________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
[ ૭૭૫
આવ્યા. તેમને શંકાઓ અને પ્રશ્નો હતા. જીવ છે કે નહિ? કર્મ છે કે નહિ? શરીર એ જ જીવ છે? આ ભવમાં જીવ છે તેવો જ પરભવમાં રહે કે બદલાય? આ ઉપરાંત બંધ અને મોક્ષ, દેવ, નારક, પુણ્ય અને પાપ, પરલોક, નિવણ વગેરે વિષે અગિયારે પંડિતોની શંકાનું સમાધાન ભગવાને સતર્ક દલીલો દ્વારા કર્યું.
આ બ્રાહ્મણ પંડિતો વેદવેદાંતના અભ્યાસી હતા, પરંતુ વેદોમાં કેટલાંક પરસ્પર વિરોધી વિધાનો હોવાને કારણે તેમને સ્પષ્ટતા થતી નહોતી એથી પંડિતોની મૂંઝવણ વધી હતી. ભગવાનની દલીલોની વિશેષતા એ હતી કે તેમણે વેદનાં વાક્યોનો આધાર લઈને જ તેમની શંકાઓનું સમાધાન કર્યું. વેદોનો અભ્યાસ અને પોતાના ધર્મ પ્રત્યેની શ્રદ્ધાને કારણે બ્રાહ્મણ પંડિતોને એ દલીલો જલદી સમજાઈ ગઈ.
પંડિતોની શંકાનું સમાધાન અને શિષ્યો સહિત દીક્ષાનો આખોય પ્રસંગ આચાર્ય જિનભદ્ર ક્ષમાશ્રમણે આવશ્યક નિયુક્તિની બેતાલીસ ગાથામાં નિરૂપ્યો છે. એને “ગણધરવાદ' કહેવામાં આવે છે. પર્યુષણના દિવસોમાં ઉપાશ્રયોમાં મહાવીર જન્મવાચના પછીના દિવસે ગણધરવાદ વંચાય છે. ગણધરવાદમાં જીવ, જીવન અને જગતને લગતા અત્યંત મહત્ત્વના આધ્યાત્મિક પ્રશ્નો ગૂંથવામાં આવ્યા છે.
એક જ દિવસમાં અગિયાર પંડિતોએ પોતાના કુલ ૪૪૦૦ શિષ્યો સહિત ભગવાન પાસે દીક્ષા લીધી. એ દિવસોમાં બનેલો આ પ્રસંગ ધાર્મિક અને સામાજિક દષ્ટિએ એક ક્રાંતિકારી ઘટના ગણાય. ભારતના બ્રાહ્મણ વિદ્વાનોમાં અગ્રગણ્ય એવા અગિયાર પંડિતો પોતાના સર્વ શિષ્યો સાથે શ્રમણ બને તે અનોખો બનાવ ગણાય. ભગવાન પાસે દીક્ષા લઈને ઇન્દ્રભૂતિ ગૌતમ શ્રમણ–બ્રાહ્મણ પરંપરાની વચ્ચે સેતુરૂપ બન્યા.
ગૌતમવામીનો જ્ઞાનરૂપી આંતરવૈભવ જેમ વિપુલ હતો તેમ તેમનું બાહ્ય વ્યક્તિત્વ પણ ગૌરવશાળી અને અત્યંત તેજસ્વી હતું. સુવર્ણ જેવા વર્ણવાળો, કાંતિમાન, સાત હાથ ઊંચો, સમચોરસ સંસ્થાનવાળો અને વજઋષભનારાચસંઘયણયુક્ત તેમનો દેહ હતો. - ભગવાન મહાવીર અને ગૌતમસ્વામી ગુરુ-
શિષ્યની જોડી એક આદર્શ જોડી હતી. ભગવાન કરતાં ગૌતમસ્વામી આઠ વર્ષ મોટા હતા. ભગવાન પાસે એમણે દીક્ષા લીધી ત્યારે ભગવાન બેતાલીસ વર્ષના અને ઇન્દ્રભૂતિ પચાસ વર્ષના હતા. આઠ વર્ષ મોટા છતાં ગૌતમસ્વામી ખૂબ આજ્ઞાંકિત અને વિનમ્ર હતા. રાતદિવસ તેઓ ગુરુનો જ વિચાર કરતા અને તેમની સેવામાં જ સાર્થકતા માનતા. વિનયના તો તેઓ ભંડાર હતા. ભગવાન પ્રત્યેનો તેમનો વિનય અભુત હતો. કોઈ પણ કામ કરતાં પહેલાં તેઓ ભગવાનની અનુજ્ઞા લેતા. ભગવાનની સેવા બરાબર થાય અને તેમનાથી જુદાં રહેવું ન પડે તે માટે તેઓ ઘણીવાર બે ઉપવાસ પર પારણું કરતા, જેથી ગોચરી વહોરવા જવા જેટલી જુદાઈ પણ સહન કરવી ન પડે. ગૌતમસ્વામી સ્વાવલંબી હતા. અનેક શિષ્યોનો પરિવાર હતો, છતાં પોતાની ગોચરી પોતે જ વહોરવા જંતા. આહારમાં પણ જે કંઈ ! મળે તે લઈ જલદી ઉપાશ્રયમાં આવી જતા. આવીને ગુરુની આજ્ઞા લઈ પોતાનાથી નાના ગુરુભાઈઓને અને શિષ્યોને બોલાવી તેમને જોઈતી વસ્તુ આપી પછી જ પોતે વાપરતા.
તેઓ પોતાની દિનચયનેિ ચુસ્ત રીતે પાળતા હતા. એક દિવસ અને રાત્રીના મળીને આઠ