________________
૭૭૪ ]
[મહામણિ ચિંતામણિ
*
*
-
શરીરમાંથી આત્મા નીકળી ગયા પછી શબને પ્રતીતિ થતી નથી. તેમાં આત્મા હોય ત્યારે જ પ્રતીતિ થાય છે.”
હે ગૌતમ! ગુણોના પ્રત્યક્ષથી જીવનના અસ્તિત્વની ખાતરી થાય છે, એને ગુણગુણીભાવ કહી શકાય. ગુણ પ્રત્યક્ષ દેખાય છે કે અનુભવાય છે. એ ગુણ જેનામાં રહ્યો નથી તે ગુણી પણ પ્રત્યક્ષ ગણાય. ઈચ્છા, આનંદ, કરુણા વગેરે ગુણો કે લક્ષણો એ વ્યક્તિનો સ્વાનુભવ ગણાય. આ ગુણો ચેતન એવા આત્મામાં રહે છે. આથી ગુણોનો આધાર તે આત્મારૂપી ગુણી માનવો પડે. ગુણો પ્રત્યક્ષ દેખાય છે તો તેના આધાર આત્માને પણ પ્રત્યક્ષ માનવો પડે.'
“હે ગૌતમ ! અનુમાન પ્રમાણથી પણ આત્માને સાબિત કરી શકાય છે. કોઈ ચીજ તેની સાથે સંકળાયેલ પરિસ્થિતિ કે અન્ય વસ્તુ સાથે એકવાર જોઈ હોય તો માત્ર પરિસ્થિતિ કે અન્ય વસ્તુ પરથી મૂળ ચીજના અસ્તિત્વનું અનુમાન થઈ શકે. દા.ત. અગ્નિ અને તેમાંથી નીકળતો ધુમાડો સાથે જોયા હોય તો જ્યારે માત્ર ધુમાડો જોઇએ ત્યારે અનુમાન કરી શકાય કે સાથે અગ્નિ પણ હશે જ. પરંતુ તમને પ્રશ્ન થશે કે જો મૂળ વસ્તુ જોઈ જ ન હોય તો કેવી રીતે તેનું અનુમાન કરી શકાય? આત્માને કદી જોયો જ ન હોય તો તેનું અનુમાન કેવી રીતે થઈ શકે ? પરંતુ હે ઇન્દ્રભૂતિ ગૌતમ! વિશ્વમાં જે કાંઈ ભોગ્ય પદાર્થો છે તેના ભોક્તા પણ હોય જ છે. શરીર ભોગ્ય છે તો તેનો ભોક્તા આત્મા છે તેમ સ્વીકારવું રહ્યું.”
ઇન્દ્રભૂતિ ગૌતમ વેદવેદાંતમાં પારંગત હતા, પરંતુ આત્મા સંબંધી તેમાં આવતાં પરસ્પર વિરોધી વિધાનોને કારણે તેમને આત્માના અસ્તિત્વ સંબંધી શંકા જન્મી હતી. કોઈ કહે આત્મા ક્ષણિક છે, તો કોઈ કહે તે નિત્ય છે. કોઈ કહે આત્મા એક છે, તો કોઈ કહે આત્મા અનંત છે. ભગવાન મહાવીરે કહ્યું, “હે ઇન્દ્રભૂતિ ગૌતમ ! વેદમાં આત્માને સ: વૈ ગાત્મ જ્ઞાનમઃ – આત્મા જ્ઞાનમય છે તેમ કહ્યું છે. જ્ઞાન એ આત્માનો ગુણ છે, શરીરનો નહિ. જ્ઞાન પામવા માટે શરીર આત્માને સહાયક બની શકે; પરંતુ માત્ર જડ શરીરથી જ્ઞાનરૂપી ચૈતન્ય ઉત્પન્ન ન થાય. જેમ અગ્નિની સહાયથી સુવર્ણ તપીને પ્રવાહી બને, પરંતુ અગ્નિમાં પોતાનામાં પ્રવાહીપણું લાવી શકાય નહિ. વળી શરીર ખૂબ તાકાતવાળું હોય તો જ્ઞાન વધારે પ્રાપ્ત થાય એવું પણ નથી. દુર્બળ શરીરવાળી વ્યક્તિ પણ જ્ઞાની હોઈ શકે. તે જ રીતે મજબૂત શરીરવાળી વ્યક્તિ પણ જ્ઞાની કે અજ્ઞાની હોઈ શકે. આ સિદ્ધ કરી આપે છે કે આત્મા એ શરીરથી જુદો જ્ઞાનવંત-ચેતનવંત પદાર્થ છે.'
આમ વિવિધ દષ્ટાંતો અને દલીલો દ્વારા ભગવાન મહાવીરે આત્માના અસ્તિત્વને સિદ્ધ કરી દેશવ્યુિં. ઇન્દ્રભૂતિ ગૌતમને પણ સંતોષ થયો. એમની શંકાનું ઉચિત રીતે સમાધાન થયું.
આમ ભગવાનને જીતવા આવેલા ઇન્દ્રભૂતિ પોતે જિતાઈ ગયા. તેમણે ભગવાનનું શરણ સ્વીકાર્યું. પાંચસો શિષ્યો સાથે તેમણે ભગવાન મહાવીર પાસે દીક્ષા લીધી અને તેઓ ભગવાનના પ્રથમ ગણધર થવાનું માન પામ્યા. તેમના પછી તેમના બે ભાઈઓ અગ્નિભૂતિ અને વાયુભૂતિ તેમની સાથે શાસ્ત્રાર્થ કરવા આવ્યા. તેમની શંકાનું સમાધાન પણ ભગવાને કર્યું. તેમણે પણ પોતાના શિષ્યો સાથે ભગવાન પાસે દીક્ષા લીધી. એ પછી બીજા આઠ પંડિતો વ્યક્ત, સુધમાં, મંડિત, મોર્યપુત્ર, અકંપિત, અચલભ્રાતા, મેતાર્ય, અને પ્રભાસ ભગવાનને જીતવાની અપેક્ષાથી