________________
શ્રી કેસરિયાજી ઉપધાન તપ સમિતિ ઠે. કેસરિયાજીનગર, તળેટી પાસે,
પાલીતાણા. અષાઢ વદ ૩ તત્ર સદા પઠન-પાઠન લેખનાદિ પરાયણ જ્ઞાનધન પં. શ્રી પૂર્ણાનંદવિજયજી ગણિવર
જોગ અનુવંદના-વંદના. સુખશાતામાં હશે. શાસનસમ્રાશ્રીજીના પુણ્યપસાથે સુખશાતા વતે છે.
તમારે પત્ર મળે, વાંચી આનંદ.
તમે જ્ઞાન-ધ્યાનની પ્રવૃત્તિમાં સદાય અપ્રમત્ત પણે પ્રવર્તી રહ્યા છે એ ખૂબ ખૂબ અનુમોદનીય છે.
ભવભવના સંચિત સુકૃતના ફળસ્વરૂપે મળેલા મેંઘા માનવભવને તે જ સાર્થક કરી શકે છે જે આત્મકલ્યાણના સાચા માર્ગને પામ્યો હોય અને સાચા માર્ગને તે જ પામી શકે છે કે જેણે આહંત આગમોનું પઠન-પાઠનશ્રવણ-ચિંતન આદિ કર્યું હોય. તેના વગર વર્ષોના વર્ષો સુધી કરવામાં આવેલ પ્રબળ પ્રયાસ પણ નિરર્થક નીવડે છે. તે માટે આત્મકલ્યાણના ઈચ્છુક આત્માએ આગમનું પરિશીલન કરવું નિતાન્ત આવશ્યક છે. સાગરમાં સર્વ નદીઓની જેમ શ્રી અરિહંત પરમાત્માનાં આગમમાં સર્વ દર્શને સમાય છે.
આચાર્ય શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિ મહારાજે ભગવાનની સ્તુતિ કરતાં ગાયું છે કે