Book Title: Mahamani Chintamani Shree Guru Gautamswami
Author(s): Nandlal Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 845
________________ તૈયાવચ્ચ-અંતિમ સમાધિ આપવી, વગેરેમાં પણ તૈયાર જ હોય. ભગવાનની ભક્તિ-જીવદયા–જયણા-અ બધાંમાં પણ તેઓ અપ્રમત્તભાવે લયલીન બની જતા. દીક્ષા પહેલાં પણ વર્ષો સુધી ચોસઠ પહોરી પૌષધ સાથે અઢાઈ કરી હતી. આ સાથે જ્ઞાનની આરાધના પણ ચાલુ જ હતી. આ બધામાં શરીરની પરવા પણ ન કરી. પરિણામે સં. ૨૦૨૧માં જામનગરમાં આખા શરીરે જીવલેણ વ્યાધિ થયો. તે સમાધિથી ભોગવીને કર્મનિર્જરા કરી. યોગ્ય સારવારથી રોગમુક્ત બન્યા પરંતુ અવસ્થાએ પોતાનો પરચો બતાવવા માંડ્યો. તેઓનું સૌભાગ્ય પણ એવું કે તેઓના પગલે મોટા પુત્ર રમેશચંદ્ર સં. ૨૦૧૪માં પૂ. ગણિવર શ્રી મગાં કવિજયજી મ.સા.ના શિષ્યરૂપે દીક્ષા લઈને મુનિ રત્નભૂષણવિજયજી મ.સા. બન્યા અને પુત્ર છબીલદાસ પૂ. મુ. રત્નભૂષણવિજયજી મ.ના શિષ્ય મુનિ કુલભૂષણવિજયજી મ.સા. બન્યા. જીવનભર પોતે ભાવેલી ભાવનાઓની સફળતા નજરે જોઈ અને તેઓના સહારે સંયમની સાધનામાં આગળ વધતા ગયા. વૃદ્ધાવસ્થામાં પ્રાયઃ સ્થિરવાસ કરવો પડે એવી ૮૩ વર્ષની પાકટ વયે પૂ. દાદાગુરુની આજ્ઞા અને આશીર્વાદથી પૂર્વ ભારતનો ઉગ્ર વિહાર કર્યો. ત્યાંના પાંચ વર્ષના વિચરણ દરમ્યાન છ'રી પાલિત સંઘ, કલ્યાણક ભૂમિઓની સ્પર્શના, શિખરજીનું યાદગાર ચોમાસું, અંજનશલાકાના બે મહોત્સવો, ૧૫ પ્રતિષ્ઠાઓ, કલકત્તાના ભવ્ય ચાતુમસિો આદિ શાસન-પ્રભાવનાનાં અનેકવિધ કાર્યો થયાં. તે સૌમાં તેઓએ અપ્રમત્તપણે હાજરી અને નિશ્રા આપી. સં. ૨૦૪૯માં કલકત્તાથી ૨૬૦૦ કિ.મી.નો ઉગ્ર વિહાર કરીને મુંબઈ પધાર્યા અને ચોપાટી–શ્રી કલ્યાણ પાર્શ્વનાથમાં ચોમાસુ કર્યું. ચોમાસા બાદ સં. ૨૦૫૦માં પૂ. ગચ્છાગ્રણી માલવદેશે સદ્ધર્મસંરક્ષક આ.શ્રી. વિજયસુદર્શસૂરીશ્વરજી મ.સા.ની આજ્ઞાથી પૂ. પંન્યાસજી મ. શ્રી રત્નભૂષણવિજયજી ગણિવરને આચાર્યપદ પ્રદાન કર્યું. તે વખતે બોરીવલી-કાર્ટર રોડમાં ભવ્ય શાસન-પ્રભાવના થઈ, માનવમેદની પણ હજારોની હતી. એ ચોમાસું પણ ત્યાં જ કર્યું તે પછી વડાલામાં ભવ્ય અંજનશલાકા મહોત્સવમાં પણ ચાર-ચાર કલાક બેસતા. શેષકાળમાં પરાંઓમાં વિચરીને વાલકેશ્વર–શ્રી સુપાર્શ્વનાથ જૈનસંઘમાં ચોમાસાનો પ્રવેશ કર્યો. પ્રવેશ-દિને અને સૌમાસી દિને તેઓએ ઉપવાસ કર્યો. ૯૨ વર્ષની આ વૃદ્ધાવસ્થામાં પણ પ્રતિક્રમણ-જિનદર્શન–વ્યાખ્યાનશ્રવણ આદિ આરાધનાઓ છેલ્લે સુધી બરોબર અપ્રમત્તપણે ચાલું હતું. તેઓની સમગ્ર સાધનામાં મુ. શ્રી કુલભૂષણવિજયજી મ.સા.ની અખંડ વૈયાવચ્ચે એ અજોડ સહાયક પરિબળ હતું. માનવજીવનમાં જન્મ અને મરણએ બે આપણા હાથની વાત નથી. તેમ છતાં પણ તેઓનું સૌભાગ્ય એવું કે–જન્મ જ્ઞાનપંચમીએ અને મત્યુ પર્યુષણના પ્રથમ દિને. બંને ઉત્તમ દિવસો. સમય પણ વિજય મુહૂર્ત. પરમ સમાધિપૂર્વક, કોઈ પણ જાતની પીડા વિના આયુષ્ય પૂરું કરીને પરલોકપંથે પ્રયાણ કર્યું. જીવનભરની ઉચ્ચ કોટિની આરાધનાના પ્રભાવે પંડિતમરણ પામ્યા. એવી જ રીતે એમની પાછળ પણ જિનભક્તિના મહોત્સવો-જીવદયા-અનુકંપા આદિનાં કાર્યો પણ અનુપમ થયાં. સદ્ગતિને પામેલો તેઓનો આત્મા ક્રમશઃ આગળ વધીને વહેલું વહેલું શિવપદ પામે, એવી શુભભાવના વ્યક્ત કરીએ છીએ. (સૌજન્ય : જયનગર નો મૃ. જૈન સંઘ, અપી) ૧૦૭.

Loading...

Page Navigation
1 ... 843 844 845 846 847 848 849 850 851 852 853 854