________________
શ્રી ગુરુ ગૌતમસ્વામી ]
[ ૭૩૧
એ પછી તો ભગવાને તેમની શંકાનું સમાધાન પણ કર્યું. એ પણ કેવી ખૂબીથી કર્યું, એ જ અત્યંત મહત્ત્વની વાત છે. વેદશાસ્ત્રના જે પદોથી એમને શંકા થઈ હતી એ જ વેદશાસ્ત્રના પદોનો ઇન્દ્રભૂતિજી પોતે જે અર્થ કરે છે તે અર્થ ભગવાને પહેલાં કહી બતાવ્યો. એ મુજબ અર્થ કરવામાં તેમની ભૂલ કઈ રીતે છે, તે બતાવીને એ જ વેદશાસ્ત્રનાં પદોનો સાચો અર્થ ભગવાને સમજાવીને એમની શંકાનું નિવારણ કર્યું. આમાં ભગવાને પોતાની કોઈ જ વાત કરી નહિ. એમની જ વાત, એમના જ વેદશાસ્ત્રનાં પદો, એ જ વેદશાસ્ત્રનાં પદોની ફક્ત સાચી વ્યાખ્યા સમજાવીને એમની શંકાનું ભગવાને સમાધાન કર્યું. ભૂલેલા જીવોને ઠેકાણે લાવવાની આ એક વિરલ પદ્ધતિ ગણાય. આપણે હવે વેદશાસ્ત્રનાં એ પદો ઉપર આવીએ. વર્ષોથી ગણધરવાદ સાંભળનાર-સંભળાવનાર પણ એ વેદશાસ્ત્રના પદનો ખોટો અર્થ શું? અને સાચો અર્થ શું ? એટલી પાયાની પણ વાતમાં સ્થિર નથી હોતાં. જેના 1 અવસર આવ્યું એ વાત બીજાને સમજાવવામાં થોથવાઈ જાય છે.
વેદના જે પદની ખોટી વ્યાખ્યા કરવાથી ઇન્દ્રભૂતિજીને આત્મા/જીવના વિષયમાં શંકા પડી હતી તે પદમાં ‘વિજ્ઞાનઘન” એ મુખ્ય શબ્દ છે.
વિજ્ઞાન એટલે જુદાં જુદાં વિશિષ્ટ જ્ઞાન અને તેનો ઘન એટલે કે સમૂહ તે જ આત્મા, એ રીતે વિજ્ઞાનઘન એટલે આત્મા–આવો અર્થ ઇન્દ્રભૂતિજીએ કરેલો જે ખોટો હતો. એના કારણે જ તેઓને જીવના વિષયમાં શંકા પડી હતી.
વિજ્ઞાન એટલે વિશિષ્ટ પ્રકારનું જુદું જુદું જ્ઞાન અને તેનો ઘન એટલે કે સમૂહ–અર્થાત્ | જુદા જુદા વિશિષ્ટ જ્ઞાનનો સમૂહ એનું નામ વિજ્ઞાનઘન અને વિજ્ઞાનઘન–એ જેનો ગુણ છે તેનું નામ આત્મા અથવા જીવ. એ મુજબનો તેનો સાચો અર્થ ભગવાને સમજાવ્યો.
આ પ્રમાણે વિજ્ઞાનઘન–પદનો સાચો અર્થ સમજાવીને વેદના એ જ પદના બાકીના અંશનો અર્થ સમજાવીને–ઘટાવીને–જીવ છે, એ મુજબ ભગવાને તેમની શંકાનું સમાધાન કર્યું.
સૂરિમંત્રના પ્રણેતા સૂરિ એટલે આચાર્ય. જૈન શાસનનો આ પારિભાષિક શબ્દ છે. પંચપરમેષ્ઠિમાં તૃતીય પદે આરૂઢ થયેલ એવા આ સૂરિપદનો અર્થ છે. તેઓ જૈન શાસનના સંવાહક, ગચ્છના ધોરી, ભગવાનના શાસનના સુકાની, ચતુર્વિધ સંઘના યોગનું અને ક્ષેમનું વહન કરનારા, બહારનાં અને અંદરના એમ સર્વ પ્રકારનાં આક્રમણોથી આરાધક જીવોનું રક્ષણ કરનારા, જગતના સર્વ જીવોનું હિત અને કલ્યાણના આધારભૂત જૈન શાસનની પ્રભાવના કરનારા હોય છે. આવી અત્યંત કપરી જવાબદારી અને જોખમદારી જેમના ઉપર છે એવા એ આચાર્યપંગવોને ફરજ અદા કર અનેક જાતનાં સહાયક પરિબળોની જરૂર પડે છે. એમાં પણ જ્યારે વિરોધી તત્ત્વો દ્વારા દેવી સહાયથી કે મેલી વિદ્યાથી સંઘમાં પજવણી થતી, કોઇ વિરોધી રાજા દ્વારા કે વિરોધી ધર્મીઓ દ્વારા જૈન શાસન ઉપર આપત્તિઓ આવતી હોય ત્યારે એનો સામનો કરવા માટે, એનાથી રક્ષણ કરવા માટે અને અવસરે શાસનની પ્રભાવના કરવા માટે દેવી સહાયની જરૂર પડે જ છે.
તેના માટે અત્યંત પ્રભાવસંપન્ન એવો સૂરિમંત્ર પ્રભુ પાસેથી પ્રાપ્ત કરીને એનું પ્રણયને અને આચાર્ય-પરંપરામાં પ્રચલન કર્યું. (૧) વિદ્યાપીઠ (૨) સૌભાગ્યપીઠ (૩) લક્ષ્મીપીઠ (૪)