________________
૭૪૪ ]
[ મહામણિ ચિંતામણિ
“હા જી, સ વે સયમાત્મા જ્ઞાનમયઃ ઈત્યાદિ શ્રુતિવાક્ય આત્માનું અસ્તિત્વ દર્શાવે છે. એથી શંકા થવી સ્વાભાવિક છે.”
ભગવાન મહાવીરના મુખેથી વેદવાક્ય સાંભળતાં જ ઈન્દ્રભૂતિના મનનો અંધકાર દૂર થઈ ગયો. તે બે હાથ જોડી બોલ્યા : “ભગવાન, આપનું કથન યથાર્થ છે. હું આપનું પ્રવચન સાંભળવા ઇચ્છું છું. આપ મને કાંઇક જણાવવા કૃપા કરો.”
ગૌતમની ઈચ્છા જાણી ભગવાન મહાવીરે એમને નિર્ગસ્થ પ્રવચનનો ઉપદેશ આપ્યો. એ સાંભળીને એમના સર્વ સંશય નષ્ટ થઈ ગયા, એટલું જ નહિ, એમણે નિન્ય ધર્મની દીક્ષા ગ્રહણ કરી. દીક્ષા સમયે તેમની ઉંમર પચાસ વર્ષની હતી. ગૌતમની સાથે એમના પ00 છાત્રો પણ પ્રવ્રજ્યા ગ્રહણ કરી તેમના શિષ્ય બની રહ્યા. ગૌતમ ભગવાન મહાવીરના પ્રથમ શિષ્ય તેમ જ પ્રથમ ગણધર હતા. એમણે વિવિધ વિષયને સ્પર્શતા અનેક પ્રશ્નો ભગવાન મહાવીરને પૂછ્યા જે આજે જૈન આગમ સાહિત્યમાં સચવાયેલા છે.
ગૌતમને મહાવીરસ્વામી પ્રત્યે અપાર સ્નેહ બંધાયો. તેઓ એમનાથી એક ક્ષણ પણ અલગ છે રહેવા ઇચ્છતા ન હતા. માન્યતા એવી છે કે ભગવાન મહાવીર અને ગૌતમના આત્માઓનું આ મિલન એ પ્રથમ મિલન નહોતું. એ તો અનેક જન્મોથી ચાંલતું આવતું મિલન હતું. ગૌતમને મહાવીરસ્વામી પ્રત્યે અત્યંત અનુરાગ હતો. એ અનુરાગને કારણે ગૌતમ, ભગવાન મહાવીર જીવંત હતા ત્યાં સુધી કેવલજ્ઞાનથી વંચિત રહ્યા હતા.'
મહાવીરસ્વામીના સંઘમાં હજારો રાજકુમારો, શેઠ-શાહુકારો, સેનાપતિઓ, પરિવ્રાજકો અને ! અન્ય લોકો દીક્ષિત થતા હતા. ભગવાન એમને પૂર્વજન્મના અંગે તેમ જ તેઓ ક્યારે કઈ રીતે | નિવણ પ્રાપ્ત કરશે તે જણાવતા. તેમના બધાના મનનું સમાધાન કરતા. આગમોમાં એ અંગેના અનેક પ્રસંગો જોવા મળે છે. શાસ્ત્રાર્જશક્તિ
એમણે ભગવાન પાર્શ્વનાથની પરંપરાના મૃત સ્થવિર કેશી સાથે શાસ્ત્રાર્થ કરી એમને મહાવીરના સંઘમાં સંમિલિત કર્યા હતા. આમ ગૌતમસ્વામીની શાસ્ત્રાર્થની શક્તિ અત્યંત પ્રખર હતી. સમન્વયબુદ્ધિ
સમન્વયશક્તિ પણ અજોડ હતી. પ્રાચીન બ્રાહ્મણ પરંપરા તો એમના લોહીમાં હતી. ભગવાન મહાવીર સાથેના પરિચય પછી તેમણે અનેક લોકોને જેમ શાસ્ત્રાર્થમાં પરાજિત કર્યા હતા તેમ તેમની સાથે ચર્ચા-વિચારણા કર્યા પછી પાર્શ્વનાથ ચાતુમિ ધર્મને પહાવીરના પંચ મહાવ્રત ધર્મ સાથે તેની સમાનતા દર્શાવી પોતાની સમન્વયબુદ્ધિનો પરિચય આપ્યો હતો. આગમોમાં વર્ણિત પ્રસંગો
ખંદકના પરિવ્રાજક હોવા છતાં ગૌતમે એનું સ્વાગત કર્યું હતું. તોસલી તાપસની સાથે ચર્ચા કરવી, કર્મવિપાકના ફળને પ્રત્યક્ષ જોવા માટે મૃગાપુત્રની માતા પાસે જવું, આનંદ શ્રાવક સાથે ચર્ચા કરી એની પાસે ક્ષમાયાચના કરવી આદિ અનેક પ્રસંગો ગૌતમસ્વામીના વિષયમાં આગમોમાં સચવાયેલા છે. આ બધા પ્રસંગો મહાવીરસ્વામીની મહાનતાના પરિચાયક છે.