________________
૭૨૨ ]
[ મહામણિ ચિંતામણિ
નહીં મોટા કે નહીં કો નાના માત્ર શિષ્ય છે પ્યારા ગૌતમ માના ખોળે પહોંચે જિનશાસન રમનારા એકનો કચવાટ ન રહેતો સિદ્ધ સ્થાનને આપે...ગુરુ કરવા, હોવાવાળા આપે તેમાં નવાઈ નહીં દેખાતી નથી છતાં જે કેવળ આપે દાન કળા લેખાતી એવા શ્રી ગૌતમ ગણધરને જો અંતરમાં સ્થાપે....ગુરુ કરવા, જેની પાસે પૂર્ણ હતું પણ સઘળાને નહીં આપ્યું. યોગ્ય આત્મા પગથી ચડતાં તેનું ભવદુઃખ કાપ્યું. ગૌતમ જેવી અજોડ લબ્ધિ હોય નહીં પણ આપે.ગુરુ કરવા, કરુણાસાગર મહાવીરસ્વામી ગૌતમ કર્યો સવાયો નિજથી નિજ શિષ્યોની લબ્ધિ કેવળ ધરનો રાયો મુક્તિના દાતાર અંતરે વીપ્રભુને જાપ-ગુરુ કરવા, નિજ પાસે જે ચીજ નથી પણ બનતા તેના દાની પૂર્વકાળના ઇન્દ્રભૂતિ પણ હતા પૂર્ણ અભિમાની માન દૈત્યને પલકવારમાં મૂળ સમૂળો કાપે. ગુરુ કરવા કરમે શૂરા ધરમે શૂરા અજોડ ગૌતમસ્વામી સર્વ કર્મનો નાશ કર્યો જે વીપ્રભુને પામી વીર અને ગૌતમ નારાયણ નિજ અંતરમાં સ્થાપે ગુરુ કરવા. ' શ્રી ગૌતમસ્વામીજીની ભક્તિમંત્ર
ૐ હ્રીં શ્રી આઈ શ્રી ગૌતમસ્વામિને નમઃ | ચૌદ મંત્રના સમૂહરૂપ ચૌદ ભેટવાળા આત્માને ચૌદે ગુણસ્થાન ચડાવે છે. આવા પરમ પાવન મહામંત્રનો ઉપયોગ અવશ્ય લાભદાયક બને છે.
ભગવાન અને ભક્ત
ગીત (રાગ ભીમપલાસ) રાગી ગૌતમ ત્યાગી કરવા મહાવીર દેવ વિચારે શાસન સુધર્માને સોંપી એક ઝાટકો મારે. યુવરાજા તો ગૌતમ ગણધર પ્રભુની પાટ દીપાવે છતાં વારસો દઈ બીજાને એને અયોગ્ય ગણાવે તો પણ પ્રભુનો રાગી ગૌતમ રાગ નહીં અધિકારે...રાગી૦