________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
[ ૭૩૩
વીસ-સ્થાનકમાં ગોયમપદ જે તપની આરાધનાથી તીર્થંકર નામકર્મ નિકાચિત થાય છે તે વીસ સ્થાનકનાં ૨૦ પદોમાં એક પદ–ગોયમ–ગૌતમ–પદ છે. શ્રી અરિહંત આદિ સિદ્ધચક્રનાં ૯ પદોની જેમ શાશ્વત એવાં આ ૨૦ સ્થાનકના પદો છે. તેમાં એક પદ તરીકે ગોયમપદનો સમાવેશ, એ જ તેઓની અનન્ય ગરિમાનું દ્યોતક છે. આજે પણ ચતુર્વિધ સંઘમાંથી અનેક મહાનુભાવો વીશસ્થાનક તપની આરાધના કરતી વખતે તેમાં આ ગોયમપદની પણ અચૂક આરાધના કરે જ છે.
દોષો પણ ગુણકારી અભિમાન-રાગ-અને વિલાપ, આમાંનો એકેક દોષ પણ જીવનું ભયંકર નુકસાન કરે છે. તો પછી આ ત્રણે દોષો જેનામાં હોય એવા જીવોનું તો કેટલું બધું નુકસાન થઈ જાય ! પરંતુ ગૌતમસ્વામીજી માટે તો આ ત્રણે દોષો ગુણકારી બન્યા છે, એ પણ એમના જીવનનું એક આશ્ચર્ય છે. અભિમાન કરવાથી તેમને ભગવાન મહાવીર મળ્યા અને પોતે તેમના પ્રથમ ગણધર બન્યા. ગુરુ ઉપર ગાઢ રાગ કર્યો તો તેમાં એમને ઉત્તમ એવી ગુરુભક્તિનો લાભ મળ્યો. ભગવાનનો મોક્ષ સાંભળતાં જ અત્યંત વિલાપ કર્યો તો તેના પરિણામે એમને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ. બીજાને જે ડુબાડનાર એવા આ દોષો એમને માટે તો ગુણકારી બન્યા. દોષો પણ ગુણકારી બને એવું ગૌતમસ્વામીજીનું તો બધું જ આશ્ચર્યજનક છે.
આ વિશિષ્ટ શિષ્યસંપદા ભગવાન મહાવીર પરમાત્માના ચૌદ હજાર શિષ્યો થયા; જેમાં સૌથી મોટા અને સૌ પ્રથમ ગણધર ગૌતમસ્વામીજી હતા. પરંતુ એમના પોતાના શિષ્યો પચાસ હજાર હતા. આમ તેઓ ચૌદ હજાર મુનિઓમાં પ્રથમ અને પચાસ હજાર મુનિઓના ગુરુ હતા. આવી અને આટલી વિપુલ ગુણસંપન્ન શિષ્યસંપદા એ પણ એક અજબ-ગજબની ઘટના ગણાય.
વળી એનાથી પણ બીજી વિશેષતા એ કે-એમના પચાસ હજાર શિષ્યોમાંથી એક પણ છઘસ્થ નહિ. બધા જ કેવળી અને એ જ ભવમાં મોક્ષે ગયા. ભગવાનના ચૌદ હજા૨ શિષ્યોમાંથી સાતસો જ મોક્ષમાં ગયા.
- હવે એનાથી પણ વધુ ચઢિયાતી વાત, તે એ કે–ભગવાનની પાસે તો કેવળજ્ઞાન હતું અને તેમણે તે પોતાના શિષ્યોને આપ્યું, જ્યારે અહીં તો ગૌતમસ્વામીજીની પાસે પોતાની પાસે જે કેવલજ્ઞાન નથી તે તેઓએ પોતાના એકેએક શિષ્યને આપ્યું.
અભુત તથાભવ્યત્વ ભગવાન મહાવીર પરમાત્મા કરતાં ગૌતમસ્વામીજી વધુ મહાન હતા, એવું બતાવવાનો, આ જાતની તુલના કરવામાં જરા પણ આશય નથી. પરન્તુ ગૌતમસ્વામીજીનું તથાભવ્યત્વ કેટલું અદ્ભુત અને અનુપમ હતું તે દર્શાવવા માટે જ આ તુલના કરી છે. બાકી તો ભગવાન, ભગવાન જ છે. એમની તોલે તો કોઈ પણ આવી જ ન શકે. એવી સર્વોચ્ચ કોટિની મહાનતા એમનામાં હોય છે.