________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
[ ૭૪૩
થશે. યજ્ઞમાં આવેલા બ્રાહ્મણો પ્રતિબોધ પામશે અને ધર્મતીર્થનો આધારસ્તંભ બનશે. આથી તેઓએ મધ્યમા પાવાપુરી તરફ વિહાર કર્યો અને ગામ બહાર આવેલા એક મહસેન' નામે ઉદ્યાનમાં રોકાયા..
એ વખતે દેવોએ ભગવાન મહાવીરના સમવસરણની રચના મહસેન ઉદ્યાનમાં કરી હતી. વૈશાખ સુદ એકાદશીના પ્રાતઃકાળથી મહસેન ઉદ્યાન તરફ નાગિરકોનો સમૂહ ઊમટી પડ્યો. સૌ પોતપોતાના મોભા પ્રમાણે સમવસરણમાં જવા માટે દોડી રહ્યા હતા. દેવ, દાનવ, માનવ આદિથી સમગ્ર વન ભરાઇ ગયું.
એ વિશાળ સભામાં મહાવીરે એક પ્રહર સુધી ઉપદેશ આપ્યો. એ ઉપદેશમાં એમણે લોક, અલોક, જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, નિર્જરા, બંધ અને મોક્ષનું અસ્તિત્વ દર્શાવ્યું અને નર્કનું વર્ણન કરી તેમાં લોકોને—જીવોને કેવાં કેવાં શારીરિક અને માનસિક કષ્ટ સહન કરવાં પડે છે તે સમજાવ્યું. ભગવાનના આ ઉપદેશની ચારે તરફ પ્રશંસા થવા લાગી.
દેવોને એ વખતે નીચે ઊતરતા જોઇ ઇન્દ્રભૂતિ વગેરે બ્રાહ્મણોના મનમાં થયું કે દેવદિ ગણ તેમના યજ્ઞના પ્રભાવથી અમારા યજ્ઞમાં આવે છે; પરંતુ જ્યારે તેમણે જોયું કે દેવાદ તો તેમનો યજ્ઞ છોડી મહાવીરસ્વામીના દશનાર્થે જાય છે, ત્યારે એમને પણ ત્યાં જવાની ઇચ્છા થઇ. વળી શિષ્યો મારફત જાણવા મળ્યું કે મહાવીરસ્વામી તો સર્વજ્ઞ છે. એટલે દેવ, મનુષ્ય આદિ તેમની વાણી સાંભળવા જાય છે. ઇન્દ્રભૂતિ ભગવાન મહાવીરની પ્રશંસા સાંભળી ઘણા વિસ્મિત થયા. દેવતાઓ મહાવીરની વાણી સાંભળવા આવ્યા છે તે જાણી તેમને પણ ત્યાં જવાની ઇચ્છા થઇ. જે માણસ આવા દેવતાઓને આકર્ષી શકે તે સર્વજ્ઞ' છે કે કેમ તે જાણવા અને પોતાનો જ્ઞાનવૈભવ મહાવીરને બતાવવા તેઓ ઉત્સુક થયા. પોતાના છાત્રો સાથે તેમણે પણ મહસેન ઉદ્યાન તરફ પ્રયાણ કર્યું. નવા સર્વજ્ઞ સાથે વાદવિવાદ કરી તેને હરાવવા અને પોતાના જ્ઞાનની તાકાતનો પરિચય કરાવવા ઇન્દ્રભૂતિ મહસેન ઉદ્યાન તરફ ચાલ્યા. એમણે પોતાના જીવનમાં ઘણા પંડિતો અને મહાપંડિતો સાથે ટક્કર લીધી હતી. ઘણાને નિરુત્તર કરી નીચું જોવરાવ્યું હતું. અનેક પ્રકારના વિચા૨ ક૨તાં ઇન્દ્રભૂતિ મહાવીરસ્વામીની ધર્મસભાના દ્વાર પાસે પહોંચ્યા અને ત્યાં જ સ્તબ્ધ બની ઊભા રહી ગયા. મહાવીરસ્વામીના મુખમંડલ પરનું તેજ અને આભા તેઓ નીરખતા રહ્યા. પછી વિચાર્યું કે જો મહાવીર મારી શંકાઓ અંગે મને પૂછ્યા વિના જ સમજાવી નિર્મૂળ કરે તો હું તેમને સર્વજ્ઞ ગણું. આમ વિચારી રહ્યા હતા ત્યાં જ મહાવીર ભગવાને કહ્યું : “હે ગૌતમ ! શું તમને પુરુષ આત્માના અસ્તિત્વ અંગે શંકા છે ?”
“હા ભગવાન ! મને એ અંગે જરૂર શંકા છે. કારણ કે વિજ્ઞાનયન દ્વૈતેભ્યો મૂતમ્યઃ સમુત્યાય તાન્દેવાનુ વિનશ્યતિ ન પ્રેત્ય સંજ્ઞાપ્તિ’ વગેરે વેદવાકય પણ તેનું સમર્થન કરે છે. ભૂત-સમુદાય દ્વારા ચેતન પદાર્થ ઉત્પન્ન થાય છે અને છેવટે એમાં જ લીન બને છે. પરંતુ લોકની કાંઇ સત્તા જણાતી નથી. ભૂત-સમુદાયથી જ વિજ્ઞાનમય આત્માની ઉત્પત્તિનો અર્થ એ જ છે કે ભૂતસમુદાય વિના પુરુષનું અસ્તિત્વ નથી.”
ભગવાન મહાવીર બોલ્યા : “અને તમે જાણો છો કે વેદથી પુરુષનું અસ્તિત્વ પણ સિદ્ધ
થાય છે ?”