________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
[ ૭૩૫
ભારતીય સંસ્કૃતિ અને ગણધર ગૌતમસ્વામી
–ૉ. ચિનુભાઈ નાયક
ગુજરાતનાં અગ્રગણ્ય અખબારોમાં પ્રસંગોપાત્ત જેમની આધ્યાત્મિક હૃદયસ્પર્શી લેખમાળાઓ નિયમિત રીતે પ્રગટ થતી રહી છે તે ડૉ. ચિનુભાઈ નાયકે અમદાવાદની હ. કા. આર્ટસ કોલેજના પ્રિન્સિપાલપદે ઘણો સમય સેવા આપી, ગુજરાતની સાહિત્યિક પ્રવૃત્તિઓમાં જેમનું વિશિષ્ટ પ્રદાન રહેલું છે તેવા સિદ્ધહસ્ત લેખકની કલમે લખાયેલ આ લેખમાં ભારતીય સંસ્કૃતિમાં જૈન સંસ્કૃતિનું વિશિષ્ટ સ્થાન હોવાનો સંદર્ભ રજૂ કરી શ્રમણ પરંપરામાં ગૌતમસ્વામીની સિદ્ધિઓ અને લબ્ધિઓ વિષે સુંદર પ્રકાશ પાડ્યો છે. લબ્ધિઓ અને સિદ્ધિઓ ગૌતમસ્વામીનાં ચરણોમાં હંમેશાં ઝૂકેલી જ રહેતી છતાં ગૌતમસ્વામી તેનાથી વિરક્ત હતા. સંતરત્નો હંમેશાં પોતાને પ્રાપ્ત થયેલી લબ્ધિઓને બને ત્યાં સુધી ક્યારેય ચમત્કાર રૂપે પ્રગટ થવા નથી દેતા. તેમની લબ્ધિઓમાં પરમાર્થનું તત્ત્વ વિશેષ હતું. જગતના સર્વ જીવોના કલ્યાણ અને અને આબાદી માટે તેમના મનમાં ઘણી ઊંચી ભાવના રમતી હતી. અત્રે સિદ્ધિઓ અને લબ્ધિઓ વિષે ડો. શ્રી નાયક સાહેબે સુંદર રજૂઆત કરી છે. –સંપાદક
કાકાહારી હoooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooo
ભારતીય સંસ્કૃતિનાં મૂળિયાં ધર્મમાં રહેલાં છે. ધર્મને કારણે જ ભારતીય સંસ્કૃતિ જગતભરમાં પ્રસરેલી છે. ભારતીય પરંપરામાં ધર્મ અને સંસ્કૃતિને એકબીજાથી અલગ પાડી શકાતાં નથી. ધર્મની બાબતમાં ઇતિહાસના ઊગમકાળથી બ્રાહ્મણ અને શ્રમણ પરંપરાનો સાથે સાથે વિકાસ થયેલો છે. બ્રાહ્મણ પરંપરાનો વિકાસ બ્રહ્મનની આસપાસ થયો જેમાં હિંદુ ધર્મ અને તેની અનેક શાખાઓ પાંગરી; શ્રમણ પરંપરાનો વિકાસ શમની આસપાસ થયો જેમાં જૈનધર્મ, બૌદ્ધધર્મ અને બીજી શ્રમણ પરંપરાઓ પાંગરી. વિચાર અને આચાર એ સંસ્કૃતિના વિકાસની પાયાની બાબત છે. જૈન ધર્મના વિચાર અને આચારના ઘડતરમાં ગણધર ગૌતમસ્વામીનું નોંધપાત્ર પ્રદાન રહ્યું છે. એમના પારસમણિ સમાન સ્પર્શથી અનેક સાધુ-સાધ્વીઓ તેમ જ શ્રાવક-શ્રાવિકાઓનું મંગલ થયેલું છે. દીર્ઘતપસ ભગવાન મહાવીરની વાણી આપણા સમય સુધી ટકી રહી છે એનો યશ ગણધર ગૌતમસ્વામીને આપવો ઘટે. તેમના વિષેના એક અષ્ટકમાં કહેવાયું છે ?
અંગૂઠે અમૃત વસે, લબ્ધિ તણા ભંડાર; તે ગુરુ ગૌતમ સમરીએ, વાંછિત ફલ દાતાર. પ્રભુવચને ત્રિપદી લહી, સૂત્ર રચે તેણી વાર; ચઉદહ પૂરવમાં રચે, લોકાલોક વિચાર