________________
૭૪૬ ]
[ મહામણિ ચિંતામણિ
આમ ગૌતમસ્વામીએ પચાસ વર્ષની પાકટ વયે દીક્ષા ગ્રહણ કરી, ૩૦ વર્ષ સુધી છવસ્થ | રહ્યા અને ૧૨ વર્ષ કેવલી અવસ્થા ભોગવી ૯૨ વર્ષની વયે મોક્ષ પ્રાપ્ત કર્યો. ગણધરો
મહાવીરસ્વામીના ૧૧ ગણધરો હતા (૧) ઇન્દ્રભૂતિ (ગૌતમ), (૨) અગ્નિભૂતિ, (૩) વાયુભૂતિ, (૪) આર્ય વ્યક્ત, (૫) આર્ય સુધમાં,(૬) આર્ય મહિડક, (૭) મૌર્યપુત્ર (૮) અકમિત, (૯) અચલભ્રાતા, (૧૦) મેતાર્ય અને (૧૧) પ્રભાસ. આમાં ગૌતમ, અગ્નિભૂતિ અને વાયુભૂતિ ત્રણે સગા ભાઈઓ હતા. તેઓ ગોબર ગામમાં જન્મ્યા હતા. તેમનું ગોત્ર ગૌતમ હતું. તેમાં અગ્નિભૂતિ અને વાયુભૂતિ ૨૮ વર્ષ શ્રમણપયય ભોગવી વીર નિવણના ૨૮મા વર્ષે રાજગૃહમાં નિર્વાણ પામ્યા હતા. ગણધર સિદ્ધાંત
ઉપર જણાવેલ ૧૧ ગણધરોના સિદ્ધાંતો પણ ભિન્ન ભિન્ન હતા જે ટૂંકમાં નીચે પ્રમાણે | ગણાવી શકાય ?
(૧) ઇન્દ્રભૂતિ ગૌતમ-જીવ છે કે નહિ? (૨) અગ્નિભૂતિ–જ્ઞાનાવરણ આદિ કર્મ છે કે નહિ? (૩) વાયુભૂતિ–શરીર અને જીવ એક છે કે જુદા જુદા? (૪) વ્યક્તસ્વામી–પૃથ્વી આદિ ભૂતમાં ગણાય કે નહીં? (૫) સુધમસ્વિામી આ લોકમાં જે જેવો છે તે તેવો જ પરલોકમાં રહે છે ખરો? (૬) મડિક–બંધન અને મોક્ષ છે કે કેમ ? (૭) મૌર્યપુત્ર–દેવતા છે કે નહિ? (૮) અકંપિત–નારકી છે કે નહિ? (૯) અચલભ્રાતા–પુણ્ય વધતાં સુખ અને પુણ્ય ઘટતાં દુઃખનું કારણ બને છે કે દુઃખનું કારણ છે
પાપ-પુણ્યથી ભિન્ન છે? (૧૦) મેતાર્ય–આત્માની સત્તા હોવા છતાં પરલોક છે કે નહિ? (૧૧) પ્રભાસ–મોક્ષ છે કે નહિ? આમ ગૌતમસ્વામી અને તેમના સાથી વગેરેના ગણધર અંગેના સિદ્ધાંતો ટૂંકમાં ગણાવી શકાય.
પાદટીપ ૧. કાકાસાહેબ કાલેલકર, “રખડવાનો આનંદ”, પૃ. ૧૭૮ ૨. પ્રયબાળા શાહ, “જૈનમૂતિવિધાન”; (અમદાવાદ–૧૯૮૦ : પૃ. ૭૦) ૩. શ્રી તિમુનિ; “નામ છે મનમોન રત્ન'(રમતાવાદ–૧૬૬૬, પૃ. ૩૬૬) ४. वही, पृ ३५७ ૬. વહી, પૃ. રૂદ્ર