________________
"શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
[ ૭૫
પ્રતિબોધશક્તિ
આ બધી શક્તિ ઉપરાંત ગૌતમની પ્રતિબોધ આપવાની શક્તિ વિલક્ષણ હતી. પૃષ્ઠચંપાના ગાંગિલ નરેશને પ્રતિબોધ પમાડવા ભગવાન મહાવીરે એમને જ મોકલેલા. અષ્ટાપદ પર્વતથી ઊતરતાં એમણે પંદરસો તાપસોને સહજ રીતે શ્રમણધર્મમાં દીક્ષિત કરેલા. એ બતાવે છે કે ગૌતમમાં પ્રતિબોધ પમાડવાની શક્તિ પણ અદ્ભુત હતી. અનેક નામાંકિત લોકો અને ધાર્મિક વૃત્તિના વિભિન્ન વર્ગના તપસ્વીઓને પણ એમણે પ્રભાવિત કર્યા હતા. ભગવાન મહાવીરનું નિર્વાણ
ભગવાન મહાવીર ગૌતમસ્વામી તથા અન્ય વિશાળ શિષ્યસમૂહ સાથે રાજગૃહથી વિહાર કરી અપાપાપુરી પહોંચ્યા. ત્યાં દેવતાઓએ સુંદર સમવસરણની રચના કરી હતી. તેઓએ પોતાના આયુષ્યનો અંત નજીક સમજી અંતિમ ધમપદેશ આપ્યો. આ વખતે તેમના મનમાં વિચાર આવ્યો કે ગૌતમ મારા ઉપર અત્યંત સ્નેહ રાખે છે, આથી તે કેવળજ્ઞાનથી વંચિત રહેલ છે. આથી કોઈ એવો ઉપાય કરવાની જરૂર છે કે જેથી તે સ્નેહભાવ નાશ પામે. મારા નિવણિનાં દશ્ય પ્રત્યક્ષ જોઇને એના આત્માને જરૂર આઘાત પહોંચશે—માટે એવું જ કરું. આમ વિચારી તેમણે ગૌતમને બોલાવી કહ્યું કે “ગૌતમ ! બાજુના ગામમાં દેવશમાં નામે બ્રાહ્મણ રહે છે તે તમારા ઉપદેશથી પ્રતિબોધ પામશે. માટે ત્યાં જઇ તેને પ્રતિબોધ પમાડો. આથી ગૌતમ મહાવીરસ્વામીની આજ્ઞા શિરોધાર્ય કરી દેવશમાં પાસે ગયા અને તેને ઉપદેશ આપી પ્રતિબોધ પમાડ્યો; જ્યારે ગૌતમના ગયા પછી મહાવીરે કારતક માસના અમાવાસ્યાની મધ્યરાત્રે નિવણ પ્રાપ્ત કર્યું. ગૌતમસ્વામી દેવશમને પ્રતિબોધી પાછા ફરી રહ્યા હતા ત્યારે દેવતાઓના વાર્તાલાપ ઉપરથી તેમને ખબર પડી ગઈ કે ભગવાન મહાવીર નિર્વાણ પામ્યા છે. એ સાંભળતાં જ તેઓ મૂર્શિત બની ગયા. મૂછ દૂર થતાં તેઓ પોતાના મનમાં વિચારવા લાગ્યા કે હે પ્રભુ! નિર્વાણ પામવાના દિવસે જ આપે મને શા માટે દૂર મોકલી આપ્યો? હે પ્રભુ! આટલો સમય હું આપની સેવા કરતો રહ્યો પરંતુ અંતિમ સમયે આપનું દર્શન કરવાનો લાભ મને આપ્યો નહિ. એ વખતે જે લોકો આપની સેવામાં હાજર રહ્યા તેમને ધન્ય છે. હું આપના જેવા નિરાગી અને નિર્મમમાં રાગ અને મમતા રાખી રહ્યો. આ રાગદ્વેષ જ સંસારના હેતુ છે એનો ત્યાગ કરાવવા માટે આપે મારો જાણી જોઇને ત્યાગ કર્યો છે. કેવળજ્ઞાનપ્રાપ્તિ
આવો શુભ વિચાર આવતાં જ ગૌતમસ્વામીને ક્ષપકશ્રેણિ પ્રાપ્ત થઈ. આથી તત્કાલ તેમનાં ઘાતી કર્મોનો ક્ષય થયો ને તેમને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ.
ભગવાન મહાવીરના સંઘનો સમગ્ર શાસનભાર ગૌતમસ્વામીના હાથમાં હતો, પરંતુ કેવળજ્ઞાન પ્રાપ્ત થતાં જ એમણે સંઘશાસનનો ભાર પાંચમાં ગણધર સુધમસ્વિામીને સોંપી દીધો. ગૌતમસ્વામી ત્યાર બાદ કેવળી અવસ્થામાં બાર વર્ષ પર્યત રહ્યા અને ભગવાન મહાવીર દ્વારા ઉપદિષ્ટ અને પોતાના દ્વારા સાક્ષાત અનુભૂત સત્યધર્મનો પ્રચાર કરતા રહ્યા. મોક્ષ
અંતે વીર સંવત ૧૨માં ગૌતમસ્વામી રાજગૃહ આવ્યા. ત્યાં એક માસ અનશન કરીને એમણે અક્ષય સુખ આપનાર મોક્ષપદ પ્રાપ્ત કર્યું.