________________
પરમ પૂજ્ય આચાર્ય ભગવંતેના શ્રી પ્રશ્નવ્યાકરણ સત્રના ગુજરાતી અનુવાદ અંગેના
g= આ શી વંદો = શ્રીમદ્ પંન્યાસ પ્રવર શ્રી પૂર્ણાનંદવિજયજી મહારાજના વરદ હસ્તે લેકભાષામાં અનુવાદ કરાયેલું મહાન આગમ સૂત્ર પ્રશ્નવ્યાકરણ પ્રકાશિત થવાની તૈયારીમાં છે. પંન્યાસજીને
પશમ તીવ્ર હેવાથી આવા મહાન આગમ શાસ્ત્રોનું સરળ એવી ગુજરાતી અથવા હિન્દી ભાષામાં અનુવાદ કરીને જેઓને પશમ તીવ્ર ન હોય અથવા અર્ધમાગધી ભાષા અને સંસ્કૃત ભાષાનું તીવ્ર જ્ઞાન ન હોય તેવાઓને પણ આગમિક સાહિત્યમાં ચંચુપાત કરાવી દે છે. ખરેખર તેઓ શ્રીના જીવનની આ અપૂર્વ સિદ્ધિ છે.
શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર કે જે દશમું અંગ સૂત્ર છે, જેમાં આશ્રવ અને સંવરના વિભાગે પૂજ્ય ગણધર ભગ વતેએ અપૂર્વ રીતે વર્ણવ્યા છે. સાધુ જીવનમાં રાખવા યોગ્ય ધાર્મિક ઉપકરણે તેમજ સાધુ જીવનની રોજિંદી ચર્યા જેમાં અદ્દભૂત શૈલીથી વર્ણવાઈ છે, અહિંસા, સત્ય વગેરે મહા વ્રતને જેમાં સંવરના વિભાગ તરીકે વર્ણવ્યા છે અને હિંસા, અસત્ય અને ચૌર્યકર્મ વગેરેને જેમાં આશ્રવના થાને તરીકે વર્ણવ્યા છે, એવા એવા અપૂર્વ રહસ્ય જે સૂત્રમાં સમજાવવામાં આવ્યા છે તેવું મહાન શાસ્ત્ર લેક ભાષામાં બહાર પડે છે, તે તે શાસ્ત્રોના અભ્યાસીઓ માટે અત્યંત આનંદને વિષય બને છે. સં. ૨૦૪૦ આ સુદિ ૧૩
–વિજયભુવનરત્નસૂરિ મહુવા (સૌરાષ્ટ્ર)