________________
૫૧
ઉપદેશપદ : ભાગ-૨
પછી શિથિલ આચારના કારણે ઉપાર્જિત કુકર્મનો નાશ કરીને કૌશાંબી નગરીમાં બ્રાહ્મણપુત્ર થયો. ત્યાં તે ચૌદ વિદ્યાસ્થાનોનો પારગામી હોવા છતાં રાજભવન વગેરે મહાજન સ્થાનોમાં કયાંય પણ તેને ગૌરવ ન મળ્યું. તેથી તેણે વિચાર્યું કે હું નિરપરાધી હોવા છતાં લોકો વડે આ પ્રમાણે જ તિરસ્કૃત કેમ કરાયો? આ સમય દરમિયાન કોઈ તીર્થકર ભગવંતનું ત્યાં સમવસરણ રચાયું. તેણે ધર્મ સાંભળ્યો. પછી દીક્ષા લીધી. (૪૨૫)
દીક્ષા લીધા પછી તેણે તીર્થંકરને પૂછ્યું : હે ભગવન્! કયા કારણે હું તિરસ્કૃત થયો? ભગવાને શિથિલાચાર રૂપ કારણ જણાવ્યું. તેને પરમસંવેગ થયો. તેથી તે સાધુના બધા આચારોમાં ઉપયોગ પૂર્વક પ્રવૃત્તિ કરનારો થયો. એકવાર છે તેની ઉપયોગ પૂર્વક પ્રવૃત્તિની પ્રશંસા કરી. તેથી ઇંદ્રવચનની શ્રદ્ધા ન કરતા એક દેવે હાથીનું રૂપ કરીને તેની ઈર્યાસમિતિની પરીક્ષા કરવાનું શરૂ કર્યું. (૪૨૬).
દેવે કેવી રીતે પરીક્ષા કરી તે કહે છે
દવે મુનિના જવાના માર્ગમાં કીડીઓ વિકુર્તી) માર્ગમાં ફરી રહેલી કીડીઓનું રક્ષણ કરવામાં ચિત્તવાળા મુનિને હાથીએ ઊંચે ઉછાળીને નીચે ફેંક્યા. તેથી મુનિ ભૂમિ ઉપર પડ્યા. કીડીઓનું રક્ષણ કરવાના જ પરિણામવાળા મુનિએ જોયું કે સ્વકાયાથી કીડીઓનો નાશ થઈ રહ્યો છે. કીડીઓની રક્ષા કરવી અશક્ય છે. આથી સ્વજીવનથી નિરપેક્ષ બનેલા તે મુનિ ફરી ફરી મિચ્છા મિ દુક્કડ આપવા લાગ્યા. આના કારણે તેમનામાં સંવેગની વૃદ્ધિ થઈ. સંવેગના કારણે તેમની નરક-તિર્યંચગતિ રૂપ બે ગતિનો નાશ થયો, અર્થાત્ નરક-તિર્યંચગતિની પ્રાપ્તિ કરાવનારા કર્મના અનુબંધનો વિચ્છેદ થયો. (૪૨૭)
સૌધર્મ દેવલોક વગેરેમાં ઉત્પન્ન થયેલા દેવોમાં અને સારા મનુષ્યોમાં જે શુદ્ધ આચારો હોય તે શુદ્ધ આચારોનું (સ્વાવસ્થાને ઉચિત નિર્મલ અનુષ્ઠાનોનું) પાલન કરવામાં તત્પર બનેલો તે સાત-આઠ ભવોમાં ચક્રવર્તી થઇને મોક્ષને પામ્યો. તેમાં સાત ભવો દેવના ભવો ગણવા. કૌશાંબી નગરીમાં બ્રાહ્મણપુત્ર વગેરે આઠ મનુષ્યભવો સમજવા. તેમાં આઠમા ભવે ચક્રવર્તી થઈને મોક્ષને પામ્યો. (૪૨૮)
अथ प्रसङ्गादेवेदमाहअन्नेवि महासत्ता, अतियारजुयावि तप्फलं भोत्तुं । संसुद्धमग्गनिरया, कालेणमणंतगा सिद्धा ॥४२९॥