________________
૭૨૬ ]
[મહામણિ ચિંતામણિ
તેમના શિષ્ય બને તે સર્વે કેવળજ્ઞાન પામે જ ! આમ, ૫૦,000 કેવળીના ગુરુ હોવા છતાં ગુરુનું | કેવળજ્ઞાન ક્યાંક અટકતું હતું.
ગુરુ ગૌતમસ્વામી અનેકવિધ સદ્ગણ સૌરભથી મહેકી રહ્યા હતા. તેમનો વિનય અવર્ણનીય હતો. પ્રભુ મહાવીરના તેઓ ઈંગિયારગાર સંપન્ન શિષ્ય હતા. : “આણાએ ધમો અને આણાએ તવો”
એ સૂત્રને તેમણે આત્મસાત્ કરેલ હતું. પ્રભુનાં પવિત્ર પાદપંકજમાં તેમણે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરી દીધું હતું. પ્રભુની કૃપા પણ તેમના ઉપર ભારોભાર ઊતરી હતી. સ્વયંસાધના અને પ્રભુકૃપા દ્વારા તેમને અનેક વિશિષ્ટ શક્તિઓ લબ્ધિઓની પ્રાપ્તિ થઈ હતી. મતિ, શ્રુતિ, અવધિ અને મન:પર્યવજ્ઞાન–એ ચાર જ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી. આટલું જ્ઞાન અને આટલી લબ્ધિઓ હોવા છતાં તેમની નમ્રતા ગજબની હતી! સરળતાની તો તે પ્રતિકૃતિ સમાન હતા....બાળકની સાથે બાળક જેવા નિખાલસ...તો વયોવૃદ્ધ સાથે પણ ઉચિત વ્યવહાર...નાનકડા અયવંતા કુમાર સાથે કાલીઘેલી ભાષામાં તેના પ્રશ્નોના ઉત્તરો આપતા હતા તો મહારાજા શ્રેણિક અને પુણ્યા શ્રાવક જોડે પીઢતાથી ધર્મમાર્ગ દર્શાવતા. ચારમાર્ગીય જ્ઞાન ને અનેક લબ્ધિઓયુક્ત હોવા છતાં નિરભિમાન ને નમ્રતાના નમૂનારૂપ હતા.
અનંતલબ્લિનિધાન ગુરુ શ્રી ગૌતમસ્વામી રોજ છઠ્ઠના પારણે છઠ્ઠ કરતા... છતાંયે શરીરે અલમસ્ત... કેટલાયે તાપસો કંઈ કેટલીયે સાધના કરવા છતાં યે મુક્તિધામરૂપ અષ્ટાપદ પર્વત નહોતા ચડી શકયા. ને પ્રથમ પગથિયે જ ફસડાઈ પડ્યા હતા. ત્યાં ગૌતમસ્વામીજીને ચડતા જોઈ તેમને થતું કે આ સાધુ શું ચડી શકવાનો! પરંતુ જેને માથે વરના હાથ હોય તે અષ્ટાપદ તો શું.... સડસડાટ... મોક્ષ સુધી ચાલી જાય-એમ જાણે તાપસોને સંબોધતા ન હોય તેમ ગૌતમસ્વામી સૂર્યકિરણની મદદથી સડસડાટ અષ્ટાપદ પર્વત પર પહોંચી ગયા ને ભગવાનના દર્શન કરતાં ‘જગચિંતામણિ” ચૈત્યવંદનની રચના કરી. ગુરુ ગૌતમસ્વામીના છંદમાં આવે છે કે.
“ઘર મયલ ઘોડાની જોડ, વારુ પહોંચે, વાંછિત પકોડ... મહિયલ માને મોટા રાય, જો તું કે ગૌતમના પાત્ર..
ગૌતમ પ્રણમ્યા પાતક ટળે, ઉત્તમ નરની સંગત મળે”. વળી લાવણ્યસૂરિ મહારાજ આગળ કહે છે કે..
ગૌતમ નામે નિર્મળ કાય, ગૌતમ નામે વાધે આય...
ગૌતમ જિનશાસન શણગાર, ગૌતમ નામે સફળ વહાણ' ગૌતમસ્વામી એટલે જિનશાસનનાં છેલ્લાં પચ્ચીસો (૨૫20) વર્ષમાં મહાવીર ભગવાન પછી બીજા નંબરના સિતારા. પ્રભુ મહાવીર પ્રત્યે તેમને અતિશય પ્રશસ્ત રાગ હતો. અનેક ગુણગણાલંકૃત ગુરુ ગૌતમસ્વામી સદાકાળ પ્રભુ સમીપ સાંનિધ્યમાં જ રહ્યા. અત્યંત વિનયી એવા ગૌતમસ્વામીને ભગવંતે પોતાનું નિવણ જાણી.. મોહ નિર્વાણ કાજે. દેવશમનિ પ્રતિબોધવા મોકલ્યા. અત્યંત પ્રેમ કે રાગ જેના પ્રત્યે હોય, તેના અંતિમ સમયે રહેવાનું સૌભાગ્ય કોઈ વિરલા