________________
પ્રેરક ગુરુવર્યનું વિરલ વ્યક્તિત્વ
અનેક સદગુણસંપન્ન પ. પૂ. આ. શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજશ્રીની થોડા સમયની મુલાકાત શ્રદ્ધાળુઓને દીર્ઘ સમય સુધીનો શ્રેષ્ઠ સહવાસ બની રહે છે. તેમનો ઊંચો પડછંદ દેહ ગૌરવર્ણો વાન, વિશાળ લલાટ, ભરાવદાર વિનયી ચહેરો, એ ચહેરા પર લહેરી લાલાની બેફિકરી, સદાય સ્મિત, આંખોમાં આવકારનો ઉમંગ, શબ્દોમાં મધઝરતી મીઠાશ, વાતોમાં વહાલપનાં અમીઝરણાં. એક જ વખત પૂજ્યશ્રીને મળે તે સદા માટે તેમની સ્મૃતિ લઈને જાય.
દીક્ષાપર્યાયના પાંચ દાયકા દરમ્યાન જિનશાસન–પ્રભાવનાનાં અનેક નાનાંમોટાં કાર્યો પૂજ્યશ્રીના શુભ હસ્તે થયાં છે. ખાસ કરીને જ્યોતિષશાસ્ત્રમાં તેમનો ઊંડો રસ. આરંભસિદ્ધિ નામનો ગ્રંથ તેમણે સંશોધિત અને સંપાદિત કરી પ્રગટ કરાવ્યો છે. પરહિતની શુભ ભાવનાથી જૈનોદય પ્રત્યક્ષ પંચાંગનું પણ સંકલન સંપાદન પૂજ્યશ્રીએ કરેલ.
ઉત્તર ગુજરાતના પાટણ પાસેનું લોલાણા ગામ પૂજ્યશ્રીનું જન્મસ્થાન. ગુણસંપન્ન કંકુબહેનની કુક્ષીએ પૂજ્યશ્રીનો જન્મ થયો. શ્રી ભક્તિસૂરિ સમુદાયમાં નરોડા અમદાવાદમાં
૨૦૦૬ મહા સુદિ–૩ ને દિવસે સંયમનો માર્ગ સ્વીકાર્યો અને ૫. શ્રી સુબોધવિજયજી I મહારાજશ્રીના શિષ્ય બન્યા. સં. ૨૦૩૨ના મહા વદિ–૧૪ ફાગણ સુદિ–રના દિવસે
પંન્યાસપદે તથા આચાર્યપદે વિભૂષિત થયા. સં. ૨૦૪૦માં જૈન તત્ત્વજ્ઞાન પ્રચારક પરિષદ નામની સંસ્થા સ્થાપી જેમાં ભારતભરની જૈન પાઠશાળાઓના શિક્ષકો–પંડિતોનું અધિવેશન દર વર્ષે પૂજ્યશ્રીની નિશ્રામાં યોજાય છે.
અંજનશલાકાઓ, પ્રતિષ્ઠા–મહોત્સવો, દીક્ષા પ્રદાનના અનેક પુણ્ય પ્રસંગો, છ'રિ પાલિત યાત્રા- સંઘો, વિવિધ અનુષ્ઠાનો, ઉદ્યાનો, આયંબિલશાળાઓ વગેરે પૂજ્યશ્રીની પ્રેરણા અને નિશ્રામાં થયાં. ખાસ કરીને સાધર્મિકોની ગુપ્ત ભક્તિ એ પૂજ્યશ્રીનું વિશેષ લક્ષ રહ્યું છે. તપ અને સંયમ દ્વારા, યોગ અને ધ્યાન દ્વારા શાસનકાર્યોમાં સદાય વિચરી રહ્યા છે..
- પૂજ્યશ્રી લબ્લિનિધાન ગૌતમસ્વામીની સાધનાના પરમ સાધક છે. આ કાર્યમાં પૂજ્યશ્રીની પ્રેરણા–માર્ગદર્શન ખૂબ ઉપયોગી બન્યાં છે.
- પૂજ્યશ્રીના વિરલ વ્યક્તિત્વને શબ્દોથી શણગારવું એ અમારા માટે ગાગરમાં સાગરને સમાવવા જેવી અશક્ય વાત છે. પૂજ્યશ્રીનાં પ્રવચનોમાં ગહન તત્ત્વચિંતન અને સુમધુર વાક્યાતુર્યનો સુભગ સમન્વય થયેલો જોવા મળે છે. આ સમર્થ સૂરિવરને અમારી કોટી કોટી વંદનાઓ! -નંદલાલ દેવલુક
સંપાદક
=
s
-3
)
(