________________ उदधाविव सर्व सिन्धवः समुदीर्णास्त्वयि नाथ ! दृष्टयः / नच तासु भवानुदीक्ष्यते, प्रतिभिन्नासु सरित्स्विवोदधिः / / હે ભગવન્! જગતમાં જેટલા દર્શને છે, તે બધા દરિયામાં સર્વ નદીઓની જેમ આપનામાં અવતરિત થાય છે. જેમ નદીઓમાં સમુદ્ર દેખાતું નથી તેમ ભિન્ન ભિન્ન એવા તે દર્શનમાં આપનું દર્શન દેખાતું નથી. એ આગમોમાં અતિગહન ભાવે સ્વલ્પ મતિવાળા જ માટે પણ ગ્રાહ્ય બને તે ખાતર તેને ભાષામાં અનુવાદ કરવામાં આવે છે. પં. શ્રી પૂર્ણાનંદવિજયજી ગણિવરના વરહતે સર્વાનુગમય પંચમાંગ શ્રી ભગવતી સૂત્રના અનુવાદનું કાર્ય પૂર્ણ થયા પછી પ્રશ્નવ્યાકરણ” નામને દશમાં અંગસૂત્રના અનુવાદનું કાર્ય થાય છે એ તેના અર્થ આત્માઓ માટે હિતકારી છે. એના વાચન દ્વારા જિનાગમ રહસ્યને પામી ભવ્ય આત્માઓ આશ્રવને ત્યાગ કરી સંવરનું સેવન કરી શીવ્ર મુક્તિપદ સાધે એજ અભ્યર્થના. –વિજયહેમચંદ્રસૂરિ પાલીતાણા