________________
ઉપદેશપદ : ભાગ-૨
નિપુણબુદ્ધિથી વિચારવું—તર્ક-વિર્તક કરીને સારી રીતે વિચારવું. (૪૩૦)
एतदेव भावयति
होंति अकालपयोगो, निरत्थगो तहवगारपरओ य । हंदि हु सदोसहस्सवि, नियमा लोगेवि सिद्धमिणं ॥ ४३१ ॥
૫૩
भवत्यकालप्रयोगोऽभिनवज्वरादावौषधप्रदानलक्षणो 'निरर्थको' विवक्षितव्याध्युपशमं प्रत्यकिञ्चित्करः । तथेति समुच्चयाक्षेपे ' अपकारपरक ः ' रोगोत्कोपकारितया समधिकबाधाविधायकः । च समुच्चये । हंदीति पूर्ववत् । हुर्यस्मात् 'सदौषधस्यापि ' व्याधिनिवृत्तिं प्रत्यवन्ध्यशक्तितया सतः सुन्दरस्याप्यौषधस्य 'नियमाद्' निश्चयेन लोकेऽपि न केवलमायुर्वेदशास्त्रेषु प्रसिद्धं प्रतीतमिदमनन्तरोक्तमिति ॥४३१॥ આ જ વિષયને વિચારે છે–
ગાથાર્થ– સદ્ ઔષધનો પણ અકાળે પ્રયોગ નિયમા નિરર્થક છે તથા અપકાર કરે છે. લોકમાં પણ આ પ્રસિદ્ધ છે.
ટીકાર્થ—ઔષધનો પ્રયોગ એટલે ઔષધ આપવું. નવા તાવ વગેરેમાં ઔષધ આપવું એ અકાળ પ્રયોગ છે. સદ્ એટલે સુંદર. જે ઔષધ વ્યાધિનો નાશ ક૨વા માટે અવંધ્ય શક્તિવાળું હોય તે સુંદર ઔષધ છે. સુંદર પણ ઔષધ અકાળે આપવામાં આવે તો એ ઔષધ વિવક્ષિત વ્યાધિની શાંતિ કરવા માટે અસમર્થ બને છે, એટલું જ નહિ, રોગનો પ્રકોપ કરવાના કારણે અધિક પીડા કરે છે, એથી ઉપકાર કરવાના બદલે અપકાર કરે છે. આ બાબત કેવળ આયુર્વેદમાં જ પ્રસિદ્ધ છે એવું નથી, કિંતુ લોકમાં પણ પ્રસિદ્ધ છે.
अथ दान्तिकतयोपन्यस्तस्य संसाररोगिषु वचनौषधप्रयोगस्याकालं च निर्द्दिशन् घणेत्यादिगाथाद्वयमाह -
घणमिच्छत्तो कालो, एत्थ अकालो उ होति नायव्वो । कालो य अपुणबंधगपभिती धीरेहिं निद्दिट्ठो ॥४३२ ॥
૧. ગાથામાં રહેલા હૈં અવ્યયનો ટીકામાં ચસ્માત્ અર્થ કર્યો છે. તેનો અન્વય આ પ્રમાણે છે— ઔષધનું દૃષ્ટાંત અસમય પ્રયોગ અને સમયપ્રયોગને આશ્રયીને વિચારવું જોઇએ. કારણ કે સઔષધનો પણ અકાળે પ્રયોગ નિયમા નિરર્થક અને અપકારક બને છે. એટલે જો અકાળ પ્રયોગનો અને કાળ પ્રયોગનો વિચાર કર્યા વિના ઔષધ આપવામાં આવે તો લાભના બદલે નુકશાન થાય. માટે ઔષધના કાળ પ્રયોગનો અને અકાળ પ્રયોગનો વિચાર કરવો જોઇએ.