________________
૭૪ ]
[ મહામણિ ચિંતામણિ
અહિંસાના એક પરમ ઉપાસક શ્રી ગૌતમસ્વામી
–ડૉ. નાગજીભાઈ ભટ્ટી
જન્મ અને મૃત્યુ એ માનવ જીવનનાં બે પાસાં છે. જેઓ જીવનના એક જ પાસાને મહત્ત્વ આપે છે તે જીવન વિમુક્ત બની શકતો નથી. વળી ભાવતૃષ્ણા અર્થાત્ જીવવાની અબળખા અને વિભવતૃષ્ણા એટલે કે મૃત્યુની ઇચ્છા એ બંને જીવનની મુખ્ય વાત ગણાય. આથી જીવન દેવતાની ઉપાસના કરવા ઇચ્છનારે અહિંસા દ્વારા મૃત્યુ ઉપર વિજય પ્રાપ્ત કરવો જોઈએ. તેમ જ તપસ્યા દ્વારા જીવનનો સાક્ષાત્કાર કરવો જોઈએ.
માનવી માત્રમાં મૃત્યુનો ભય છવાયેલો હોય છે. આથી એ ભય દૂર કરવા અને જીવન ટકાવવા મનુષ્ય સેંકડો વર્ષોથી જીવવા, વજ્રદેહી બનવા, વૃદ્ધાવસ્થા ટાળવા અનેક ઉપાય અજમાવ્યા છે.
જે માને છે કે મૃત્યુ સર્વસમર્થ છે તે મૃત્યુ ટાળવા બીજાને મારવાનો પ્રયત્ન કરશે. પરંતુ જે મૃત્યુથી ડરતો નથી તેવી વ્યક્તિને ‘મૃત્યુંજય’ કહી શકાય. આ જગતમાં એવા પણ કેટલાક વીરો થઇ ગયા મૃત્યુંજયી તરીકે નામના પામ્યા છે. મહાવીરસ્વામી આવા મૃત્યુંજયી વીર હતા. એમણે મનુષ્યજાત ઉપર વિશ્વાસ રાખી અહિંસાના અંતિમ સ્વરૂપનો ઉપદેશ કર્યો.
આ મહાવીરસ્વામીના પ્રથમ શિષ્ય ગૌતમ ઇન્દ્રભૂતિ હતા. તેમણે ઉત્તમ જ્ઞાન પ્રાપ્ત કર્યું. મહાવીરસ્વામી પાસેથી દીક્ષા પામેલા શિષ્યોમાં ગૌતમ ઇન્દ્રભૂતિ કે ગૌતમસ્વામીનું નામ મુખ્ય છે.
મગધ દેશમાં ગોબર નામે એક ગામમાં વસુભૂતિ નામે ગૌતમ ગોત્રનો એક બ્રાહ્મણ રહેતો હતો. તેની પૃથ્વી નામે પત્નીની કૂખે વિ. સં. પૂર્વે ૫૫૧માં એક તેજસ્વી બાળકનો જન્મ થયો. માતા-પિતાએ તેનું નામ ઇન્દ્રભૂતિ રાખ્યું. તે બુદ્ધિમાં ચતુર, સ્વભાવે મિષ્ટ અને દેખાવમાં આકર્ષક હતો. તેણે પોતાની પ્રતિભા અને બુદ્ધિને કારણે ચૌદ વિદ્યાઓ થોડા જ સમયમાં શીખી લીધી. વિદ્વાન તરીકે સમગ્ર મગધ રાજ્યમાં એનું અદ્વિતીય સ્થાન હતું. દૂર દૂરથી વિદ્યાર્થીઓ તેની પાસે વિદ્યા શીખવા આવવા લાગ્યા. અભ્યાસ ઉપરાંત ધાર્મિક ક્રિયાકાંડમાં પણ તે પ્રખ્યાત હતો.
સમય જતાં તેને અગ્નિભૂતિ અને વાયુભૂતિ નામે બે ભાઇઓ થયા. તેઓ પણ વિદ્વાન થયા. તેમની પાઠશાળાઓ ચાલતી અને તેમાં પાંચસો પાંચસો વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા.
૩
તે સમયે મધ્યમાં પાવાપુરીમાં ‘સોમિલ’ નામે એક ધનાઢ્ય બ્રાહ્મણે મહાયજ્ઞનું આયોજન કર્યું. તેમાં તેણે અનેક સ્થળોના વિદ્વાન બ્રાહ્મણોને આમંત્રિત કર્યા. આ વિદ્વાનોમાં ઇન્દ્રભૂતિ, અગ્નિભૂતિ, વાયુભૂતિ, વ્યક્ત, સુધર્મા, મંડિત, મેતાર્ય, મૌર્યપુત્ર, અકમ્પિત, અચલભ્રાતા, અને પ્રભાસ નામે વિદ્વાનો અને તેમનો પિરવાર ગયેલો.
આ સમયે ભગવાન મહાવીરને લાગ્યું કે અત્યારે મધ્યમા નગરીને અપૂર્વ લાભ પ્રાપ્ત