છે.)
અપુનર્બંધક-માર્ગાભિમુખ-માર્ગપતિતની વ્યાખ્યા
ચરમાવર્તમાં જ્યારે તથાભવ્યત્વના પરિપાકથી બીજાધાન, અંકુરનો ઉદ્ભવ, અંકુર વગેરેનું પોષણ થઇ રહ્યું હોય ત્યારે જિનવચન રૂપ ઔષધના પ્રદાન માટે યોગ્ય કાળ છે. માટે અહીં કહે છે કે—અપુનર્બંધક વગેરે અવસ્થાના સમયને યોગ્ય કાળ કહ્યો છે. અહીં વગેરે શબ્દથી માર્ગાભિમુખ અને માર્ગપતિતને ગ્રહણ કરવા. અપુનર્બંધકનાં લક્ષણો આ પ્રમાણે છે—જે જીવ તીવ્ર ભાવથી (=ગાઢ સંક્લિષ્ટ પરિણામથી) પાપ ન કરે, સંસારનું બહુમાન ન કરે, અને સર્વ સ્થળે ઉચિત સ્થિતિનું પાલન કરે તે અપુનબંધક છે. અપુનર્બંધક જીવ ગ્રંથિ દેશે આવેલો હોય છે અને જ્યાં સુધી સંસારમાં હોય ત્યાં સુધી આયુષ્ય સિવાય સાત