________________
૭૮૪ ]
[ મહામણિ ચિંતામણિ
રી | _રીતિ-નીતિથી ન્યારા જૈન શાસનમાં ગુરુ-
શિષ્યની ગૌરવગાથા જ્યારે જ્યારે ગવાય છે, ત્યારે ત્યારે વીરપ્રભુ ને ગૌતમપ્રભુની અપૂર્વ જોડી યાદ આવ્યા વગર નથી રહેતી. પ્રભુ વીરથી ગુરુ ગૌતમ ઉમ્મરમાં આઠ વરસ મોટા હતા અને આયુષ્યથી વીસ વરસ. છેક પચાસમા વર્ષે દીક્ષાજીવન સંપ્રાપ્ત થયું અને એંશીમા વર્ષે કેવળજ્ઞાન. તે પછી બાર વરસ લગી પૃથ્વી પર જ્ઞાનગંગાના પ્રવાહને વહાવી બાણુમાં વર્ષે મુક્તિપુરીના વાસી બન્યા. છેલ્લે છેલ્લે તપસ્વીરાજ તેમણે રાજગૃહીના વૈભારગિરિ પહાડ ઉપર એક માસનું અણસણ આદરી નિવણ સાધ્યું. પણ જીવનમાં દીક્ષા પછી. છઠ્ઠને પારણે છઠ્ઠ કરતાં તેઓ વિવિધ લબ્ધિના વાહક બન્યા હતા. પરમાત્મા વીરના જીવ સાથે છેક ત્રિપષ્ઠ વાસદેવના ભવથી તેમના રથના સારથિ રહી સંબંધ સ્થાપ્યો હતો. ઇતિહાસના પાને ગૌતમસ્વામીની સત્ય ઘટનાઓ જેટલી જાહેરમાં કથારૂપ પામી છે, તેથીય કેટલાય પ્રસંગો તો જાણે ગુપ્ત-પ્રસુપ્ત રહી ગયાં છે. જે હોય તે, પણ પ્રત્યેક તીર્થકરના તીર્થમાં થયેલ ગણધરોમાં ગૌતમનું નામ ગૌરવથી ગવાય છે તેમાં ગુપ્ત રહસ્યો રહેલાં છે.
એ | એવા અજોડ જ્ઞાની–ધ્યાની–નિરભિમાની શાસન-પ્રભાવક ગણધર ગૌતમસ્વામીની લબ્ધિઓમાં લુબ્ધ બની સૌ કોઈ તેમની સ્તવના કરે છે કે, ?
અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર
તે ગુરુ ગૌતમ સમરીએ, વાંછિત ફલ દાતાર.” પણ, તેવી રીતે સાવ મફતમાં મળી જાય તેવી આ અનુપમ લબ્ધિઓ નથી, કે જેની ઉપલબ્ધિ સાવ સહજમાં સંપ્રાપ્ત થઈ જાય. તે અમૂલ્ય લબ્ધિઓ લાધવા મૂલ્ય આપવું પડશે, સાધનાઓનું, સંયમનું અને સૌજન્યનું.
આજે પણ ગોચરી ગયેષણા માટે જનાર ગુરુપદે રહેલ મુનિવરો જો સંકલ્પ-સુવિશુદ્ધિ સાથે ગુરુ ગૌતમને સ્મરે છે, તો તેના તાત્કાલિક ફળસ્વરૂપે તેમની સંયમચર્યાનું સાધન તેમની જ ધારણા મુજબે સાહજિકતાથી સંપ્રાપ્ત થઈ જાય છે. તે જ પ્રમાણે સાધક-શ્રાવક પણ શ્રદ્ધા સાથે ગૌરવવંતા ગૌતમને સ્મરે છે તો તેની મનોવાંછાઓ જોતજોતામાં પૂરી થઈ જાય છે.
ગૌતમસ્વામી તો સિદ્ધ થઈ નિરંજન-નિરાકાર-નિસ્પૃહી બની બેઠા છે, છતાંય તેમના નામસ્મરણમાં પણ પ્રચંડ શક્તિઓ પ્રગટ થઈ શકે છે તે કયા કારણથી તે જ રહસ્ય સંશોધનનો વિષય છે.