________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
[ ૭૪૯
પરમાત્મા મહાવીર પ્રભુના પ્રથમ ગણધર શ્રી ગૌતમસ્વામીજીનું વ્યક્તિત્વ અલૌકિક અને સવાંગ સુંદર ગણાય છે.
વિનય, વિવેક અને વૈયાવચ્ચની મૂર્તિ તે શ્રી ગૌતમસ્વામીજી છે. પચાસ હજાર કેવળીના ગુરુ શ્રી ગૌતમસ્વામીજી નમ્રતાના ભંડાર હતા. અનંત લબ્ધિના નિધાન, લબ્ધિઓના સાક્ષાત્ સાગર સમા ગુરુ ગૌતમસ્વામી હતા.
અંગૂઠે અમૃત વસે, લબ્ધિ તણા ભંડાર;
શ્રી ગુરુ ગૌતમ સમરિયે, મનવાંછિત ફળ દાતાર. ‘ગોયમ' શબ્દ પ્યારો છે. પરમાત્મા મહાવીર દેવના સ્વમુખે “ગોયમ” શબ્દ શ્રી ભગવતીજી સૂત્રના પ્રશ્ન પ્રસંગે ૩૬ હજાર વાર વપરાયેલો પ્રખ્યાત છે.
આવા ગૌતમસ્વામીજી મહામાંગલિક, સિદ્ધિદાયક, વિબ વિદારક, ઇષ્ટ ફળ ઘતાર, સર્વ મંગલ કત–આવાં અનેક મંગલના હેતુ સ્વરૂપે અનેક સ્થળે પૂજાય છે.
“પ્રહ ઊઠી ગોયમ સમરીજે, કાજ સમગ્ગહ તતક્ષણ સીઝ; નવનિધિ વિલસે તાસ ઘરે.” જે શ્રી ગૌતમસ્વામીના રસમાં બેસતા વર્ષે સૌ સાથે મળી પ્રાતઃકાળે ગાય છે.
આવા આદેય નામરૂપ શ્રી ગૌતમસ્વામીજીનાં અનેક નામો છે તે દરેક નામમાં મુખ્યતયા ગણ’ શબ્દ મહત્ત્વનો છે.
ગણ = સમુદાય, તેને ધર = ધારણ કરે તે ગણધર. તે શ્રી ગૌતમસ્વામીજીને અનેક નામોથી લોકો સંબોધે છે, ઓળખે છે.
જૈન શાસનમાં સર્વકામદાયક, સકળ મનોવાંછિત પૂરક, અનંત લબ્લિનિધાન, મહામંગલકારી શ્રી ગૌતમસ્વામીજી પ્રખ્યાત છે.
તેને અજેનો તેઓના ગુણોને સાકાર સ્વરૂપ આપી માની રહ્યા છે, પૂજી રહ્યા છે. ગણેશ ચોથ માની રહ્યા છે. તેઓના તત્ત્વનિધિ ગ્રંથમાં ગણધરનાં બત્રીશ નામ આપ્યાં છે ગણપતિ, ગણેશ, ગણનાથ, ગણેશ્વર, ગણધર, વિધ્ધ વિદારક વગેરે વગેરે.....
તેઓએ શ્રી ગૌતમસ્વામીજીના ગુણોને આકારસ્વરૂપ કેવી રીતે આપ્યું તેનો વિચાર કરતાં
ગણપતિને ‘ગજાનન' (હાથી)નું મોટું કહ્યું. હાથી માંગલિક ગણાય છે. સંઘમાં–રથયાત્રામાં હાથી સૌથી પ્રથમ હોય છે. પ્રથમ સ્વપ્નમાં પણ હાથી ગણાય છે
હાથીને સૂંઢ (નાક) મોટી હોય છે. દરેક પદાર્થના મૂળમાં ચોક્કસાઇમાં જવાનું આ [ પ્રતીક છે.
હાથીનું પેટ મોટું હોય છે. મોટું પેટ ગંભીરતાનું સૂચક છે.
હાથીની આંખો નાની હોય છે, તે સૂક્ષ્મ દષ્ટિ સૂક્ષ્મ – અવલોકનનું પ્રતીક છે. હાથીના બે કાન સતત સક્રિય હોય છે. “સમય ગોયમ મા પમાયએ” આ પરમાત્મા મહાવીરદેવના વાક્યનું સૂચક છે, અપ્રમત્તપણાનું પ્રતીક છે.
આવા અનેક શ્રી ગૌતમસ્વામીજીના ગુણોની મૂર્તિની રચનાનો સમૂહ એટલે ગણપતિની પ્રતિકૃતિ.