________________
૪૬
ઉપદેશપદ : ભાગ-૨ दीक्षालाभः, 'गणहर'त्ति गणधरस्तीर्थकरशिष्यो मातृकापदत्रयोपलम्भानन्तरं समुद्घाटितसमस्तश्रुतोपयोगः, 'तीर्थकरो' जिनपतिः, वा शब्दो विकल्पार्थः, तकश्चैत्याधुपकारको जीवो भवति । इह चैत्यं प्रतीतरूपमेव, कुलं चान्द्रनागेन्द्रादि, गणस्त्रयाणां कुलानां समानसामाचारीकाणामत एव परस्परसापेक्षाणां समवायः, संघस्तु साधु-साध्वी-श्रावक-श्राविकासमुदाय इति ॥४१९॥
ગાથાર્થ–આશંસાથી રહિત જે જીવ જિનમંદિર, કુલ, ગણ અને સંઘને મદદ કરે છે તે જીવ પ્રત્યેકબુદ્ધ, ગણધર કે તીર્થંકર થાય છે.
ટીકાર્થ-આશંસારહિત આ લોક અને પરલોક સંબંધી ફલની અભિલાષાથી રહિત.
પ્રત્યેક બુદ્ધ-જેને બાહ્ય વૃષભ આદિના દર્શનથી સાપેક્ષ દીક્ષાનો લાભ થાય, અર્થાત્ જે બાહ્ય વૃષભ આદિને જોઇને વૈરાગ્ય પામીને દીક્ષા લે, તે પ્રત્યેક બુદ્ધ કહેવાય.
ગણધર–ત્રણ માતૃકાપદના લાભ પછી તુરત જેમના સમસ્તશ્રુતનો ઉપયોગ ખુલ્લી ગયો છે તે તીર્થંકરના શિષ્યને ગણધર કહેવામાં આવે છે.
કુળ=(અનેક ગચ્છોનો સમુદાય તે કુલ.) ચાંદ્રકુલ અને નાગેન્દ્રકુળ વગેરે કુળો છે.
ગણ=સમાન સામાચારીવાળા અને એથી જ પરસ્પર સાપેક્ષ એવા ત્રણ કુળોનો સમુદાય તે ગણ કહેવાય છે.
સંઘ સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાનો સમુદાય તે સંઘ કહેવાય છે. (૪૧૯) ननु चैत्यद्रव्यरक्षादिपरिणामस्यैकाकारत्वात् कथमयं प्रत्येकबुद्धादिफलभेदः स्यादित्याहपरिणामविसेसेणं, एत्तो अन्नयरभावमहिगम्म ।
सुरमणुयासुरमहिओ, सिज्झति जीवो धुयकिलेसो ४२०॥ ૧. વૃષભ આદિના દર્શનની અપેક્ષા રહેતી હોવાથી અહીં દીક્ષાનું સાપેક્ષ એવું વિશેષણ છે. ૨. ૩પડુ વા, વિપામેરુ વા, ધુવે વા એ ત્રણ પદોને માતૃકા પદ કહેવામાં આવે છે. તીર્થકરો તીર્થની
સ્થાપના કરવાની હોય ત્યારે પોતાના શિષ્યોને આ ત્રિપદી કહે છે. તેનો અર્થ આ છે સમસ્ત વિશ્વના પદાર્થો ઉત્પન્ન થાય છે, નાશ પામે છે, અને સ્થિર પણ રહે છે. તીર્થંકરના મુખથી ઉચ્ચરાયેલા આ પદોનું શ્રવણ ગણધરોના શ્રુતજ્ઞાનાવરણ કર્મોનો જબરદસ્ત ક્ષયોપશમ કરાવવામાં નિમિત્ત બને છે. માટે જ અહીં “સમસ્ત શ્રુતનો ઉપયોગ ખુલ્લી ગયો છે.” એમ કહ્યું. એથી ગણધરો ત્યાં ને ત્યાં દ્વાદશાંગીની રચના કરે છે અને તેના યથાર્થપણા ઉપર તીર્થકર ભગવાન મહોર છાપ મારી આપવા માટે કહે છે કે દ્રવ્ય-ગુણપર્યાયથી હું તીર્થની અનુજ્ઞા આપું છું, અર્થાત્ આ આગમો તમે બીજાને આપજો.