________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
[ ૭૭૩
પૃથ્વીને ત્યાં તેમનો જન્મ થયો. માતાપિતા અત્યંત પુણ્યશાળી હતાં કારણ કે તેમના ત્રણે પુત્રો ઇન્દ્રભૂતિ, અગ્નિભૂતિ, વાયુભૂતિ ભગવાન મહાવીરના ગણધરો થયા.
ઇન્દ્રભૂતિ ગૌતમનો વ્યવસાય અધ્યાપનનો હતો. વેદવેદાંતના બહુશ્રુત અધ્યાપક તરીકે તેમની ઉજ્જ્વળ કારકિર્દી હતી. પાંચસો શિષ્યોનો તેમનો પરિવાર હતો. ઇન્દ્રભૂતિ પચાસ વર્ષ સુધી ગૃહસ્થાશ્રમી રહ્યા. પચાસમે વર્ષે તેમનું જીવનવહેણ બદલાયું.
ભગવાન મહાવીર બેતાલીસમે વર્ષે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી મધ્યમા પાવા નામે નગરીમાં પધાર્યા. દેવોએ તેમનો મહિમા વધારવા સમવસરણની રચના કરી. એ જ સમયે એ નગરીમાં સોમિલાચાર્ય નામના બ્રાહ્મણે મહાયજ્ઞ આરંભ્યો હતો. યજ્ઞમાં ભાગ લેવા ઇન્દ્રભૂતિ પોતાના બંને નાના ભ!ઇઓ સાથે ત્યાં પધાર્યા હતા. પ્રખર શાસ્ત્રજ્ઞાનના કારણે ઇન્દ્રભૂતિને યજ્ઞમાં વિશિષ્ટ સ્થાન આપવામાં આવ્યું હતું. એ નગરીમાં દેવો પણ ભગવાન મહાવીરને વંદન કરવા પધાર્યા હતા. બ્રાહ્મણોને એ વાતનું આશ્ચર્ય થયું.
કંઇક કુતૂહલથી, વિદ્યાના કંઈક અભિમાનથી, ભગવાન મહાવીરનો શાસ્ત્રાર્થમાં પરાજય ક૨વાના ઉદ્દેશથી ઇન્દ્રભૂતિ સમવસરણમાં ગયા. તેમને આવતા જોઈને ભગવાને અત્યંત મધુર અને પ્રેમભરી વાણીમાં, તેમને નામથી સંબોધીને આવકાર્યા. એથી ઇન્દ્રભૂતિને આશ્ચર્ય થયું. વળી ભગવાને કહ્યું : ‘હે ઇન્દ્રભૂતિ ! તમારા મનમાં શંકા છે કે જીવનું અસ્તિત્વ છે કે નહિ.' આ સાંભળી ઇન્દ્રભૂતિ વિચારમાં પડ્યા. તેમને થયું કે મેં મારા મનની શંકા કોઈને કહી નથી, તો આમને ક્યાંથી ખબર ?' ભગવાનની આ શક્તિ, આ જ્ઞાન અને વાત્સલ્યભર્યું વલણ જોઈ ઇન્દ્રભૂતિનું અભિમાન ઓગળવા લાગ્યું. ભગવાને મધુર વાણીથી અને દૃષ્ટાંતો આપીને ઇન્દ્રભૂતિની શંકાનું નિવારણ કર્યું. તેમણે કહ્યું કે ‘હે ઇન્દ્રભૂતિ ! તમારા મનમાં શંકા છે કે જીવ પ્રત્યક્ષ પ્રમાણથી સાબિત થઇ શકે તેમ નથી. વળી જીવ વર્ણ, રૂપ, સ્પર્શ, ગંધ, સ્વાદરહિત છે. તેથી ઇન્દ્રિયગ્રાહ્ય પણ નથી. એટલે કે ઇન્દ્રિયોથી તેને અનુભવી શકાતો નથી. પરંતુ હે ગૌતમ! નજરે વસ્તુ જોઇ શકાય નહિ અથવા પ્રત્યક્ષ પ્રમાણથી સિદ્ધ થઈ શકે નહિ તેથી તેનું અસ્તિત્વ જ નથી એમ કહી શકાય નહિ.'
વળી ભગવાને કહ્યું, ‘હે ઇન્દ્રભૂતિ ગૌતમ ! સંશયવિજ્ઞાનથી આત્માની સાબિતી થઈ શકે છે. જગતમાં બે પ્રકારના પદાર્થો છે ઃ એક જડ અને બીજો ચેતન. શંકા કે સંશય થવાં, પ્રશ્નો થવા, સમજ પડવી, વિચાર આવવા તે જડનો નહિ પરંતુ ચેતનનો ગુણ છે. આત્મા ચેતન તત્ત્વ છે. તેથી જ્ઞાન આત્માથી અલગ નથી. તેથી જ જૈનદર્શન આત્માને જ્ઞાનમય, વિજ્ઞાનમય માને છે. જ્ઞાન એ જ આત્મા છે. જેને જ્ઞાન પ્રાપ્ત થયું હોય તે તેના કાર્યથી, ચારિત્ર્યથી દેખાઈ આવે છે. વ્યક્તિ જ્ઞાની હોય તો જોનારને તેની સમજ પડે છે. તેથી જેને જ્ઞાન થાય છે તેણે આત્માનો સ્વીકાર પણ કરવો જોઈએ.'
‘હે ગૌતમ ! અહંપ્રત્યયથી જીવ પ્રત્યક્ષ છે. ત્રણે કાળની પ્રતીતિ શરીરને નહિ, પરંતુ આત્માને થાય છે. હું ગયો, હું જાઉં છું, હું જઈશ વગેરે વાક્યોમાં જે ‘હું’ છે, જેને ત્રણે કાળની પ્રતીતિ થાય છે, જેને અનુભવ થાય છે તે કોણ છે ? તે જ ચેતન તે જ આત્મા છે. કોઈ એમ માને કે શરીરને પ્રતીતિ થાય છે તો તે બરાબર નથી; કારણ કે શબ પણ શરીર છે અને