Book Title: Mahamani Chintamani Shree Guru Gautamswami
Author(s): Nandlal Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 844
________________ જાણવાબ ન કરવાના કરાવવા એક ત્યાગી-વૈરાગી અને વૈયાવચ્ચ-પરાયણ મુનિવરશ્રીને શ્રદ્ધાંજલિ ' આ ફી માં સૌભાગ્યવંતો સોરઠ દેશ. તેમાં મોટીમારડ (ધોરાજી) ગામ. મૂળનાયક શ્રી વાસુપૂજ્યસ્વામી શિખરબંધી દહેરાસરમાં બિરાજે. તેમાં વસા શ્રીમાળી જ્ઞાતિમાં દોશી સોમચંદ જગજીવનદાસ તથા શ્રીમતી કપૂરબેનનો વસવાટ. બંને સીધા સાદા અને ધર્મી જીવ. તેમના ત્રીજા પુત્રરૂપે વિ. સં. ૧૯૬૧ના કા. શ. પજ્ઞાનપંચમીના શુભ દિને જન્મેલા જીવનલાલભાઈ એ જ આપણા પૂજ્ય મુનિરાજ શ્રી જયભૂષણવિજયજી મ. સા. તેઓને નાનપણથી જ માતા-પિતા તરફથી ધાર્મિક સંસ્કારોનો વારસો મળેલ. અભ્યાસ તો ગુજરાતી બે ધોરણનો જ, પણ કોઠાસૂઝ એવી કે વેપારધંધાના હિસાબકિતાબ અને સરકારી કામકાજમાં અમારાં ઉપકારી શ્રી ગૌતમસ્વામીનો છંદ બોલ્યા પણ પાછા ન પડે. ધાર્મિક અભ્યાસ પાંચ પ્રતિક્રમણનો પછી જ પચ્ચકખાણ પારતા, તે પૂજ્ય ગુરુદેવશ્રીના પરો. એટલે વતનમાં હોય ત્યારે પોતે ઉપવાસ કે છ૪ પાવન ચરણોમાં કોટિશઃ વંદન. કરેલો હોય તો પણ આખા સંઘને પકુખી પ્રતિક્રમણ આદિની લહેરુભાઈ સી. મહેતા પરિવાર (ભાવનગર) આરાધના કરાવે. સંઘનાં નાનાંમોટાં સૌ એમનું માન સાચવે. વડીલ બંધુના પગલે ૧૪ વર્ષની વયે વ્યવસાય અર્થે તેઓ કલકત્તા ગયા. ત્યાં ધંધો સારો વિકસાવ્યો, તેની સાથે સાથે ધર્મમાં પણ ખૂબ આગળ વધ્યા. પિતાશ્રીની બધી અંતિમ ઇચ્છાઓ પૂરી કરી. મનડું તો સંસારમાં ન માને, તેમ છતાં પણ લગ્ન કરવા પડ્યાં અને પરિવાર પણ થયો. સાંસારિક જવાબદારીઓ એક પછી એક આવતી ગઈ અને ઉચિત કર્તવ્યરૂપે તેઓએ તે બધી પૂરી કરી. સિદ્ધગિરિની શીતળ છાયામાં સં. ૧૯૯૮માં પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની પાવન નિશ્રામાં ચોમાસ-ઉપધાનતપ-માળ વખતે સજોડે ચર્થવ્રતનો સ્વીકાર, આદિ આરાધના લેવા માટે સજ્જ થયા. તે વખતે જ અચાનક ટૂંકી માંદગીમાં ધર્મપત્ની છબલબેનનો સ્વર્ગવાસ થયો, જેના પરિણામે નાની ઉંમરના બંને પુત્રો રમેશચંદ્ર અને છબીલદાસની જવાબદારી એમના ઉપર આવી પડી અને દીક્ષા લઈ ન શક્યા. આ બંને પુત્રોને પણ સંયમમાર્ગે વાળવાની તેઓની ભાવના પ્રબળ બની અને તે માટેનો પુરુષાર્થ પણ તેઓએ ચાલુ રાખ્યો. સં. ૨૦૦૨માં પૂજ્યશ્રીનું ચાતુર્માસ જૂનાગઢમાં થયું. તે વખતે આખું ચોમાસું અખંડ પૌષધ, વચમાં લોચ, તપશ્ચય આદિ આરાધનાસભર પૂરું કર્યું. ત્યાર બાદ ફરીથી કલકત્તા જવાનું થયું. સં. ૨૦૦૯માં પૂજ્યપાદશીનું ચોમાસું કલકત્તા થયું અને મોટા પુત્ર રમેશચંદ્રની દીક્ષાની ભાવના થઈ. માતુશ્રી કપૂરબેનના સમાધિમય વર્ગવાસ પછી સં. ૨૦૧૩ના અષાડ સુદિ-૩ના જબલપુર મુકામે પૂ. ગણિવર શ્રી માનતુંગવિજયજી મ.સા.ના શિષ્ય મુનિ જયભૂષણવિજયજી મ.સા. રૂપે દીક્ષિત બન્યા. ચોમાસા બાદ સં. ૨૦૧૪ના માગશર વદિ ૯ના નરસિંગપુર (મ.પ્ર.) ગામમાં તેઓની વડી દીક્ષા થઈ. દીક્ષાદિનથી જ મૂળથી બે વિગઈનો ત્યાગ, લીલોતરીનો ત્યાગ, વર્ધમાનતપની ઓળીઓ ૬૪ સુધી પહોંચ્યા. જ્ઞાનપંચમી–નવપદજીની { ઓળી-કલ્યાણકની આરાધના તો એમનો જીવનપ્રાણ બની ગઈ. મોટી ઉંમર હોવા છતાં ગ્લાનની અઅઅઅઅઅ. અઅ

Loading...

Page Navigation
1 ... 842 843 844 845 846 847 848 849 850 851 852 853 854