________________
૭૮૨ ]
[ મહામણિ ચિંતામણિ
સાધનાઆરાધનાઓનાં સંચિત ફળોને ભોગવવા છેલ્લો ભવ ભગવાન મહાવીરના સમકાળે સાંપડી ગયો હતો. લાડકવાયો બાલકુમાર નિશાળે તો નિમિત્ત લઈ ભણવા બેઠો, પણ જોતજોતામાં મેધાશક્તિનો માલિક તે ચાર વેદ, ચૌદ વિદ્યા ઉપરાંત અન્ય ધર્મોનાં શાસ્ત્રોનો શાસ્ત્રી બની બેઠો. બાળક-કિશોર મટી યુવાન બન્યો પણ દીવાની યુવાનીની યુવાશક્તિને બાલિશનેડા વિલાસમાં બાળી ન નાખી, બ્રહ્મચર્યની બ્રહ્મ-બાહોશીમાં વાળી. કદાચ તેથી જ તેઓ સોમિલ બ્રાહ્મણે બોલાવેલા ૧૧-૧૧ પંડિતોમાં પચાસ વયની વચલી દશામાં પણ સાવ જુવાન જેવા ઝળહળતા હતા, અને તે યજ્ઞમાં પોતાના પાંચસો શિષ્યો સાથે પધાર્યા હતા.
रु —રુઆબી રફતારથી તેજ ઇન્દ્રભૂતિ પરમાત્મા વીરને વાંદવા નહિ પણ વાદવા ગયા, પણ સરળતાની એ સૌમ્યમૂર્તિને પોતાની શંકા કે જીવ છે કે નહિ—નું નવલું સમાધાન શ્રીવીરના શ્રીમુખે મળતાં જ માન મૂકી મનને મહાવીરશરણે સમર્પિત કરી દીધું. આ સમર્પણે વિનયગુણ ખીલવી દીધો ને તેથી પરમ વિનેય બની વિવિધ વિદ્યાના વેધક શાસ્ત્રી બની ગયા. કેવું હશે તેમનું પુનિત સૌભાગ્ય કે પ્રભુ ૫રમાત્મા પણ કેવળજ્ઞાન સંપ્રાપ્ત કરી છેક ઋજુબાલિકા નદીના કાંઠાથી પાવાપુરીના પાદર સુધી મહાસેન વનમાં જાણે પૂર્વભવના પરમ મિત્ર ગૌતમને મેળવવા તાબડતોબ આવી પહોંચ્યા ! વીરપ્રભુ તથા વાદી ઇન્દ્રભૂતિના સુભગ મિલનની મધુર પળો પળભરમાં વાદ-વિવાદ કે વિખવાદને બાદ કરી સંયમનાદને ગજવી ગઈ. ઇન્દ્રભૂતિ બ્રાહ્મણ મટી શ્રમણ, ગારવ મૂકી ગૌ૨વવાળા, ગુરુતા મૂકી લઘુતાયુક્ત વિનયવાન વિનેય બની ગયા, જેમના પુણ્યના પ્રકર્ષે વૈશાખ સુદ ૧૧ના શુભ દિવસે વિ. સં. ૫૦૦ વર્ષ પૂર્વે, તેમને જોઈ બાકીના ૧૦ પંડિતો પોતપોતાના શિષ્યો સાથે પ્રભુ વીરના શિષ્યો બની ગયા, અને એક દિવસે જ એકસાથે ૪૪૧૧ પુણ્યાત્માઓ મહાત્માઓ બની ગયા. આમ શાસન સ્થાપના દિવસના સ્થાપક રૂપે ગૌતમ ગૌરવ ખાટી ગયા. દીક્ષા લઈ ત્રિભુવનપતિની ત્રિપદી “ઉન્નઈ વા, વિગમેઈ વા, વેઈ વા” સાંભળતાં જ ગણધરલબ્ધિ લાધી ગઇ. તેથી જ તો ગાગરમાંથી સૂસવાટ કરતો સાગર જેવો વિશાળ શાસ્ત્રખજાનો જાદુગરની જેમ જાદુમાયાથી ખોલી નાખ્યો.
ગૌ | —ગૌની હૂંફમાં વાછરડું જેમ મસ્તી માણે તેમ ગણધર ગૌતમ ગૌરવાન્વિત થયા હોવા છતાં પણ, ગુરુમાતાની મીઠી નિશ્રામાં જ નિશ્વાસ-ઉચ્છ્વાસ લેવા લાગ્યા. ગજબનું ગેબી જ્ઞાન અંતરમાં પ્રગટેલું, પણ તેને ગુપ્ત રાખી, કેવળજ્ઞાની પરમ ગુરુ પાસે બાળભાવે બોધ મેળવવા મથતા રહ્યા, પોતાને પનોતા પવિત્રાત્માઓ સંખ્યાબંધ શિષ્યરૂપે સંપ્રાપ્ત થયા, છતાંય જેમ સૂરજ સ્વયં ભ્રમણનું કષ્ટ લઈ સૃષ્ટિને સુખ બક્ષે તેમ પોતે પંચમજ્ઞાન વિહોણા રહ્યા પણ જેમને જેમને પોતાના વરદ હસ્તે દીક્ષા દીધી તે સર્વેને કેવળજ્ઞાનનો પ્રકાશ પમાડવામાં પુણ્યનિમિત્ત બની રહ્યા. આગલા ભવમાં પાડેલ મીઠી ભાષાના સંસ્કારથી આ ભવમાં વચનલબ્ધિનો વિકાસ એવો જબ્બર થયો કે પરમાત્મા પાસે પણ પામી ન શકે તેવો પામર ખેડૂત હાલિક ગૌતમસ્વામીના મધુર વચને સમકિત સંપ્રાપ્ત કરી ગયો. બાળકુમાર અતિમુક્તક કુમાર આ જ કારણથી તેમની માયામાં મન મૂકીને મહાલ્યો, દીક્ષા લીધી ને કેવળજ્ઞાન પણ લઈ લીધું.
ત તત્ત્વજ્ઞાની, તપસ્વી તથા તંદુરસ્ત તનબદનથી તગડા, તેજસ્વી ને તીર્થભૂત દેખાતા ગણધરશ્રીની પ્રશસ્ત પુણ્યરાશિનો પમરાટ પવિત્રથી પામર પ્રત્યેકને ભાવિત કરતો હતો. માટે જ