________________
૪૧૬ ]
[ મહામણિ ચિંતામણિ
નિજ પંચશત છાત્રો લઈને જેહ જીતવા નીકળ્યા, તે મંગલાર્થે શ્રી ગુરુ ગૌતમ તણાં પદ કજ નમું આવ્યા સમોસરણે નિહાળ્યા વીર વિભુને જે સમે, અદ્ભુત-અલૌકિક રૂપ નીરખી પામ્યા વિસ્મય તે સમે; આ કોણ, બ્રહ્મા, વિષ્ણુ કે શિવ-એમ જસ મનમાં થયુંતે મંગલાર્થે શ્રી ગુરુ ગૌતમ તણાં પદ કજ નમું. મુજને સૂઝયું આ શું? અને આવ્યો અહીં શા કારણે ? આવ્યો અહીં ના હોત તો શી હાનિ મુજને થાત રે ! જસ ચિત્તમાં ચિંતા ઘણી નિજ કીર્તિના રક્ષણ તણીતે મંગલાર્થે શ્રી ગુરુ ગૌતમ તણાં પદ કજ નમું. સદ્ભાગ્યયોગે થાય જો મુજ જીત અહીંયાં વાદમાં, સૌ પંડિતોમાં હું બનું બેજોડ આ વિશ્વમાં કરતાં વિચારો આમ તે આવ્યા સમોસરણે મુદા, તે મંગલાર્થે શ્રી ગુરુ ગૌતમ તણાં પદ કજ નમું. સોપાન-પંક્તિ સ્વર્ણમય ચડતા હતા તેઓ યદા, શ્રી વીરવિભુ-ઉપકારીએ આભાષીયા પ્રેમે તદા; કહ્યું ઃ ગોત્ર-ગૌતમ ઇન્દ્રભૂતિ! શું સુખે આવ્યા તમેતે મંગલાર્થે શ્રી ગુરુ ગૌતમ તણાં પદ કજ નમું. તે નામ સુણી મનમાં વિચારે લેશ ના અચરજ સમું, ત્રણ જગતમાં વિખ્યાત મારું નામ કો જાણે નહિ, ઈમ ચિંતવી નિજ ચિત્તમાં અભિમાનને જે પોષતાતે મંગલાર્થે શ્રી ગુરુ ગૌતમ તણાં પદ કજ નમું. મનમાં મને જે જીવ કેરો ગુપ્ત સંશય છે ખરો, જે આજ દિન પર્યત કદીયે કોઈને પણ ના કહ્યો, તે જો કહે તો માનું આ સર્વજ્ઞ ઈમ જે ચિંતવે, તે મંગલાર્થે શ્રી ગુરુ ગૌતમ તણાં પદ કજ નમું. પ્રભુએ કહ્યું ત્યારે તરત હે ઇન્દ્રભૂતિ ! શું તને છે જીવસંશય નવ વિચારે કેમ વેદ પદાર્થન તે સાંભળી ગર્વિષ્ઠ પણ અતિ નમ્ર જે બની ગયાતે મંગલાર્થે શ્રી ગુરુ ગૌતમ તણાં પદ કજ નમું. ‘વિજ્ઞાનઘન એ વેદ-પદનો અર્થ ગંભીર ઘોષથી, પ્રભુએ કહ્યો તે સાંભળી થયો દૂર સંશય ચિત્તથી; પ્રતિબોધ પામી વીરના જે આદ્ય શિષ્ય બની ગયા, તે મંગલાર્થે શ્રી ગુરુ ગૌતમ તણાં પદ કજ નમું.